HomeWild Life Newsકુદરતી અને જંગલ જેવા વાતાવરણમાં પ્રાણીઓ ખુશ, જાણો કેવી રીતે

કુદરતી અને જંગલ જેવા વાતાવરણમાં પ્રાણીઓ ખુશ, જાણો કેવી રીતે

વડોદરા શહેરના કમાટીબાગ ઝૂ માં જૂના પીંજરાઓ ને સ્થાને નવા એન્ક્લોઝર બનતા ડિસેમ્બર માસમાં વાઘ, સિંહ અને દીપડાઓનુ તેમાં સ્થળાંતર કરાયુ છે. જેથી તેમને જંગલ જેવુ અનુકૂળ વાતાવરણ મળતા તેમના ખોરાકમાં વધારો થવાની સાથે હૃષ્ટપુષ્ટ બન્યા છે, તેમ ઝૂ ના ક્યુરેટરનુ કહેવુ છે.

વધુમાં તેમણે જણાવ્યુ કે, ‘ અત્યાર સુધીમાં 2 સિંહ, 2 વાઘ અને 6 દીપડાઓ નુ, નવા તૈયાર થયેલા એન્ક્લોઝરમાં સ્થળાંતર કરાયુ છે. કુદરતી અને જંગલ જેવુ વાતાવરણ મળતા જ તેમના દેખાવમાં ઘણો બદલાવ આવ્યો છે. સામાન્ય રીતે જ્યારે તેઓ પીંજરામાં હતા, ત્યારે પૂરતો ખોરાક લેતા હતા. પરંતુ તેના શરીરમાં કોઈ ફેરફાર દેખાતો નહોતો. પરંતુ છેલ્લા પાંચ મહિનામાં તેમનો ખોરાક થોડો વધ્યો છે, સાથે જ તેમની તંદુરસ્તીમાં પણ વધારો થયો છે.’

ખોરાક લીધા બાદ તેઓ અહીં બનાવેલા નાનકડા તળાવ, ઘાસના મેદાનમાં મોજથી હરેફરેે છે. ઉપરાંત ગરમી સામે રક્ષણ આપવા તેમની પર પાણીથી છંટકાવ થાય છે. જેથી બપોરના સમયે આરામથી ઊંઘી જાય છે. હાલ સહેલાણીઓ માટે ઝૂ બંધ હોવાથી લોકોની દખલગીરી ઓછી થતા પ્રાણીઓના સ્વભાવ શાંત થયા છે. કારણ કે લોકો જ્યારે ઝૂ માં આવે, ત્યારે મનાઈ હોવા છતાં પ્રાણીઓ સાથે અટકચાળા કરતા જોવા મળે છે.

- Advertisment -