જૂનાગઢ ગિરનાર જંગલમાં એક એશિયાટીક સિંહ બાળ અશક્ત હોવાના સમાચાર મળતા 108 જેવી એક એમ્બ્યુલન્સ સાયરન વગાડતી જંગલમાં આવી પહોંચી હતી.

એશિયાટીક સિંબ બાળને તાત્કાલિક સારવાર મળતા તેનો જીવ બચાવી લેવાયો હતો. જૂનાગઢ અને ખાસ કરીને ગીર જંગલના વન્ય જીવોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હાલ માં જ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી એ એનિમલ કેર એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કર્યો હતો.
હાલમાં જ આ એમ્બ્યુલન્સ દ્વારા ગીરનારના જંગલમાંથી નવજાત એશિયાટીક સિંહબાળને તાત્કાલિક સારવાર આપવામાં આવી અને વધુ દેખરેખ માટે જુનગઢ સક્કરબાગ ઝુ ખાતે લઈ જવાયો હતો.

આ અંગે વધુ વિગત આપતા વન્ય વર્તુળ વિભાગના મુખ્ય અધિકારી ર્ડા, ડી. ટી વસાવડા એ જણાવ્યું હતું કે, વન વિભાગ ને જેવી ખબર પડી કે એશિયાટીક સિંહ બાળ શારીરિક રીતે બીમાર જણાઈ રહ્યું છે. તો તરત જ એનિમલ કેર એમ્બ્યુલન્સ રવાના કરવામાં આવી જેમાં એક વેટરનીતિ ડોકટર તેમજ કેર ટેકર ને મોકલવામાં આવ્યા હતા. તેઓએ ઘટના સ્થળ પર પહોંચી તાત્કાલિક સારવાર આપી તેમજ વધુ સારવાર માટે જૂનાગઢ સક્કરબાગ ઝુ ખાતે લઈ આવ્યા હતા. સમયસર પહોંચેલ એમ્બ્યુલન્સથી એશિયાટીક સિંહબાળ બચાવી શકાયું હતું.

આવી આધુનિક સુવિધા ધરાવતી એમ્બ્યુલન્સના આવવાથી હવે વધુ સમયસર વન્ય જીવોની સારવાર થઈ શકશે અને વનયજીવોના વધુને વધુ જાન બચાવી શકાશે. હાલ જૂનાગઢ અને ગીર જંગલ માટે આવી એનિમલ કેર એમ્બ્યુલન્સ સેવા માટે 4 એમ્બ્યુલન્સ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે.