HomeAnimalsAsiatic Lionsવર્ષ 2016-17માં ગુજરાતમાં 184 સિંહોના મોત

વર્ષ 2016-17માં ગુજરાતમાં 184 સિંહોના મોત

વર્ષ 2016માં 104 અને વર્ષ 2017માં 80 સિંહોના મોત થયા.

સોમવારના રોજ ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા સત્રમાં ગુજરાતના ગીરમાં કેટલા સિંહોના મોત થયા છે તે અંગેની પ્રશ્ર્નોતરી થતા ચોંકાવનારો આંકડો સામે આવ્યો હતો. સરકારી આંકડા મુજબ છેલ્લા બે વર્ષમાં કુલ 184 સિંહોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2016માં 104 અને વર્ષ 2017માં 80 સિંહોના મોત થયા છે. જોકે એક તરફ સિંહોની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે આ આંકડા સામે આવતા ચોક્કસ દુ:ખ થાય તે સ્વભાવિક છે. જોકે આંકડાકીય માહિતી પ્રમાણે જોઈએ તો કુદરતી રીતે 152 સિંહોના મોત થયા છે. જયારે 32 સિંહોના અકુદરતી રીતે મોત થયા છે. સોમવારના રોજ ગુજરાત વિધાનસભામાં રાજયના વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવાએ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પુછેલા સવાલના જવાબ આપતા આ ચોકનારો આંકડો સામે આવ્યો હતો. છેલ્લા બે વર્ષમાં 74 સિંહણ અને 39 બાળ સિંહ તેમજ 71 સિંહોના મોત થયા છે.

wildstreakofnature.com

વર્ષ 2016માં 21 સિંહ, 40 સિંહણ અને 21 બાળસિંહના કુદરતી રીતે મોત થયા

વર્ષ 2017માં 11 સિંહ, 17 સિંહણના અને 25 બાળસિંહના કુદરતી રીતે મોત થયા

જયારે અકુદરતી રીતે વર્ષ 2016માં 3 સિંહ, 7 સિંહણ અને 2 બાળસિંહના મોત થયા

જયારે અકુદરતી રીતે વર્ષ 2017માં 4 સિંહ, 10 સિંહણ અને 6 બાળસિંહના મોત થયા

 

 

- Advertisment -