ગુજરાત સરકારે એશિયાટીક સિંહોને લઈને અને સિંહોને રક્ષણને લઈને મહત્વર્પુણ જાહેરાત કરવામાં આવી કે, વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ, 1972ના સેક્શન 9 અંતર્ગત સિંહની હેરાનગતિ કરનારા લોકોને કડક સજા કરવામાં આવશે. ગેરકાયદેસર સિંહ દર્શન, વાહનોથી સિંહોનો પીછો કરવો, ગેરકાયદેસર વીડિયો શૂટ કરવા, આ બધાની ગણતરી હેરેસમેન્ટમાં કરવામાં આવશે.
સરકારે ચેતવણી આપી છે કે જે વ્યક્તિ સિંહને ખલેલ પહોંચડાતી દેખાશે તેને સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે રાજયમાં લગભગ 22 હજાર સ્ક્વેર મિટર વિસ્તારમાં સિંહનો રહેણાંક વિસ્તાર પથરાયેલો છે, જે અત્યારે ચાર અલગ અલગ ઓથોરિટીના કંટ્રોલમાં છે. સરકારે જાહેરાત કરી છે કે, એક જ ઓથોરિટી દ્વારા આખા વિસ્તારનું મેનેજમેન્ટ થાય તેવી રચના કરવામાં આવશે.
રાજ્યના વન વિભાગના મંત્રી ગણપત વસાવાએ કહ્યું કે, અમે અધિકારીઓને સૂચના આપી છે કે પ્રાણીઓને હેરાન કરનારા લોકો સામે શિકારનો ગુનો દાખલ કરવામાં આવે. કાયદા અનુસાર, શિકાર એટલે માત્ર પ્રાણીને મારવું જ નહીં, તેમે તેની હેરાનગતિ પણ શામેલ છે. વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત શિડ્યુલ 1ના પ્રાણીઓને મહત્તમ પ્રોટેક્શન આપવામાં આવે છે.
તાજેતરમાં જ ગીર જંગલમાં સિંહની હેરાનગતિના અનેક વીડિયો વાયરલ થતા ગુજરાત સરકારની ઘણી ટીકા થઈ હતી. મુખ્યમંત્રી વિજય રુપાણીએ સોમવારના રોજ એક રિવ્યુ મીટિંગ કરી હતી જેમાં સિંહ સંરક્ષણ માટેની સ્ટ્રેટેજી પર ચર્ચા કરવામાં આવી હતી. મંગળવારના રોજ વસાવાએ 13 મુદ્દાઓનો કન્ઝર્વેશન પ્લાન જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલમાં ગીર જંગલ વિસ્તારમાં પહેલાની સરખામણી કરતા અત્યારે સિંહોની સંખ્યામાં પણ વધારો થયો છે.અંદાજે 600ની આસપાસ સિંહોની સંખ્યા પહોચી છે. જૂનાગઢમાં આવેલા ગીર અભયારણ્ય અને અમરેલી, ભાવનગર, ગિર-સોમનાથ અને પોરબંદરના લગભગ 1 હજારથી પણ વધુ ગામમાં સિંહનો વસવાટ છે. હવે જયારે રાજય સરકાર દ્વારા સિંહોના રક્ષણને લઈને મહત્વપુર્ણ જાહેરાત કરી છે. ત્યારે હવે આવનાાર દિવસોમાં ચોક્કસ પણે સિંહો પોતાના ઘર એવા જંગલમાં સુરક્ષાનો અનુભવ કરી શકશે.