HomeTravellingહિમાલયના દાદા, ગરવા ગઢ ગિરનારની ગરિમા સાથેનો મારો યાદગાર અનુભવ: ગ્રીષ્મા દેવમુરારી

હિમાલયના દાદા, ગરવા ગઢ ગિરનારની ગરિમા સાથેનો મારો યાદગાર અનુભવ: ગ્રીષ્મા દેવમુરારી

ગિરનાર પર્વતનો રોચક ઈતિહાસ અને તેની સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો..

Greeshma Devmurari

આજે ફરી એક ખૂબ સુંદર અને મારા માટે થોડો નવો અનુભવ કરવાની ઈચ્છા પ્રબળ બની. હું રહી રખડું મુસાફર થોડા થોડા દિવસે મને ક્યાંક જવા નાં મળે તો મન ખૂબ અકળાઈ જાય એવું મારું માનવું છે. છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ જગ્યાએ જવાનું આયોજન કરતી હતી. પરિવાર સાથે મિત્રો સાથે અને એકલા જવાનું જો કે, એકલા જવાનું આયોજન ઘણા સમયથી કરી રહી હતી. મારા ઘણા મિત્રોને ખૂબ સરસ ફરતા જોવું મારી અકળામણનું પ્રમાણ વધતું જતું હતું. અને તેમની સોસિયલ મીડિયા પરની પોસ્ટ જોઈને આનંદ પણ થાય અને સાથે સાથે માનવસહજ સ્વભાવ રહ્યો એટલે એના જેવું હું ક્યારે ફરીશ એવા વિચારો પણ આવે તે સ્વભાવિક છે.

Greeshma Devmurari

ક્યાં ફરવા જવું કેવી રીતે જવું આ બધા વિચારો વચ્ચે હમણાં એક નાની તક ઝડપી પાડી અને હંમેશા ગીરનાર તરફનો મારો લગાવ અને ત્યાંના રહસ્યોને જાણવાની ઈચ્છા એકદમ પ્રબળ બની અને હું ઉપડી પડી ગરવા ગઢ ગિરનારની ગોધમાં તો આપને મારી સાથે ગીરનારની સફર પર લઇ જાઉં તો ચાલો કરીએ ગિરનારની સફર..

બસ ઓચિંતું જ એવું મન અને વિચાર આવ્યો કે ચાલો ગિરનાર જઈ આવું. જો કે મારા પરિવાર દ્વારા ગીર જંગલમાં ફરવા જવાનું આયોજન તો થયું હતું પણ મને આ વખતે એકલા જ જવાનો વિચાર આવ્યો હતો. અને વિચાર માત્ર વિચાર જ રહે એ પહેલા અમલમાં મુક્યો અને હું નીકળી પડી ગીરનારની સફર પર ગિરનારના ટોચના ફાટોગ્રાફ મને હંમેશા ત્યાંના સૌંદ્રય અને એ નજારાને મારી આંખો અને મારા કેમેરામાં કેદ કરવાની ઘડી બહુ જ નજીક લાગવા લાગી હતી.

Greeshma Devmurari

વહેલી સવારે 7:30 વાગ્યાની જૂનાગઢ જવા માટેની બસમાં મારી સવારી નીકળી ગઈ. બોવ વધારે કંઈ વિચાર્યું નહોતું કે કેવી રીતે જવું કોઈને કહેવું કે નઈ..રહેવાની વ્યવસ્થા ક્યાં રહીશ જેવા સવાલોનું યુદ્ધ મારી અંદર ચાલી રહ્યું હતું. પણ આ બધા વચ્ચે એક વાત નક્કી હતી કે રાત્રિ રોકાણ તો અંબાજી કે એની આજુબાજુ ક્યાંક કરીશ, મારી અને કુદરત સાથે સમય વિતાવવો હતો. એટલે જમીનથી લગભગ 3300 ફુટની ઉંચાઈએ આવેલ શ્રી અંબાજી મંદિરે પહોંચીને મારી આ સફરની આગળ વધી અને પોતાની જાત સાથે અને કુદરત સાથે સમય વિતાવવાનો મોકો પણ ખૂબ સરસ મળ્યો એ પવનની લહેરો થી લઈને લીલા અને સૂકા પાંદડાઓનો અવાજ હોઈ કે પછી ગીધ અને તેના પરિવારને નિહાળવાની તક પક્ષીઓનો કલરવ હોઈ કે વાંદરાઓની મસ્તી કે પછી વહેલા સવારના સાવજોની ડણક આ ક્ષણે ક્ષણનો અદભુત અનુભવ મારા જીવનના શ્રેષ્ઠ અનુભવો માનો એક બનીને રહી ગયો.

Greeshma Devmurari

સૂર્યાસ્ત અને સૂર્યોદયનાં કલર જાણે એક બિજામા સમાતા હોય એ જોવાની ક્ષણ કદાચ હું શબ્દોમાં ક્યારેય નહિ વર્ણવી શકું ચંદ્રની ચાંદીની કે તારાઓનો ટમટમાટ એમાં તમરાઓનું ગુંજન એક અલગ જ શાંતિનો અનુભવ થયો આ સાથે હિંદુ ધર્મમાં શ્રદ્ધાળુઓ માને છે કે ઉઘાડા પગે ગિરનારનાં પગથીયા ચઢવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ગિરનાર ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાંનો એક છે. પ્રાચીન અને અર્વાચીન, બન્ને રીતે આ પવિત્ર સ્થળ ગિરનાર છે. જે હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં લોકો માટે મહત્વનું યાત્રાધામ છે. અહીં આવેલું મીરા દાતાર મુસ્લિમોનું પવિત્ર સ્થળ છે. એમાં જટાશંકર મંદિર, ગિરનાર પર્વત, અંબાજી મંદિર, જૈન દેરાસર મંદિર અને એની શિલ્પ કલાકારી, આ ઉપરાંત રસ્તામાં આવતા કેટકેટલાય મંદિરો અને આશ્રમો તેમજ તમામનો ઇતિહાસ અને ખાસિયતોની સાથે પ્રતિક્ષણ કુદરતે બસ મોજ કરાવી છે.

Greeshma Devmurari

ગિરનાર ચોર્યાશી સિધ્ધોનું નિવાસ સ્થાન છે. ભવનાથનો સેંકડો વર્ષોથી સાધુ-સંતોનો મેળો ભરાય છે. દેશ વિદેશથી સાધુ-સંતોની વચ્ચે સંત સમાગમ તથા સત્સંગ કરવા ગિરનારની ગોદમાં આ ભવનાથનાં મેળે આવે છે. અમરાત્મા અશ્વત્થામા અને પાંચ પાંડવો આ ભવનાથનાં મેળામાં શિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સ્નાન કરી અને ભવનાથ મહાદેવનાં દર્શન કરવા આવે છે તેવી પણ એક લોકવાયકા છે. આમ પણ આ મેળાની સાથે જોડાયેલ મહત્વની બે જગ્યાનો પુરાણો ઇતિહાસ છે.

Greeshma Devmurari

પુરાણકારોએ લેખકોએ અને કવિઓએ પોતાની કલમ દ્રારા ગિરનારને બિરદાવ્યો છે અને ઉપસાવ્યો છે. ગિરનારનું પરમ સૌંદર્ય વિશિષ્ટ અને વૈવિધ્યસભર વનસ્પતિઓને આભારી છે. યોગીઓ, સંતો, સિધ્ધો અને સાધુઓનું ગિરનાર નિવાસસ્થાન છે. તેની ગેબી ગુફાઓ અને કોતરોમાં અઘોરીઓ વસે છે. ગિરનારને ઇતિહાસ પુરાણ માં રૈવત, રેવંત, રૈવતક, કુમુદ, રૈવતાચળ અને ઉજજ્યંત પર્વત તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. ગિરનારને વસ્ત્રાપથ ક્ષેત્ર પણ કહે છે. કારણકે વસ્ત્રોનો ત્યાગ કરી જયાં સિધ્ધોએ તપ કર્યુ તેથી આ ક્ષેત્રને વસ્ત્રાપથ કહે છે. ગીરનાર જેટલો જાણીએ એટલો ઓછો પડે અનેકો ઇતિહાસ ગિરનાર પોતાની ગોધમાં સમાવીને બેઠો છે. આવી અનેક વાતો આ મહાપ્રભાવક, ચમત્કારી ગિરનારના ઈતિહાસ સાથે ફરી મળીશું,

Greeshma Devmurari

મીત્રો આજે આ લેખમાં આટલું જ ફરી મળીશું આવતા અંકમા ફરી ગિરિનગર અને રૈવતક પર્વતની પૌરાણિક સ્થળની સફર ચાલુ રાખીશું..

Writer: Greeshma Devmurari, Nature lover and Traveller

તુલશીશ્યામ: રહસ્યમય અને અલૌકિક ધાર્મિક સ્થાન

- Advertisment -