દર પાંચ વર્ષ બાદ એશિયાટિક સિંહની ગણતરી ગુજરાત વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતી હોય છે, પરંતુ કોરોના સંક્રમણને કારણે અને સિંહોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે સિંહની ગણતરીન કરવાનો નિર્યણ લેવામાં આવ્યો હતો. ગુજરાત વન વિભાગના સ્ટાફ દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક સર્વે અનુસાર રાજ્યમાં હાલ કુલ 674 એશિયાટિક સિંહો છે. જે ગત વર્ષની સરખામણીએ 151 વધુ છે.
રાજ્યમાં કોરોના સંક્રમણ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા એશિયાટિક સિંહની ગણતરીમોકૂફ રાખવામાં આવી હતી. દર 5 વર્ષે સિંહની ગણતરી કરવામાં આવે છે, પણ ચાલુ વર્ષે રાજ્યમાં કોરોના સંક્રમણ વધુ હોવાને કારણે સિંહની સુરક્ષાને ધ્યાનમાં લઈને એશિયાટિક સિંહની ગણતરી મોકૂફ રાખવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. ગુજરાત વન વિભાગના સ્ટાફ દ્વારા પ્રાથમિક સર્વે અનુસાર રાજ્યમાં અત્યારે 674 સિંહો નોંધ્યા છે. ગુજરાત વન વિભાગના સર્વે મુજબ ગત વર્ષની સરખામણીએ 151 એશિયાટિક સિંહોનો વધારો થયો છે.
આ અંગે રાજયના કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ગત વર્ષે કુલ 523 એશિયાટિક સિંહની સંખ્યા હતી. જ્યારે ચાલુ વર્ષે ગુજરાત વન વિભાગના પ્રાથમિક અવલોકન પ્રમાણે રાજ્યમાં અત્યારે 674 એશિયાટિક સિંહોની સંખ્યા થઈ છે. જે દર્શાવે છે કે, ગત 1 વર્ષમાં રાજ્યમાં 151 એશિયાટિક સિંહોનો વધ્યા છે.
મે 2020માં કેન્દ્રીય ટીમ આવી હતી ગુજરાત
ગત વર્ષે મે 2020માં દિલ્હીથી ત્રણ અધિકારીઓની ટીમ ગીરમાં આવીને એશિયાટિક સિંહોના મોત મામલે તપાસ કરી હતી. જ્યારે ગત વર્ષે મે મહિનાથી છેલ્લા ત્રણ માસ દરમિયાન 25થી વધુ સિંહના મોત થયા હોવાના અહેવાલ પણ સામે આવ્યા હતા. આ અંગે કેન્દ્રીય વન વિભાગના જોઇન્ટ ડાયરેક્ટર, ઇન્ડિયા વેટરનરી ઇન્સ્ટિટયૂટના સભ્ય અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા સભ્યની ટીમ ગીર ખાતે આવીને સિંહના મોત અંગેની પણ તપાસ કરી હતી.
વર્ષ | એશિયાટિક | કિશોર સિંહ | બાળ સિંહ | કુલ | |
નર | માદા | ||||
1990 | 99 | 95 | 27 | 63 | 284 |
1995 | 94 | 100 | 39 | 71 | 304 |
2000 | 101 | 114 | 57 | 55 | 327 |
2005 | 89 | 124 | 72 | 74 | 359 |
2010 | 97 | 162 | 75 | 77 | 411 |
2015 | 109 | 101 | 73 | 140 | 523 |
2020 | 159 | 262 | 115 | 138 | 674 |
ફરી થશે ગણતરી?
ચાલુ વર્ષે પોતાના સમયને કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા સિંહની ગણતરી મોકૂફ રાખવામાં આવી હતી, ત્યારે હવે આગામી સમયમાં પણ રાજ્ય સરકાર દ્વારા સિંહની ગણતરી ફરીથી કરવામાં આવશે. હાલમાં ફક્ત ગુજરાત વન વિભાગના કર્મચારીઓ દ્વારા પ્રાથમિક તારણ અને ગણતરી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં એશિયાટિક સિંહની સંખ્યા 674 છે.
ઉલ્લેખનીય છે કે, એશિયાટિક સિંહની ગણતરી દર પાંચ વર્ષે એકવાર કરવામાં આવે છે. ચાલુ વર્ષે લોકડાઉનને કારણે સિંહની ગણતરી કરવામાં વિલંબ થયો હતો. જૂનાગઢના નવાબે 1936માં પ્રથમવાર સિંહની ગણતરી હાથ ધરી હતી. જે બાદ 1965થી ગુજરાત વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે નિયમિતપણે એશિયાટિક સિંહની ગણતરી કરવામાં આવે છે.