HomeWildlife Special20 માર્ચ વિશ્વ ચકલી દિવસ ( World Sparrow Day ): લુપ્ત થતી...

20 માર્ચ વિશ્વ ચકલી દિવસ ( World Sparrow Day ): લુપ્ત થતી પ્રજાતિને બચાવી લઈએ

કોંક્રિટના જંગલો અને આધુનિક વ્યવસ્થા વચ્ચે ચકલી(Sparrow) ‘બેઘર’ થઈ ગઈ

20 માર્ચ વિશ્ર્વ ચકલી(World Sparrow Day) દિવસ આજના આધુનિક યુગમાં ઘર આંગણે ચી..ચી..કરતી ચકલી(Sparrow) હાલ તેના અસ્તિત્વ માટે ઝઝુમી રહી છે. ચકલીની પ્રજાતિની સંખ્યામાં દિવસેને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય બન્યો છે. હવેના સમયમાં જો ચકલી(Sparrow)ને બચાવવાના પ્રયાસો નહિ કરીએ તો ભાવિ પેઢીને માત્ર પાઠયપુસ્તકોમાં જોવા મળે તો નવાઈ નહિ.

Jayant Sojitra

પહેલા ઘર નળિયા તથા છાપરા દિવાલ ઘડીયાલ અને ફોટો છબી પાછળ પણ માળા બાંધતી હતી. હવે નવા મકાનો છતવાળા થઈ જતા ચકલી(Sparrow)ઓ માળો બાંધી શકતી નથી. ચકલી(Sparrow)ઓનો ચીં..ચીં..અવાજ પણ હવે ઓછો સંભળાય છે. હવે લુપ્ત થવાની કગાર પર આવી પહોચી છે. ત્યારે હવે ચકલી(Sparrow)ઓને બચાવવી ખુબ જ જરૂરી છે.

Jayant Sojitra

માનવી અને ચકલી(Sparrow) જ્યારથી એકબીજાના સંપર્કમાં આવ્યા ત્યારથી લઈને અત્યારસુધી માનવી સાથે રહેવા ટેવાયેલી છે. પરંતુ ચકલી(Sparrow)ના સ્વભાવ સામે મનુષ્યનો સ્વભાવ આજે બદલાય ગયો છે. અને એટલા જ માટે લુપ્ત થતી ચકલી(Sparrow)ઓને બચાવવી હવે જરૂરી છે. https://wildstreakofnature.com/world-sparrow-day-fly-high-stay-indoors/દર વર્ષે તા.20 મીએ વિશ્વ ચકલી(Sparrow Day) દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેથી લોકોમાં ચકલીઓને લઈને જાગૃતિ આવી શકે તે અત્યંત જરૂરી છે.

Jayant Sojitra

આજના સમયમાં આ કોક્રિટના જંગલો વચ્ચે અબોલ જીવો માટે જીવવું કપરુ બનીને રહી ગયું છે. પ્રદૂષણ, ઘોંઘાટ, ખેતરોમાં થતો કેમિકલયુક્ત દવાનો છંટકાવ, મોબાઈલ ટાવરના રેડિયેશનના કારણે શહેરમાંથી લુપ્ત થઈ રહી છે. શહેરમાં ફક્ત ઘરચકલીઓ જ નહીં પરંતુ કોયલનો મધુર અવાજ, કાગડા, પોપટ જેવા પક્ષીઓની પણ સંખ્યા ઘટી રહી છે. તેઓનું અસ્તિત્વ જોખમાતુ જાય છે.

Jayant Sojitra

ચકલીઓ(Sparrow)ની સંખ્યા દિવસે ને દિવસ ઘટતી જાય છે. પહેલા ગામડાઓ અને શહેરોમાં મોટા પ્રમાણમાં દેખાતી હવે અદ્રશ્ય થવા લાગી છે. માનવીની બદલાતી જતી જીવનશૈલી, શહેરીકરણ, દેશી નળિયાના બદલે છત, પ્રદુષણ,નવી રહેણીકરણી, ઉંચા મોબાઈલ ટાવરો, વિગેરે કારણોથી મોટા પ્રમાણમાં દેખાતી હવે ઓછી દેખાય છે. પહેલાના જમાનામાં માનવી અને ચકલી(Sparrow) એક જ ઘરમાં સાથે રહેતા હતા.

Jayant Sojitra

હાલની શહેરીકરણની પરિસ્થિતી જોતા ચકલી(Sparrow)ને બચ્ચાના ઉછેરમાં ખુબ જ વિક્ષેપ પડે છે. પાછુ કુદરતે અમને માળો બાંધવાની કુદરતી બક્ષીસથી પણ વંચિત રાખ્યા છે. જેથી, હવે દરેક માનવી પોતાના ઘરે અનુકુળતા પ્રમાણે, ઘરમાં અમારા માટે માળાની વ્યવસ્થા કરે એ લાકડાનું હોય કે પછી માટીનું પણ આ અમારી દુઃખ દર્દ ભરી અપીલ છે. એવું હવે ચકલી(Sparrow)ઓ આપણને કહી રહી છે.

Jayant Sojitra

સુરક્ષા મળે એ હેતુથી ઘર આંગણે દરેક લોકોએ ચકલી માટે માળા બનાવવા જોઈએ અથવા તો રૂપકડા ચકલી ઘરોમાં ચકલી(Sparrow)ઓ માળો બાંધે છે. ઈંડા મુકે છે અને બચ્ચા ઉછેર કરી શકે છે. વરસાદ તડકા છાંયડામાં ઘરને નુકશાન ન થાય તેમજ બિલાડી કે અન્ય પક્ષીઓ તેમાં ઈંડા-બચ્ચાને નુકશાન ન પહોંચાડી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ

Jayant Sojitra

ચકલી(Sparrow)ની ચીચી હવે ફરી લોકોના ઘરમાં ચી..ચી..નો અવાજ સાંભળવા મળે તેવા પ્રયાસ કરવા જરૂરી છે.  આવનારી પેઢીને આપણે વારસામાં આપવું જ હોય તો વન્યજીવન અને પર્યાવરણની શીખ આપવાની જરૂર છે. જો આવું નહિ કરીએ તો આવનારા સમયમાં આ વન્યજીવો માત્ર ફોટા અને પાઠયપુસ્તકોમાં પુરતા જ રહી જશે. તો આવો સાથે મળીને આ વન્યસંપદા અને ચકલી(Sparrow) બચાવવાનો એક પ્રયાસ કરીએ.

- Advertisment -