HomeWild Life Newsગીર જામવાળા રેન્જમાં રોડ પરથી દીપડાનો મૃતદેહ મળ્યો, વનવિભાગે તપાસ હાથ ધરી

ગીર જામવાળા રેન્જમાં રોડ પરથી દીપડાનો મૃતદેહ મળ્યો, વનવિભાગે તપાસ હાથ ધરી

ગીર જામવાળા રેન્જમાં ભાખા બીટ વિસ્તારમાં રોડ ઉપરથી એક દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. દીપડાનું મોત કોઈ અજાણ્યા વાહને અડફેટે લીધું હોવાથી થયું હોવાનું બહાર આવતા વનવિભાગે તપાસ હાથ ધરી છે.

આ અંગે વન અધિકારીઓના જણાવ્યા મુજબ ગીર પશ્ચિમ ડિવીઝન હેઠળના જામવાળા રેન્જમાં દીપડાનો મૃતદેહ મળ્યાનું સામે આવ્યું હતું. જેમાં રેન્જના ભાયાવદર રાઉન્ડના ભાખા બીટ વિસ્તારમાં રોડ ક્રોસ કરી રહેલા ૯ થી ૧૨ વર્ષની ઉંમરના એક દીપડાનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી વન વિભાગને મળી આવતા સ્ટાફએ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છેકે, દીપડાનું મોત અજાણ્યા વાહનની ઠોકર લાગવા થયું હતું. જેના આધારે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. દીપડાના મૃતદેહનું પીએમ કરાવવા એનીમલ કેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

- Advertisment -