HomeWildlife Specialરેડિયો-કોલરની મદદથી એશિયાટીક સિંહોનું સાસણ ગીરમાં રક્ષણ કરાશે

રેડિયો-કોલરની મદદથી એશિયાટીક સિંહોનું સાસણ ગીરમાં રક્ષણ કરાશે

ગુજરાતની આન બાન અને શાન સમા ગીરની સાવજની પજવણીના છેલ્લા કેટલાક સમયથી અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. દિવસેને દિવસે સિંહોની પજવણી વધી રહી છે. અને ગીરમાં કોઈને કોઈ કારણસર સતત મૃત્યુ પામી રહેલા સિંહોની સંખ્યા મામલે રાજ્ય સરકારે ચિંતા વ્યક્ત કરી છે. હવે એશિયાટીક સિંહોને બચાવવા માટે સરકાર મહત્વનું પગલું ભરવા જઈ રહી છે. જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લાઓ સિંહો માટેનું આશ્રય સ્થાન છે. આ વિસ્તારમાં આવેલા તમામ સિંહોના રક્ષણ માટે સરકાર તેમને રેડિયો-કોલર ફાળવશે. આ રેડિયો-કોલર એક પ્રકારનું જીપીએસ ડિવાઈસ છે જેનાથી સિંહનું લોકેશન જાણી શકાશે. ઉપરાંત સિંહના રક્ષણ માટે સિંહ મિત્રોની પણ મદદ લેવામાં આવશે.

WSON Team

મળતી માહિતી મુજબ રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની આગેવાનીમાં એક બેઠક મળી હતી જેમાં નક્કી કરાયું કે દેશમાં વાઘના વિવિધ અભ્યારણ્યો માટે જેવી રીતે રેડિયો-કોલરનો ઉપયોગ કરાયો તેવી જ રીતે એશિયાટીક સિંહો માટે પણ રેડિયો-કોલરનો ઉપયોગ કરવામાં આવશે. ફોરેસ્ટ વિભાગના રાજ્ય પ્રધાન રમણલાલ પાટકરે કહ્યું કે રેડિયો-કોલરનો ઉપયોગ કરવો પ્લાનનો આવશ્યક હશે. વધુમાં કહ્યું કે, “ડિવાઈસ જીપીએસથી કનેક્ટેડ હશે અને દરેક સિંહની પ્રતિક્રિયા, સિંહોનું લોકેશન અને સિંહની ઉંમર અને હાલ તે કયા વિસ્તારમાં છે તે સહિતની ઉપયોગી માહિતી નોંધવામાં મદદ કરશે. સિંહને ટ્રેક કરીને તેમને બચાવી શકાય તેમ છે.” રેડિયો કોલરની વાત કરીએ તો રેડિયો કોલર જીપીએસ ટ્રેકિંગ ડિવાઈસ છે, જેના દ્વારા સિંહ કઈ બાજુ જઈ રહ્યો છે, કેટલી ઝડપે ભાગી રહ્યો છે, ઉભો છે કે કૂદકો લગાવી રહ્યો છે વગેરે જેવી બધી જ માહિતી જાણી શકાશે. આ ડિવાઈસથી સિંહના રિસર્ચમાં પણ મદદ મળી રહેશે.

WSON Team

રમણલાલ પાટકરે વધુમાં જણાવ્યું કે આગામી એક મહિનામાં આ યોજનાનું અમલિકરણ કરી 600 જેટલા એશિયન સિંહો પર રેડિયો-કોલર ડિવાઈસ લગાવવામાં આવશે. સૂત્રોએ જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ પાછળ 2 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કોઈ શંકાસ્પદ સ્થિતિ જણાય જેમ કે એક જગ્યાએ સિંહ વધુ સમય સુધી ફસાઈ ગયો હોય વગેરે જેવી સ્થિતિમાં તેમને બચાવવા માટે ફોરેસ્ટ ગાર્ડ અથવા પોલીસને મોકલવામાં આવશે. પાટકરે કહ્યું કે સિંહની વસતી 513થી વધીને 600 થઈ ગઈ છે. જો કે અકુદરતી રીતે 57 સિંહના મોત થતાં આ પગલું ભરવું જરૂરી હતું.

WSON Team

અમરેલી, જૂનાગઢ અને ગીર-સોમનાથમાં ખુલ્લા કુવામાં પડવાથી કુલ 17 સિંહ મૃત્યુ પામ્યા હતા, 13 સિંહનું ટ્રેન અકસ્માતમાં મૃત્યુ થયું હતું, રોડ પસાર કરતી વખતે ૩ સિંહ મૃત્યુ પામ્યા હતા, ડૂબવાથી 5 સિંહ મૃત્યુ પામ્યા હતા,રાજ્ય સરકાર ગીર ફોરેસ્ટમાં અંદાજે સૌ થી વધુ સિંહ મિત્રોની નિયુક્તિ કરવામાં આવશે.

- Advertisment -