ભારતમાં વાઘો (Indian Tiger)ની ગણના પર નવો ગિનીસ વર્લ્ડ રિકોર્ડ બનાવ્યો છે. આ ગણના વર્ષ 2018માં થઇ હતી. જાણવા મળ્યું છે કે આ ગણના માટે કેમેરા ટ્રેપની 139 સ્ટડી સાઇટ્સ પર 26,760 અલગ અલગ જગ્યા પર રાખવામાં આવ્યો હતો. અને લગભગ 3.5 કરો તસવીરો જેમાંથી 76,523 વાઘ અને 51,337 દીપડાઓની તસવીરો મળી છે.
આ સર્વેક્ષણમાં સામે આવ્યું છે કે ભારતમાં વાઘો(Indian Tiger)ની આબાદીમાં 1/3 ભાગમાં વુદ્ધિ્ થઇ છે. વર્ષ 2014માં વાધોની સંખ્યા 2,226 હતી જે વર્ષ 2018માં 2,927 થઇ ગઇ છે. ગ્રાઉન્ડ સર્વે અને કેમેરા ટ્રેપે 2018-19માં 20 ભારતીય રાજ્યોમાં 88,985 કિમી 3 જંગલોમાં વાઘ(Indian Tiger)ની ઉપસ્થિતિ નોંધવામાં આવી છે. વાઘો મોટા ભાગે મધ્ય પ્રદેશ, કર્ણાટક અને ઉત્તરાખંડ રાજ્યમાં જોવા મળે છે. આ ત્રણ રાજ્યમાં 1,492 વાઘોનું ઘર છે.
જો કે વાઘો(Indian Tiger)ની વાપસી આ રીતે ચાલુ રહે તે માટે આવનારા સમયમાં પણ અનેક સુધારા કરવાની તાતી જરૂર છે. તેમનો ગેરકાનૂની શિકાર રોકવો અને તેમના આવાસ બનાવામાં જે મુશ્કેલી આવી રહી છે તે સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવવો જરૂરી છે.

આ મામલે જાગૃતિ, પ્રોજેક્ટ ટાઇગર, વાઘો(Indian Tiger) માટે 50 વાઘ અભ્યારણ જેવા અનેક પ્રયાસો આ સફળતાને મેળવવામાં મદદરૂપ કરી છે. પ્રેસ વાર્તામાં પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલયે જણાવ્યું કે આમાં કેમેરા ટ્રેપના ઉપયોગ સાથે જ ‘2018માં સ્ટેટસ ઓફ ટાઇગર્સ ઇન ઇન્ડિયા’ જેવા મૂલ્યાંકનને મોટા પાયે કરવામાં આવ્યું હતું. જેમાં મોટા ક્ષેત્રફળમાં સમીક્ષા કરવામાં આવી હતા. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે એક ટ્વિટ કરીને જણાવ્યું કે આ આત્મનિર્ભર ભારતનું જીવતું જાગતું ઉદાહરણ છે. જેને જો વડાપ્રધાનજીના શબ્દોમાં કહીએ તો સંકલ્પથી સિદ્ધનું માધ્યમ પ્રાપ્ત થાય છે. સાથે જ આ ઉપલબ્ધિને એક મહાન ક્ષણ બતાવી હતી.
રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણ દ્વારા અખિલ ભારતીય વાઘ(Indian Tiger) આંકલનને ભારતીય વન્યજીવ સંસ્થાન દ્વારા તકનીકી સમર્થનની સાથે ચલાવાય છે. 2018ના નવા આંકડાથી કહી શકાય કે ભારતમાં હવે વાઘોની કુલ અનુમાનિત સંખ્યા 2,967 છે. જેમાં 2,461 વાઘો પણ વ્યક્તિગત રુપમાં કેપ્ટર કરવામાં આવ્યા છે. જે વાઘો(Indian Tiger)ની સંખ્યા 83 ટકા છે. અને સર્વેક્ષણ આધારે રેખાકિંત કરવામાં આવ્યું છે.