ગીરનું ઘરેણું ગણાતા એશિયાટિક સિંહ હવે ગીરની બહાર ડણક કરતા સંભળાશે.
એશિયાટિક સિંહ પ્રેમીઓને ગીર સેન્ચ્યુરીની જેમ જ સૌરાષ્ટ્રના પસંદ થયેલા સ્થળોએ એશિયાટિક સિંહ દર્શનનો લાહવો મળી શકે છે. એશિયાટિક સિંહ માટે હવે રાજકોટના માદા ડુંગર વિસ્તાર અને આસપાસના જસદણ સુધીના ડુંગરાળ અને જંગલ વિસ્તારની અંદર રહેવા મળી શકે છે. બાબરા થી જેતપુર ની વચ્ચેના જંગલ વિસ્તારમાં પણ એશિયાટિક સિંહની ડણક સાંભળવા મળી શકે છે.
કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટ લાઇન હેઠળ એશિયાટિક સિંહ માટે લયાન ટેરીટરી જાહેર કરવામાં આવી છે. આમ તો ગીર અને બૃહદ્ ગીરનો આખો વિસ્તાર ગીરનાં જંગલથી લઈને ચોટીલા ડુંગર સુધીનો માનવામાં આવે છે. રાજકોટમાં કાર્યરત અને વરિષ્ઠ વાઈલ્ડ લાઇફ ફોટોગ્રાફર તેમજ વાઈલ્ડ લાઈફ સ્ટેટ બોર્ડ નાં પૂર્વ સદસ્ય ભૂષણભાઈ પંડ્યાએ જણાવ્યું કે એશિયાટિક સિંહનું ઘર માત્ર ગીર નથી. સમગ્ર પરંતુ એશિયાટિક સિંહો બૃહદ ગીર એટલે આજના ચોટીલા સુધી સૌરાષ્ટ્રમાં વિહાર કરતા હતા. શિયાળામાં અચૂક એશિયાટિક સિંહ પોતાના ક્ષેત્ર સુધી આવતા રહ્યા છે.