ઉપગ્રહની મદદથી ઍન્ટાર્કટિકામાં સંશોધન કરનાર બ્રિટનના સંશોધકોએ પેન્ગ્વિન પક્ષીની બ્રીડિંગ સાઇટ શોધી કાઢી હતી.
બરફથી આચ્છાદિત ખંડમાં આ વિલુપ્ત થઈ રહેલા પક્ષીની 66મી સાઇટ છે. પશ્ચિમ ઍન્ટાર્કટિકામાં પક્ષીનાં મળમૂત્રના ડાઘના આધારે આ સાઇટ શોધી કાઢવામાં આવી હતી. સમુદ્રના બરફ પીગળવાને કારણે આવતી સદી સુધી આ પક્ષીઓની સંખ્યામાં 80 ટકા ઘટાડો થશે.
ઍન્ટાર્કટિકામાં શોધાયેલી આ પેન્ગ્વિનની નવી કૉલોનીની ઘોષણા બ્રિટિશ સર્વે દ્વારા પેન્ગ્વિન અવેરનેસ ડેના દિવસે કરવામાં આવી હતી. વૈજ્ઞાનિકોએ અગાઉ પણ સમુદ્રના પક્ષી તરીકે જાણીતા આ પેન્ગ્વિનની નવી વસાહતો વિશે એના મળમૂત્રના ડાઘના ઉપગ્રહે લીધેલા ફોટોના આધારે કરી હતી. અત્યાર સુધી પેન્ગ્વિનની નવી 66 વસાહતો શોધવામાં આવી છે, જે પૈકી આવી 33 વસાહતો સૅટેલાઇટની મદદથી શોધી શકાઈ છે. સમ્રાટ પેન્ગ્વિન એક અનોખી પ્રજાતિ છે, જે દરિયાઈ બરફ પર પ્રજનન કરે છે. એમના વસવાટને કારણે પડતા ડાઘને કારણે એના પ્રદેશ શોધવાનું સરળ બને છે. દરિયાનો બરફ પીગળવાને કારણે એમની વસાહતોને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે.