એશિયાટીક સિંહોના લેવાયા બ્લડ સેમ્પલ
ગીરના દલખાણીયામાં 23 એશિયાટીક સિંહોના મોત બાદ હવે વનવિભાગ દ્વારા બીજા તબક્કાની તપાસ શરૂ કરવામાં આવી છે. વનવિભાગ દ્વારા ખાંભા પંથકના 9 સિંહનુ રેસ્ક્યું કરવામાં આવ્યું છે. મૃતક સિંહમાં કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસની ચકાસણી શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ પીપળવામાંથી એશિયાટીક સિંહ અને સિંહણના સેમ્પલ લેવામાં આવ્યા છે. ભાણીયામાંથી 2 સિંહણ, 1 બાળસિંહ, કોદીયામાંથી 2 સિંહણ અને ધૂંધવાણામાંથી 2 સિંહણના સેમ્પલ લેવામાં આવ્યા છે. વનવિભાગે એશિયાટીક સિંહોના સેમ્પલ લઈને પુના અને ગાંધીનગરની લેબમાં મોકલવામાં આવ્યા છે.
ગીરમાં 23 એશિયાટીક સિંહોના મોત બાદ સરકાર વધુ કડક બની છે. અને દિવાળી પહેલા જ તવાઈ બોલાવવામાં આવી છે. આ સંયુક્ત ઓપરેશનમાં ગીર આસપાસના ચિત્રોડા, બોરવાવ, ધાવા સહિતના વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યું હતું.