વેળાવદરમાં આવેલા ઘાસના મેદાનોમાં કાળીયાર કે જે હરણની એક પ્રજાતિનું નિવાસ સ્થાન છે.
ભારતમાં ઘણાં ઓછા સ્થળો છે જેયાં કાળા હરણની વસતી પ્રમાણમાં સોરા હોય. આ રાષ્ટ્રિય ઉધાન ભાવનગર જિલ્લામાં આવેલા ઘાસથી ભરપુર એવા વિસ્તાર વેરાવદર ખાતે 34 ચો.કિમી વિસ્તાર ધરાવે છે. અહીં કાળા હરણ અહીં તહીં ફરતાં – ચરતાં દેખાતા હોય છે.
ભાવનગરથી માત્ર 45 કિલોમીટર દુર આવેલું વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન સમગ્ર દેશ નહિ પણ વિશ્વમાં પ્રસિદ્ધ છે. ભાવનગર જીલ્લાના ભાલ વિસ્તારમાં આવેલું વેળાવદર બ્લેક્બગ એટલે કે કાળીયાર માટે સ્વર્ગ સમાન વિસ્તાર છે. વેળાવદરમાં આવેલા ઘાસના મેદાનોમાં કાળીયાર કે જે હરણની એક પ્રજાતિ છે. તેના માટે સરકાર દ્વારા રાષ્ટ્રીય ઉદ્યાન બાવવામાં આવ્યું છે.

દેશમાં માત્ર ચાર રાષ્ટ્રીય ઉદ્યાનમાનું એક એવું વેળાવદર 1976ના વર્ષમાં રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સૌરાષ્ટ્ર પ્રદેશના ભાલમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. https://wildstreakofnature.com/gu/veravadar-blackbuck-national-park/આ ભાલ વિસ્તારમાં આવેલાં ઘાસનાં મેદાનો કાળીયારને ખુબ જ માફક આવે છે. આ ઉદ્યાન જિલ્લા મુખ્ય મથક ભાવનગર શહેરથી 45 કિમી દૂર છે. ખંભાતના અખાતને કિનારે આવેલ આ ક્ષેત્ર 34.08 ચોરસ કિમી જેટલું મોટું છે. આ સ્થળ પહેલાં ભાવનગરના રજવાડાની “વીડી” હતી. વેળાવદર સપાટ જમીન, સુકાયેલું ઘાસ અને કાળિયારના ઝૂંડ હમેંશાથી પ્રવાસીઓને આ ઉદ્યાન તરફ આકર્ષિત કરતાં રહ્યાં છે.
વેળાવદરમાં કાળીયાર https://en.wikipedia.org/wiki/Blackbuck_National_Park,_Velavadarઉપરાંત વરુ અને ઘોરાડના રક્ષણ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સંપૂર્ણ રીતે ભારતીય પ્રજાતિ હોય એવા ઘોરાડ પક્ષીઓ જે એક સમયે સંપૂર્ણ ભારત ઉપ મહાદ્વીપમાં જોડવા મળતા હતાં. તેમની વસતિ હાલના દાયકમાં સમગ્ર ભારતમાં ઘટતી ચાલી છે. આ પક્ષીઓનો સૌથી મોટું સમૂહ આ ઉદ્યાનમાં રહે છે. આ ઉદ્યાનની પ્રાણી સૃષ્ટિમાં ખાસ કરીને કાળિયાર, વરુ, લોમડી, શિયાળ, સસલા, જંગલી બિલાડી મુખ્ય પ્રાણીઓ છે.

વેળાવદર આવવા ભાવનગર હવાઈ મથક હવાઈસેવા દ્વારા મુંબઈ, દિલ્હી, સુરતના આંતરરાષ્ટ્રીય હવાઈમથક સાથે જોડાયેલ છે. ભાવનગર રેલ્વે સ્ટેશન 45 કિમી દુર છે. જ્યાં થી દેશના તમામ નાનામોટા શહેરો સુધી ટ્રેન મળી શકે છે. સાથે જ દરિયાઈ સેવામાં ભાવનગરના ઘોઘા થી હજીરા સુધી રો પેક્ષ ફેરી સર્વિસ થી ભાવનગર સુધી પહોચી અને રોડ માર્ગે વેળાવદર જઈ શકાય. https://wildstreakofnature.com/gu/veravadar-blackbuck-national-park-it-is-a-privilege-to-look-at-blackbuck-national-antique-antique-and-wolf/ભાવનગર અમદાવાદમેં જોડતા શોર્ટ હાઈવે થી 10 કિલોમીટર અંદર હોવથી રોડ માર્ગ પણ પ્રવાસીઓને પહોચવામાં સરળ પડે. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન વલ્લભીપુર નામનું ઐતિહાસિક શહેર અહીંથી 15 કિમી દૂર છે. આ ઉદ્યાનમાં સરકારી વન વિભાગ દ્વારા રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે. જેમાં અગાઉથી બુકિંગ કરાવીને ડોરમેત્રીમાં ભાડેથી રહી શકાય છે.
આ ઉધાનનો દક્ષિણ વિસ્તાર પક્ષી નિરીક્ષણ કરનારા માટે એક આદર્શ સ્થાન છે. જયાં આ વિસ્તારનો સીમાવર્તી ભાગ વિપુલ સંખ્યામાં વસતા વરૂઓનો છે. જુલાઈથી માર્ચના સમયમાં વેરાવદર બ્વેકબક રાષ્ટ્રિય ઉધાનની મુલાકાત માટેનો સર્વોતમ સમય માનવામાં આવે છે.