ઉત્તર પ્રદેશમાં દુર્લભ સ્વચ્છ કાચબા અને કુર્મની કુલ 15 પ્રજાતિઓમાંથી સૌથી વધુ 11 પ્રજાતિ એકલા બહરાઈચ જિલ્લાની સરયૂ નદીમાં મળી આવી છે. કાચબાઓ પર રિસર્ચ કરી રહેલ વન્યજીવ પ્રેમી અરુણિમાએ જિલ્લાની સરયૂ નદીના વિસ્તારને વિવિધ પ્રજાતિઓના દુર્લભતમ કાચબાઓના પ્રાકૃતિક પ્રવાસ અને ઉત્પત્તિને શ્રેષ્ઠ સ્થળ ગણાવ્યું છે.
કાચબાની પ્રજાતિઓને આસાનીથી ઓળખવા અને તેને યોગ્ય સ્થાન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ કાચબા દિવસ પર ગત રવિવારે એક વેબસાઈટ અને એક એપ લૉન્ચ કરવામાં આવી. સરયૂ નદીના કાંઠે ત્રણ વર્ષથી કાચબાઓ પર સંશોધન કરી રહેલ અરુણિમાએ જણાવ્યું કે બહરાઈચમાં સરયૂને કાંઠો કાચબાના સર્વાઈવલ માટે શ્રેષ્ઠ છે. રાજ્યમાં કાચબાની 15 પ્રજાતિઓમાંથી સરયૂ કાંઠે 11 પ્રજાતિઓ મળી આવવી બહુ સૌભાગ્યની વાત છે.
અરુણિમાનું કહેવું છે કે આટલી બધી પ્રજાતિઓ મળવાથી એવું પ્રતીત થાય છે કે આ વિસ્તાર કાચબાઓની ઉત્પત્તિ માટે ઘણું અનુકૂળ છે. માટે 2008થી તેના સંરક્ષણ માટે અહીં એક પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે. તેઓ પણ 2018થી આ પ્રોજેક્ટ સાથે જોડાયેલાં છે. તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ અંતર્ગત ટીમ સ્કૂલના બાળકો, માછીમારો અને નદી કાંઠે રહેતા લોકોને કાચબાઓ વિશે જાગરુત કરે છે. નવી વેબસાઈટ અને એપની મદદથી હવે દુર્લભ પ્રજાતિઓને વધુ આસાનીથી ઓળખી અને બચાવી શકાય.
સરયૂ નદીમાં કાચબાઓની વિવિધ પ્રજાતિઓની ઓળખ અને સંરક્ષણ પર 2008થી ત્યાં કામ કરી રહેલ સ્વૈચ્છિક સંસ્થા ‘ટર્ટલ સર્વાઈવલ એલાયન્સ ઈન્ડિયા’ના પ્રતિનિધિ અને શોધકર્તા અરુણિમા સિંહે જણાવ્યું કે ભારતમાં કાચબાની 29 પ્રજાતિઓ મળી આવે છે, જેમાં 24 પ્રજાતિના કાચબા (ટૉરટૉઈજ) અને પાંચ પ્રજાતિના કુર્મ (ટર્ટલ) છે. તેમણે જણાવ્યું કે આ તમામ ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ની વિવિધ અનુસૂચિઓ અંતર્ગત સંરક્ષિત છે. પરંતુ આ કાચબાઓની પ્રજાતિઓ, તેમના વિચરણ માટે ક્ષેત્રો અને પ્રકૃતિમાં તેના પારિસ્થિક મહત્વ વિશે લોકો વધુ નથી જાણતા.