ઓડિશાના જંગલમાં સુડો-મેલાનિસ્ટિક વાઘના પરિવારની એક શૉર્ટ વિડિયો-ક્લિપ શૅર કરી છે.
જંગલી પ્રાણીઓને તેમના પ્રાકૃતિક રહેઠાણમાં રહેતા હોવાના વિડિયો જોવા હમેશાં આકર્ષક હોય છે અને એમાં પણ જો કોઈક રૅર ઍનિમલનો વિડિયો જોવા મળી જાય તો એ વધુ આકર્ષક થઈ પડે છે. આનું ઉત્તમ ઉદાહરણ છે ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસ ઑફિસર સુસાંત નંદા દ્વારા એક્સ પર શૅર કરવામાં આવેલો વિડિયો.
નંદાએ ઓડિશાના જંગલમાં સુડો-મેલાનિસ્ટિક વાઘના પરિવારની એક શૉર્ટ વિડિયો-ક્લિપ શૅર કરી છે. નોંધનીય રીતે આ મેલાનિસ્ટિક વાઘ રૅર જોવા મળતા વાઘ છે, બ્લૅક સ્ટ્રાઇપ્સને કારણે એમને રૉયલ બેન્ગૉલ ટાઇગરથી જુદા પાડે છે, જે માત્ર ઓડિશામાં જ મળી આવ્યા છે. તેમને તેમની ડાર્ક અને ઊંડી બ્લૅક સ્ટ્રાઇપ પૅટર્નને કારણે ‘બ્લૅક ટાઇગર્સ’ તરીકે ઓળખવામાં આવી રહ્યા છે.
ફૉરેસ્ટ ઑફિસરે શૅર કરેલા વિડિયોની કૅપ્શનમાં દર્શાવાયું છે કે ‘કુદરત ક્યારેય આપણને આશ્ચર્યચકિત કરવામાં નિષ્ફળ નથી જતી. આ એક રૅરેસ્ટ ઑફ ધ રૅર ઓડિશાના જંગલમાંથી સુડો-મેલાનિસ્ટિક વાઘનો પૂરો પરિવાર છે.’ આ વાઘની તસવીરો કેદ કરવા માટે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે એક ઇન્ફ્રારેડ કૅમેરા સેન્સર મૂક્યાં છે, જે હલનચલન કરતા ઑબ્જેક્ટથી ઍક્ટિવ થઈ જાય છે અને આવી રૅર તસવીરો ખેંચી લે છે.