પલસાણા તાલુકાના અંત્રોલી ગામે કચરાના ઢગલા નજીક રાષ્ટ્રીય પક્ષી મોર મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેની જાણકારી ગામના લોકો દ્વારા વનવિભાગને કરાઈ હતી. વનવિભાગ ના અધિકારીઓ એ ઘટના સ્થળે પહોંચી મોર ના મૃતદેહો નો કબજો લઈ પોસ્ટરમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
પલસાણા તાલુકાના અંટ્રોલી ગામે ગૌચર ની જમીનમાં નાંખવામાં આવતા કચરા નજીકથી રાષ્ટ્રીય પક્ષી મોર સહિત 13 પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેમાં પાંચ મોર, ચાર ઢેલ અને ચાર અન્ય પક્ષીના મૃતદેહનો વનવિભાગે કબ્જો લઇ પશુ ચિકિત્સક પાસેથી પીએમની કાર્યવાહી શરૃ કરી હતી.
ગામના લોકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી મોરના મૃતદેહ મળી રહ્યા છે. અંત્રોલી ગામની સીમમાં આવેલી ગૌચરની જમીનમાં બાવળના વૃક્ષો છે. તેમજ આ જમીનમાં ખાડી નજીક ગામનો કચરો નાંખવામાં આવે છે. ખાડીમાં ગંદુ કેમીકલવાળું પાણી પસાર થાય છે. રાષ્ટ્રીય પક્ષી મોર સહિત તમામ 13 પક્ષીઓના મોત ખોરાકી ઝેરથી થયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
વનવિભાગ અને ફ્રેન્ડ્સ ઓફ એનિમલની ટીમ 13 પક્ષીઓ ના મૃતદેહ કબ્જે કરી પશુ ચિકિત્સક પાસે પીએમની કાર્યવાહી હાથ ધરી છે. ફ્રેન્ડસ ઓફ એનિમલની ટીમે હજુ વધુ પક્ષીઓના મૃતદેહ હોવાની શંકા વ્યક્ત કરી તપાસ શરૃ કરી છે. કચરામાંથી કશું ખાવામાં આવી જતાં અથવા નજીકની ખાડીનું પાણી પીવાથી મોત થયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.