માતા સ્વાતિ દ્વારા બચ્ચાંની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તથા બચ્ચું બન્ને તંદુરસ્ત છે.
રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે એશિયાઇ સિંહણએ સિંહ બાળને જન્મ આપ્યો છે. જેના કારણે કર્મચારીઓમાં ખુશી જોવા મળી રહી છે. એશિયાઇ સિંહ નર હરીશ તથા માદા સિંહણ સ્વાતીના સંવનનથી 105 દિવસના ગર્ભાવસ્થાના અંતે સિંહ માદા સ્વાતી દ્વારા આ સિંહ બાળનો જન્મ થયો છે.
રાજકોટ શહેરનાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પારણું બાંધવાની મોસમ ખીલી છે. સિંહણ સ્વાતિએ સિંહ બાળને જન્મ આપ્યો છે. સિંહ હરીશ અને સિંહણ સ્વાતિના સંવનન થકી એક સિંહ બાળનો જન્મ થયો છે. રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે 12મી તારીખનાં રોજ એશિયાઇ સિંહએ સિંહ બાળને જન્મ આપ્યો હતો. મેયર ડૉ. પ્રદિપડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને બાગબગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનીતાબેન ગોસ્વામીએ સંયુક્ત યાદીમાં માહિતી આપીને જણાવ્યું હતું.
એશિયાઇ સિંહ નર હરીશ તથા માદા સિંહણ સ્વાતીના સંવનનથી 105દિવસના ગર્ભાવસ્થાના અંતે સિંહ માદા સ્વાતી દ્વારા સિંહ બાળનો જન્મ થયેલ છે. માતા સ્વાતી દ્વારા બચ્ચાંની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તથા બચ્ચું બન્ને તંદુરસ્ત છે. ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્ચાંનું સીસીટીવી દ્વારા રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવે છે.
સિંહણ સ્વાતીએ આ બીજી વખત બચ્ચાને જન્મ આપેલ છે. સિંહ નર “નીલ” સાથેના સંવનનથી ત્રણ સિંહ બાળને જન્મ આપેલ હતા. સામાન્ય રીતે સિંહ, વાઘ, દિ૫ડા જેવા બિલાડી કુળના મોટા પ્રાણીઓ સરેરાશ બેથી ત્રણ બચ્ચાંને જન્મ આ૫તા હોય છે. ખૂબજ ઓછા કિસ્સામાં એક બચ્ચું અથવા ચારથી પાંચ બચ્ચાંઓ જન્મતા હોય છે.
રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપેનું નૈસર્ગીક વાતાવરણ એશીયાઇ સિંહ તથા સફેદ વાઘને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહેલ છે. હાલ ઝૂ ખાતે એશીયાઇ સિંહ બાળ–01નો જન્મ થતા એશીયાઇ સિંહની સંખ્યા 15 થઇ ગયેલ છે. જેમાં પુખ્ત નર-05, પુખ્ત માદા-૦૯ તથા બચ્ચા-01નો સમાવેશ થાય છે.