HomeWild Life Newsસુરેન્દ્રનગર: ચુડા તાલુકાના સોનઠા ગામની સીમમાં દિપડો આવતાં ગ્રામજનોમાં ફફડાટ

સુરેન્દ્રનગર: ચુડા તાલુકાના સોનઠા ગામની સીમમાં દિપડો આવતાં ગ્રામજનોમાં ફફડાટ

વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ દિપડાને પીંજરામાં પુરતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો

સુરેન્દ્રનગર જિલ્લાના છેવાડાના ગામોમાં અવાર-નવાર દિપડો જેવા જંગલી જાનવરો આવી ચડવાના બનાવો બની રહ્યાં છે. ત્યારે ચુડા તાલુકાના સોનઠા ગામની સીમમાં અચાનક દિપડો આવી જતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. શિકારની શોધમાં આજકાલ જંગલી પ્રાણીઓ મારણ કરવા માટે જંગલો માંથી માનવ વસ્તિ તરફ આવવા લાગ્યા છે. અચાનક જંગલી પ્રાણીઓ માનવ વસ્તિમાં આવી ચઢતા લોકોમાં ભય સાથે ફફડાટ ફેલાય છે.

WSON Team

મળતી માહિતી મુજબ ગામની સીમમાં અચાનક દિપડો આવી જતા અંગે વન વિભાગને જાણ કરવામાં આવતાં વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ધટનાસ્થળે આવી પહોંચ્યા હતાં અને રેસ્ક્યુ ઓપરેશન હાથધરવામાં આવ્યું હતું.દિપડા જેવા અન્ય જંગલી જાનવરો ખોરાકની શોધમાં અવાર નવાર રખડતાં ભટકતાં જીલ્લાના છેવાડાના ગામોમાં આવી ચડે છે. ત્યારે ચુડા તાલુકાના સોનઠા ગામમાં દિપડો આવી ચડતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

જયારે લોકોના ટોળેટોળાં દિપડાને જોવા ઉમટી પડયાં હતાં. જયારે આ અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતાં વન વિભાગની ટીમ ધટના સ્થળે આવી પહોંચી હતી. વનવિભાગ દ્વારા પીંજરૃ મુકી દિપડાને ઝડપી પાડવા રેસ્ક્યુ ઓપરેશન હાથધરવામાં આવ્યું હતું. જેમાં ભારે જહેમત બાદ દિપડાને પીંજરામાં પુરતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

- Advertisment -