HomeWildlife Specialવન વિસ્તારના પ્રથમ વાઇલ્ડ એનિમલ કેર સેન્ટરનો ધાનપુર-ડુંગરવાંટ નજીક પ્રારંભ

વન વિસ્તારના પ્રથમ વાઇલ્ડ એનિમલ કેર સેન્ટરનો ધાનપુર-ડુંગરવાંટ નજીક પ્રારંભ

ઘાયલ વન્ય પ્રાણીઓને અહીં પશુ ચિકિત્સકના નિરીક્ષણ અને દેખરેખ હેઠળ રાખી શકાશે.

છોટાઉદેપુર વન વિસ્તારમાં દીપડા,રીંછ સહિતના વન્ય પ્રાણીઓ સારા એવા પ્રમાણમાં છે.આ પ્રકારના વન્ય પ્રાણીઓ પરસ્પર યુદ્ધ કે કુંવા જેવા માળખાઓમાં પડી જવાથી,માનવ સાથેના સંઘર્ષમાં કે અન્ય કોઈ રીતે ઘવાય કે માંદા પડે તો એમને સુરક્ષિત રીતે રાખીને સારવાર કરી શકાય અને સાજા થાય ત્યારે પાછા વનમાં છોડી શકાય એ માટે વાઇલ્ડ એનિમલ કેર સેન્ટરની જરૂર વર્તાતી હતી.આ આવશ્યકતા નાયબ વન સંરક્ષક નિલેશ પંડ્યાની રાજ્ય સરકારના વન વિભાગમાં અસરકારક રજૂઆત થી સંતોષાઈ છે.

વન્ય પ્રાણીને જરૂરી સુરક્ષા ઘેરા વચ્ચે,મુક્ત વાતાવરણમાં રાખી શકાય એવા બે વિશાળ વાડા એટલે કે એન્કલોઝર અને તેની સાથે જરૂરી પિંજરા ધરાવતા આ વિસ્તારના પ્રથમ વાઇલ્ડ એનિમલ કેર સેન્ટર, માખણીયાનો પાવી જેતપુર તાલુકાના ધાનપુર – ડુંગરવાંટ નજીક પ્રારંભ થયો છે.હાલમાં અહીં 30 બાય 30 મીટર ના બે વિશાળ એનકલોઝરમાં ઘાયલ વન્ય પ્રાણીને રાખીને જરૂરી સારવાર આપવાની સુવિધા રાખવામાં આવી છે.ભવિષ્યમાં આ વાડાઓની સંખ્યા વધારીને સાત થી આઠ જેટલી કરી શકાશે અને 8 થી 10 જેટલા વન્ય પશુઓને સારવાર માટે રાખી શકાશે.હાલમાં આ વિસ્તારના વાડામાં રાખી સારવારની જરૂર હોય એવા ઘાયલ વન્ય પ્રાણીઓને પાવાગઢના સેન્ટરમાં લઈ જવા પડતા હતાં.

Social Media

ગયા વર્ષે આ વિસ્તારમાં દીપડાને લગતા 20 બનાવો નોંધાયા હતાં એવી જાણકારી આપતાં શ્રી નિલેશ પંડ્યાએ જણાવ્યું કે વન વિભાગની આ વિસ્તારમાં આવું સેન્ટર ઊભી કરવાની ઈચ્છા હતી એના અનુસંધાને વિગતવાર દરખાસ્ત મોકલવામાં આવી હતી.જે રાજ્ય સ્તરે થી મંજૂર થતાં હાલના તબક્કે બે વિશાળ પણ સુરક્ષિત ઘેરાબંધી ધરાવતા બે વાડા બનાવવામાં આવ્યાં છે.બે પિંજરા પણ રાખવામાં આવ્યા છે. અહીં સારવાર હેઠળ રાખવામાં આવેલા વન્ય પ્રાણી ને દિવસ દરમિયાન વાડામાં અને રાત્રે પિંજરામાં રાખવામાં આવશે.

આ સેન્ટર ખાતે ડેપ્યુટેશન થી પશુ ચિકિત્સા અધિકારીની નિયુક્તિ કરાશે અને દેખરેખ તેમજ સહાયતા માટે ગાર્ડ,એનિમલ કિપર રાખવામાં આવશે.તેમણે સ્પસ્ટતા કરી હતી કે આ સેન્ટર પબ્લિક ડિસ્પ્લે માટેનું એટલે લોકોને પ્રાણી દર્શન કરાવવા માટેનું નથી.ઘાયલ પ્રાણીને રાખી યોગ્ય સારવાર થી સાજા કરવા માટે નું છે.

અહીં ઘાયલ હરણ હોય કે જંગલી ભૂંડ,દીપડો કે રીંછ,તેમને 10 કે 15 દિવસ કે મહિના ,બે મહિના સુધી સારવાર માટે રાખીને સાજા કરી ફરી થી જંગલમાં છોડી શકાશે. જો ઘાયલ પ્રાણી માનવભક્ષી બની ગયું હોય તો તેને સાજા થયાં પછી જંગલમાં ન છોડી શકાય.પણ આવા પ્રાણીને શકકરબાગમાં રાખવું પડે અથવા દેશના કોઈ પ્રાણી સંગ્રહાલયની માંગણી હોય તો રાજ્ય વન વિભાગ ના સર્વોચ્ય અધિકારીઓની યોગ્ય પરવાનગી મેળવીને એમને આપી શકાય.

આવા સેન્ટરનો જરૂરિયાત હોય ત્યારે એનિમલ બ્રીડિંગ માટે મેટિંગ સેન્ટર કે સંવનન કેન્દ્ર તરીકે ઉપયોગ થઈ શકે.જો કે માખનિયા ખાતેના આ સેન્ટરનો એવો ઉપયોગ કરવાનું કોઈ આયોજન નથી.આ સેન્ટર થી છોટાઉદેપુર વિસ્તારના જંગલોમાં વસતા વન્ય પ્રાણીઓની સારી કાળજી લેવામાં મદદ મળશે.

- Advertisment -