સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ઝુઓલોજીકલ પાર્કમાં નવા પ્રાણીઓનુ આગમન થયું છે. ઓરેન્ગ્યુટેન, જેગુઆર અને સફેદ સિંહ પાર્કમાં દેખાશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 375 એકરમાં પથરાયેલા ઝૂઓલોજીકલ પાર્કએ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષનારૂ છે. દર વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લાખો લોકો મુલાકાત લેતા હોય છે. ઝૂઓલોજીકલ પાર્ક જંગલ સફારીમાં 1500થી વધુ દેશી અને વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓ ખુલ્લા મોટા બેરેકમાં મુકવામાં આવ્યા છે. અને સમયાંતરે નવા પશુઓ પક્ષીઓનો જંગલ સફારીમાં ઉમેરો કરવામાં આવે છે. આગાઉ સ્નેક હાઉસ પણ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. હવે નવા ત્રણ વિદેશી પ્રાણીઓને દુબઈના એનિમલ ઝૂમાં લાવવામાં આવ્યા છે.
ઓરેન્ગ્યુટેન, જેગુઆર અને સફેદ સિંહ પાર્કમાં મળશે જોવા
SOU ના ceo ઉદિત અગ્રવાલેએ જણાવ્યું હતું કે ત્રણ પ્રાણીઓ દુબઈના ઝૂ માંથી લાવવામાં આવ્યા છે. ત્રણ પ્રાણીઓ દુબઈના ઝૂ માંથી લાવવામાં આવ્યા છે. આગામી સમયમાં ઓરેન્ગ્યુટેન, જેગુઆર અને સફેદ સિંહ પ્રવાસીઓને બતાવશે. ઇન્ડોનેશિયામાં ઓરેન્ગ્યુટેન પ્રજાતિ જોવા મળે છે. વધુમાં ઇન્ડોનેશિયામાં આ ઉંરાંગ ઉટાંગ પ્રજાતિ જોવા મળે છે. જયારે અમેરિકાના એમેઝોન જંગલમાંથી જેગુઆર હિંસક પ્રાણીની પ્રજાતિ મળી આવે છે. જયારે સાઉથ આફીકામાં સફેદ સિંહ જોવા મળે છે. આ ત્રણેય પ્રજાતિ ભારતમાં જોવા મળતી નથી. એટલે કેવડિયા જંગલ સફારીમાં આ ત્રણેય પ્રાણીઓ લાવવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં પ્રવાસીઓને આ પ્રાણીઓ જોવા મળશે.
વિશ્વભરમાંથી પ્રવાસીઓ અહીંયા આવે છે
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોકો તેઓનાં પરિવારજનો સાથે અહીંયા આવ્યા હતા. તેમજ તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવેલ સુંદર જગ્યા જોઈ મંત્રમુગ્ધ થયા હતા. વિશ્વભરમાંથી પ્રવાસીઓ અહીંયા આવતા હોય છે. ત્યારે પ્રવાસીઓમાં હજુ વધારો થઈ રહ્યો છે. અને આગળ પણ થતો રહેશે.