HomeTravellingરણથંભોર અભયારણ્ય: વાઘ ( Tiger )નું ઘર

રણથંભોર અભયારણ્ય: વાઘ ( Tiger )નું ઘર

રણથંભોર નેશનલ પાર્કએ ઉત્તર ભારતના સૌથી મોટા નેશનલ પાર્કમાનો પૈકી એક છે. રણથંભોર કુલ 392 કિ.મી માં ફેલાયેલું છે. રણથંભોર રાજસ્થાનના સવાઈ માધોપુર જીલ્લામાં આવેલું છે. રણથંભોર નેશનલ પાર્કનું નામ રાજસ્થાનના રણથંભોર કિલ્લા ઉપરથી રાખવામાં આવ્યું છે.આ નેશનલ પાર્ક રાજસ્થાનનું એક આકર્ષણનું કેન્દ્ર છે. રણથંભોરમાં નિવાસ કરતા વન્યપ્રાણીઓને નિહાળવા માટે લોકો દેશ વિદેશથી આવે છે.

સૌપ્રથમ ભારત સરકારે રણથંભોરને વર્ષ 1955માં સવાઈ માધોપુરમાં રણથંભોરની રમત અભયારણ્ય તરીકે સ્થાપના કરવામાં આવી હતી. જોકે વર્ષ 1973માં આ પ્રોજેકટને ટાઈગર રીર્ઝવ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 1980માં રણથંભોર કાયદેસર રીતે રાષ્ટ્રીય ઉદ્યાન બની ગયું હતું. વર્ષ 1984માં રણથંભોરની બાજુમાં આવેલા જંગલોને સવાઈ માનસિંહ અને કેળાદેવી નામ આપી રણથંભોરના વિસ્તારમાં જ સમાવી લેવામાં આવ્યા હતા.

WSON Team

રણથંભોર નેશનલ પાર્ક વન્યજીવ અભયારણ્ય તેના વાઘ( Tiger ) માટે જાણીતું છે. અને ભારતના શ્રેષ્ઠ સ્થળો પૈકી માનું એક સ્થળ છે. રણથંભોર નેશનલ પાર્કમાં પ્રાણીઓને તેમના કુદરતી જંગલ નિવાસસ્થાનમાં જોવા મળે છે.આ નેશનલ પાર્કમાં વાઘ( Tiger )ને સરળતાથી દિવસ દરમિયાન હરતા ફરતા જોઈ શકાય છે. રણથંભોર નેશનલ પાર્કમાં વન્ય જીવોને નિહાળવા જવાનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી મે મહિનાનો છે. અહી આ સમય દરમિયાન વન્યજીવો ખુબ જ સરળતાથી જોવા મળે છે.

રણથંભોર નેશનલ પાર્કનું બંધારણ ઘણું ચોકસાઈથી કરવામાં આવ્યું છે. જેથી અહી વસતા વન્યજીવોને કોઈ હાની કે તકલીફના પહોચે રણથંભોર અભયારણ્યમાં વાઘ( Tiger ) સિવાય પણ ઘણા બધા વન્યપ્રાણીઓ વસવાટ કરે છે. વાઘ ( Tiger )સિવાય આ અભયારણ્યમાં ચિત્તા, જંગલી ડુક્કર, સાબર, નિલગાય, સ્લોથ બીઅર, હાઈના, દક્ષિણ મેદાનો, લંગુર, રીસસ મેકાક વાનર અને ચિત્તલનો સમાવેશ થાય છે.

WSON Team

રણથંભોરમાં વન્યપ્રાણીઓ સિવાય વિવિધ પ્રકારના ઝાડ અને છોડનો પણ સમાવેશ થાય છે. આ અભયારણ્યમાં વિવિધ પક્ષીઓ તેમજ સરિસૃપનું પણ ઘર માનવામાં આવે છે. જોકે રણથંભોર તેના વાઘ( Tiger ) અને સિંહની વસ્તી માટે જાણીતું હતું અને છે. અહી વાઘ( Tiger ) અને સિંહની વસ્તી ઘણી જોવા મળતી હતી.

પરંતુ જેમ જેમ પાર્ક પ્રવાસન અને આસપાસના પાડોશી ગામોની વસ્તી વધતી ગઈ તેમ તેમ અહીં વન્યજીવની વસ્તી ઘટતી હોવાનું સામે આવ્યું હતું. અહીં વારંવાર શિકારના બનાવ વધવા લાગ્યા હતા. ભયજનક રીતે વન્યજીવોની વસ્તી ઘટતા અંતે ભારત સરકારે 1973માં પ્રોજેકટ ટાઈગર શરૂ કર્યો હતો. રણથંભોરના 60 કિ.મીના વિસ્તારને વાઘ( Tiger ) અભયારણ્ય તરીકે ફાળવવામાં આવ્યો હતો. આ ક્ષેત્ર પાછળથી વિસ્તૃત બન્યું જે હવે રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખાય છે.

- Advertisment -