ગુજરાતમાં સાસણ ગીરની ગરિમા એશિયાટિક સિંહોથી જ સીમિત નથી, આ વિસ્તાર પ્રકૃતિ નો અખૂટ ભંડાર છે. અહીં ગાઢ લીલું અને સૂકું બન્ને જંગલ સીઝન પ્રમાણે જોવા મળે છે. પશુ-પક્ષી અને પ્રાણીઓ ની હજારો પ્રજાતિઓ અહીં નિવાસ કરે છે. ખળ ખળ કરતી નદીઓ, રિમઝીમ વહેતા ઝરણાં, લીલાછમ વૃક્ષો અને એમાં વચ્ચે વસતા માલધારીઓ વિશે જો કોઈ સાચી અને સચોટ માહિતી આપે અને ગીર ને ગંભીરતાથી ઓળખવામાં મદદરૂપ થાય તેવા ગાઈડ મળે એવી આશા અહીં આવતા દરેક પ્રવાસીઓની હોય છે.
આમ તો ગીર માં 120 થી વધુ ગાઈડ છે. જે અહીં આવતા પ્રવાસીઓને ગીરની ગરિમા અને પ્રકૃતિની પહેચાન કરાવે છે. પરંતુ તેમાં કેટલાક એવા પણ ગાઈડ છે જે અહીં આવતા વિદેશી મહેમાનો માટે પહેલી પસંદી છે. ચાલો ત્યારે જાણીએ કે શા માટે આ ગાઈડ બન્યા છે આટલા ખાસ,
આજે અમે તમને એવા ગાઈડ ને મળવવા જઇ રહ્યા છીએ જે વિદેશી ટુરીસ્ટોની ખાસ અને પહેલી પસંદ છે એ પછી અહીં આવતા મુખ્ય મહેમાનો, વીઆઈપીઓ કે ખાસ લોકો સાથે ફરે છે અને ગીરની ગરિમા પ્રકૃતિ અને તેમના જિજ્ઞાસાવૃત્તિ ને સંતોષે છે. સાસણ ગીરની ઓળખ કરાવે છે.
સાસણ ગીર શુ છે ? શું હોય છે ગીરના આકર્ષણો? એશિયાટિક સિંહોની જીવન શૈલી, પ્રકૃતિ સાથેનો અશિયાટીક સિંહોનો તાલમેળ અને કેવા સંજોગોમાં કહે છે. એશિયાટીક સિંહો કેવી રીતે તે શિકાર કરે છે, કેવી રીતે તે પોતાના બચ્ચાં ને ઉછેરે અને શિકાર કરવાની સાથે જંગલના કાયદાઓથી લઇને જંગલમાં બીજા સિંહો સાથે ઇનફાઇટ પણ શીખવે એ તમામ ઝીણવટભરી માહીતી આ ગાઈડ વિસ્તાર પુર્વક અને સરળ ભાષામાં સમજાવે છે.
જો કે જ્યારે તેમને પૂછવમાં આવે કે તમે ગીરને એટલું ઊંડાણપૂર્વક કેમ જાણી શક્ય તો તેઓ ખૂબ સરળ ભાષામાં કહે છે કે ગીર ના ગાઈડ બન્યા પછી સતત થતા અનુભવોએ અમને ગીરમય બનાવી દીધા છે.
જીતેન્દ્ર દેવમુરારી કે જે સાસણ ગીરના ખૂણા ખુણાથી વાકેફ છે.
જંગલમાં વસવાટ કરતા પ્રાણીઓની મુવમેન્ટ અને હાવભાવ પરથી તેમની લાક્ષણિકતાઓ ના આધારે એના વર્તન ને સમજી શકે છે.પક્ષીઓ અને પ્રાણીઓ જ જેનું જીવન છે એ આ જીતુ દેવમુરારી વિદેશીઓનો ખાસ ગાઈડ છે.
આ અંગે ખુદ જીતુભાઇએ www.wildstreakofnature.com સાથોની વાતચિત દરમિયાન જણાવ્યું હતું કે અમે કોઈ માર્કેટિંગ કે વેબસાઈટ દ્વારા લોકપ્રિય નથી થયેલા પરંતુ અહીં આવતા વિદેશીઓ અને ખાસ મહેમાનો સાથે વિતાવેલ એશિયાટીક સિંહ દર્શનની 2 થી 3 કલાકની સફારી અને અમે કરાવેલ ગીરની પહેચાનથી પ્રભાવીત અને સંતોષ થયેલા પ્રવાસીઓ તેમના સાથીઓ અને અન્ય પ્રવાસીઓને અમારા નામનું સૂચન કરે છે. જેના લીધે સિંહ દર્શન માટે જ્યારે ઓનલાઈન બુકિંગ કરાવે છે.
ત્યારે જ અમારા નામનું સૂચન કરવામાં આવે છે. આ વાતનો અમને ગર્વ છે અને ખુશી પણ, આજે અમે ઘણી ભાષાઓ પણ શીખી ગયા છીએ કારણકે અહીં આવતા પ્રવાસીઓ ગુજરાતી જ નથી હોતા પણ તમિલ,કન્નડ, જેવી ભારતીય ભાષાઓ સાથે જર્મની,ફ્રેન્ચ,સ્પેનિશ જેવી વિદેશી ભાષા બોલતા લોકો પણ આવે છે. બહારથી આવતા પ્રવાસીઓ અહીં 2 થી 3 દિવસ રહી અમારી સાથે અનેક વખત સફારી કરે છે. જેના લીધે તેઓની ભાષા ધીમે ધીમે અમને પણ આવડી જાય છે. હવે તો વિદેશી પ્રવાસીઓ માટે અમારું નામ જ વધુ આવે છે તેઓ સાથે ગીર ને ઓળખવામાં મદદરૂપ થવું અને તેમના શોખ આધારિત માહિતી આપવામાં અમને વધુ મજા આવે છે.
જીતુભાઇ ગીરના અદભુત ફોટોગ્રાફર પણ છે.દીપડો હોય કે અશિયાટીક સિંહ, ઘુવડ હોય કે મોર તેમની અલૌકિક અને અદભુત તસ્વીરો કેમેરામાં કેદ કરે છે. તેમનો આ શોખ વ્યવસાય નહીં પણ ગીરથી લોકોને માહિતગાર કરવા અને પ્રવાસીઓને ગીર માટે આકર્ષણ ઊભું કરવામાં મદદ કરે છે.
હિતેશ ચૌહાણ કે જે ક્રિકેટના અનહદ શોખીન છે ફ્રી સમય મળતા જ ક્રિકેટ રમવાનું પસંદ કરે છે.
પણ હા ક્રિકેટ કરતા પણ વધુ વ્હાલું છે ગીરનું જંગલ ગીરના પ્રાણીઓ અને પક્ષીઓના નામ થી વાકેફ હિતેશ ભાઈ ગીર સાસણના જંગલમાં એશિયાટીક સિંહ દર્શનની સફારી કરાવતા હોય ત્યારે જાણે ગીરમય બની જતા હોય તેવું લાગે છે.
ગીરમાં કયો એશિયાટીક સિંહ ક્યાં સમયે હોય છે તેનું લોકેશન અને એની વર્તુણક આધારે હિતેશભાઈ પ્રવાસીઓ ને અશિયાટીક સિંહ વિષે તમામ માહિતી આપે છે. www.wildstreakofnature.com સાથે ગીરમાં રહેતા એશિયાટિક સિંહની પ્રકૃતિ અને વિવિધ પ્રજાતિઓ વિશે મહત્વપૂર્ણ અને ઝીણવટભરી માહિતી આપતા જણાવ્યું હતું કે અહીં આવતા પ્રવાસીઓ ગીરને એક યાદગાર પ્રવાસ બનાવી દે છે.
આજ સુધી અનેક પ્રવાસીઓ હિતેશ ભાઈ સાથે ગીર ફરી ચુક્યા છે. અને ગીરને નજીકથી જાણી ચુક્યા છે. અને એટલે જ જ્યારે કોઈ તેમના સગા સંબંધીઓ ગીર આવે છે. તો ખાસ હિતેશ ભાઈને જ ગાઈડ રૂપે સાથે લઈ જવાની ભલામણ કરે છે. ગીરમાં આવતા વિદેશીઓ પણ હિતેશભાઈના ખાસ ચાહક છે. આ અંગે હિતેશભાઈ ખુદ કહે છે કે મને પ્રવાસીઓની જિજ્ઞાસા સંતોષવાનો આનંદ મળે છે.
અહીં આવતા પ્રવાસીઓ વધુ ને વધુ ગીર ને જાણે અને પર્યાવરણ અને પ્રકૃતિને જાણે એ જ મારો હેતુ છે. ઘણી વાર અહીં આવતા પ્રવાસીઓ અમારા કામ થઈ ખુશ થાય છે અને અમૂલ્ય ભેટ આપે જેમ કે ડિજિટલ કેમેરા બાયનોક્યુલર તેમજ રોકડ રકમ રૂપે બક્ષિસ અમને આ વસ્તુઓની કોઈ આશા નથી હોતી પરંતુ તેઓ અમારા ગાઈડન્સ થી ખુશ થાય એ જ અમારો પ્રયાસ રહે છે.
હિતેશભાઈ કહે છે કે મારા કામ થી ખુશ થયેલ પ્રવાસીઓ યાદગાર ભેટ આપે છે. ક્યારેક તો અમારા ફોટોગ્રાફી ના શોખ જોઈ અમે જે કેમેરા ન ખરીદી શકીએ એવા મોંઘા કેમેરા પણ આપે છે. અમારા માટે આ પળ અમૂલ્ય બની જાય છે. એ કેમેરા થી જ્યારે પણ જંગલમાં પ્રાણીઓની તસ્વીર ખેંચુ છું ત્યારે મને મારા કામનું મુલ્ય સમજાય છે. અને ગાઈડ ની ભૂમિકા વધુ ઉત્સાહથી કરવાનું પ્રેરકબળ મળે છે.
આમતો ગીરમાં એક દિવસ નો પ્રવાસ શક્ય જ નથી આથી અહીં આવતા પ્રવાસીઓ 2 થી 3 દિવસ રોકાતા હોય છે. જેમાં એક વખત અશિયાટીક સિંહ દર્શન કરવા ગીર ના જંગલોમાં ઓનલાઈન બુકિંગ દ્વારા રજિસ્ટ્રેશન કરાવે છે. ત્યારે જ આ બન્ને ગાઈડના નામની માંગ કરતા હોય છે કે, શક્ય હોય તો ગાઈડ રૂપે આ જ વ્યક્તિઓ સાથે આવે ઘણી વખત ખાસ ફોટોગ્રાફી અને વીડિયો શૂટિંગ માટે આવતા વાઈલ્ડ લાઈફ ને નેચર ફોટોગ્રાફી કરતા લોકો અહીં આવે છે. તેઓ પણ હિતેશભાઈ અને જીતુ દેવમુરારીભાઈ સાથે લઈ કલાકોના કલાકો જંગલમાં વિતાવે છે.
ધણીવાર વીવીઆઈપી સહિતના મહાનુભાવો ગીર ની મુલાકાતે આવે છે. ત્યારે આવા ખાસ ગાઈડને તેમની સાથે મોકલવામાં આવે છે. જેથી તેઓ સાસણ ગીરની રજે રજની સારી રીતે માહિતગાર કરી શકે આમ, સાસણ ગીરમાં એશિયાટીક સિંહો દેશ વિદેશમાં ખ્યાતનામ છે. ત્યારે હવે સાસણ ગીર અભ્યારણ્યના ગાઈડ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે..
ગીરની ગર્જના કરતા સાવજો અને સાવકોની સાથે ગીરની પ્રકૃતિ ને ઓળખવા ગીર આવો તો હિતેશ ચૌહાણ અને જીતુ દેવમુરારીની સાથે ગીરને મણજો અને જાણજો જે આપના એક યાદગાર અનુભવ બની રહેશે. આ બન્ને ગાઈડને તમે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી તેમના વિશે જાણી શકો છે. તેમના ગીરના અનુભવો જોઈ શકો તેમના સંપર્કમાં રહી શકો છો. એ માટે અમે આપને આ બન્ને ના સોશિયલ એકાઉન્ટ અહીં આપીએ છીએ આપની ગીર સાથે ની દોસ્તી ને ગાઢ બનાવવા અચૂક આ ગાઈડનો સમ્પર્ક કરશો.
હિતેશ ચૌહાણ:- Instagram-hiteshchauhan1802 ( Contact: 98240 83764 )
જીતુ દેવમુરારી:- https://www.facebook.com/jitendra.devmurari.9 ( Contact: 99252 69869 )