HomeWild Life Newsશું ગુજરાતના ગૌરવ સમાન ગીરના એશિયાટીક સિંહોનું ભવિષ્ય ખતરામાં મુકાયુ છે ?

શું ગુજરાતના ગૌરવ સમાન ગીરના એશિયાટીક સિંહોનું ભવિષ્ય ખતરામાં મુકાયુ છે ?

ગુજરાતનું ગૌરવ અને ભારતની ઓળખ ગણાતા પ્રતિષ્ઠિત એશિયાટીક સિંહનું નિવાસસ્થાન હાલમાં ખતરામાં મુકાયું હોય તેમ લાગી રહ્યું છે, એક સમયે લુપ્ત થવાના આરે પહોંચી ગયેલા એશિયાટીક સિંહોને છેલ્લા કેટલાક સમયમાં વસ્તી વધી છે. તો સાથે સાથે એશિયાટીક સિંહોનો વિસ્તાર પણ વધી રહ્યો છે. અને માનવ વસ્તી સાથે સંઘર્ષ અને ઘર્ષણ થવાના બનાવો વધ્યા છે. ત્યારે તેમની સામે ખતરો પેદા થયો છે. જેને લઈને ગીર અને સિંહનાં ભવિષ્ય અંગે હાઇકોર્ટ માં જાહેરહિતને લઈને અરજી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ આ અંગે હાઇકોર્ટ માં રાજ્ય સરકાર અને વન વિભાગમાં જવાબ આપશે. ગીરમાં એશિયાટીક સિંહોના સંવર્ધન અને સંરક્ષણ ન મળતું હોવાનો અરજદાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ત્યારે તેના માટે અરજદારોએ એશિયાટીક સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે યોગ્ય નીતિ બનાવાની હાઇકોર્ટમાં દાદ માંગી છે. ત્યારે એશિયાટીક સિંહોની સુરક્ષા માટે સરકાર યોગ્ય નીતિ બનાવે અને આ એશિયાટીક સિંહોના સંવર્ધન માં સુધારો કરે તેવી અરજદારની માંગ થઇ છે. એશિયાટીક સિંહોના મૃત્યું થવા તે સરકાર માટે ખૂબ જ ચિંતાજનક બાબત બની રહેશે, કારણ કે રાજ્યનું પ્રવાસન તેના ઉપર પણ આધારિત છે.

ઉલ્લેખનીય છે કે એશિયાટીક સિંહો પહેલા એક જ જંગલના લોકેશનમાં રહેતા હતા, જે હવે આજુબાજુના વાડી વિસ્તારના સ્થળોએ તે રહેવા લાગ્યા છે. ત્યારે એશિયાટીક સિંહોના ભ્રમણનો વિસ્તાર રાજકોટ સુધી પહોંચી ગયા હોવાનું સામે આવી રહ્યું છે. રાજકોટ ના વાડી વિસ્તારોમાં સિંહોના જોવા મળ્યાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેના કારણે ત્યાં ના સ્થાનિક લોકો પણ ભયમાં મુકાય રહ્યા છે.

- Advertisment -