HomeWild Life Newsનર્મદા: 1000 એકર જમીનમાં બનશે જંગલ સફારી પાર્ક

નર્મદા: 1000 એકર જમીનમાં બનશે જંગલ સફારી પાર્ક

આગામી તા.31ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લું મુકશે,

ગુજરાતના નર્મદા જીલ્લાના કેવડીયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના એક વર્ષ પૂર્ણ થતાં આગામી તા.31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક વર્ષની પૂર્ણતાનો ભવ્ય કાર્યક્રમ યોજનારો છે. ત્યારે એક વર્ષના ટૂંકા ગાળામાં 40 થી વધુ પ્રોજેક્ટો નું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે કરવામાં આવશે. જેની સાથે 30 જેટલા પ્રોજેક્ટો નું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે.

Social Media
Social Media

સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી નર્મદામાં સૌથી મોટું આકર્ષણ જંગલ સફારી બનશે. જે પ્રવાસીઓ માટે એકદમ જંગલની અનુભુતી કરાવશે અને સુવિધા થી સજ્જ બનાવવામાં આવી રહ્યું છે. જેની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. જોકે સફારી પાર્કના માટે ચાલતી તડામાર તૈયારીઓ તાલી રહી છે અને સ્ટેચ્યુ પાસે બોર્ડ હોર્ડિંગ્સ લાગ્યા લગાવવામાં આવ્યા છે.જંગલ સફરી પાર્કનો પ્રવેશ દ્વાર પણ એકદમ આકર્ષક બનાવવામાં આવી રહ્યો છે.આ જંગલ સફારી પાર્ક ને તા. 31 ઓક્ટોબર પહેલા તૈયાર કરવા તંત્રએ કમર કસી છે.

આ સફારી ની ખાસ વિશેષતાઓ

WSON Team

  • આ સફારી પાર્કમાં ઇકો મોટરથી પ્રવાસીઓ ફરશે.
  • જંગલ સફારી પાર્કમાં 7 ઝોનમાં અલગ અલગ પ્રાણીઓ રહેશે.
  • સપાટ સફારી ની જગ્યાએ જંગલ લૂક આપવામાં આવ્યું છે.
  • પ્રવાસીઓને જાણે જંગલ માં ફરતા હોય એવો અનુભવ થશે.
  • દેશભરના વિવિધ રાજ્યો માંથી ખાસ પ્રાણીઓ લાવવા માં આવશે.
  • ભારત જ નહીં વિદેશોમાં થી પણ પ્રાણીઓ અને પક્ષીઓ મંગાવ્યા છે.
  • જૂનાગઢ ના સક્કર બગમાંથી વાઘ, સિંહ સહિત ના જંગલી પ્રાણીઓ લાવવામાં આવશે.
  • જંગલ સફારી પાર્કમાં 1800 થી વધુ પશુ પક્ષીઓ અને જળચર સરીસૃપો લાવવા માં આવશે.

જંગલ સફરી પાર્કમાં કયા-કયા પ્રાણીઓ લવાશેWSON Team

સિંહ, વાઘ,ચિત્તો,દીપડો, ઉરાન ઉટાંગ, રિછ, શાહમૃગ, ઓટરિચ, વિવિધ પક્ષીઓ વિદેશી કંગરુ, રિછ, ચિમ્પઝી, સ્થાનિક કોબ્રા, રસેલ વાઈપર ,ક્રેર અજગર જેવા ઝેરી બિન ઝેરી સાપો પણ અહિયાં સફારી પાર્ક માં લવાશે.

સ્ટેચ્યુની આજુબાજુમાં કેવા પ્રોજેક્ટો ખુલ્લા મુકાશે

સફારી પાર્ક, એકતા નર્સરી, એકતા મોલ, એમ્યુઝમેન્ટ પાર્ક, ન્યુટ્રીશન પાર્ક,ચિલ્ડ્રન પાર્ક, મિરર મેજ, બામ્બુ અને લાકડાની બનાવટ ના સ્ટોલ, હર્બલ સ્પા, ચિલ્ડ્રન ટ્રેન, સહિત ના પ્રોજેક્ટો બનશે.

- Advertisment -