વડોદરાના જય અંબે સ્કૂલ, વૈકુંઠ નગર પાસે કોઈ વ્યક્તિએ પોતાની માનવતા ભૂલીને એક માસુમ અને અસહાય એવી બિલાડી પર એસિડ છાંટીને શરીરને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી અસહાય પશુ પર પોતાની ક્રૂરતા દેખાડી હતી.
પરંતુ હજુ ઈ.એમ.આર. ઈ ગ્રીન હેલ્થ સર્વિસની કરુણા એમ્બ્યુલન્સની કરુણતાએ બિલાડીનો જીવ બચાવ્યો હતો. પશુ ચિકિત્સક ડો. બીજલ ત્રિવેદી અને પાયલોટ રણજિત સિંહ રાઠોડે આ અબોલ પ્રાણીની સારવાર કરી અબોલ જીવ પ્રત્યે પોતાની સંવેદનશીલતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વડોદરાના વૈકુંઠ નગરના જયઅંબે સ્કૂલ પાસે એક બિલાડી છેલ્લા એક દિવસથી પીડાતી હતી. કોઈ રાહદારી વ્યક્તિએ આ જોઈ 1962 એનિમલ હેલ્પલાઈનની મદદ માંગી હતી.
કરુણા એમ્બ્યુલન્સના ડો. બીજલ ત્રિવેદી અને તેમની સાથે રતનસિંહ રાઠોડ ઘટના સ્થળે પહોંચી જઈ તરત જ
બિલાડીની સંપૂર્ણ સારવાર કરી તેને મૃત્યુના મુખમાંથી બચાવી હતી. એટલું જ નહિ દરરોજ તેનું ફોલોઅપ લઈને તે બિલાડીની સારવાર કરી હતી.