HomeWild Life Newsવંથલી: વાહન હડફેટે વધુ એક દીપડાનું મોત

વંથલી: વાહન હડફેટે વધુ એક દીપડાનું મોત

દસ દિવસમાં દિપડાના મોતની બીજી ઘટના

વંથલીના દિલાવરનગર નજીકથી દીપડાનો રોડ પરથી મૃતદેહ મળ્યો હતો. વનવિભાગે પીએમમાં ખસેડતા દીપડાનું પેટના ભાગે ઇજા થવાથી મોત થયાનું સામે આવ્યું હતું. વાહન હડફેટે આ ઇજા થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ વંથલીના દિલાવરનગર નજીક હાઇવે પરથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ અંગે જાણ કરતા વનવિભાગના સ્ટાફે આવી તપાસ કરતા ત્રણ વર્ષનો દીપડો હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં વનવિભાગે દીપડાનો મૃતદેહને પીએમ માટે જૂનાગઢ સક્કરબાગ ખાતે ખસેડાયો હતો. જયાં દીપડાને પેટમાં ગંભીર ઇજા થવાથી મોત થયાનું બહાર આવ્યું હતું. જોકે રાત્રીના સમયે કોઇ વાહન હડફેટે દીપડાનું મોત થયાનું અનુમાન છે.

અત્રે નોંધનીય છે કે દસેક દિવસ પહેલા પણ વંથલી નજીક વાહન હડફેટે દીપડાનું મોત થયું હતું. દસ દિવસમાં વંથલી પંથકમાં આ બીજી ઘટના બની છે.

- Advertisment -