સિંહ બાળને ફસાવ્યું હતું બિછાવેલી જાળ માં, શિકારી પ્રવૃત્તિ કરતા 38 લોકોની કરી ધરપકડ
ગીર સોમનાથના પ્રાંચી નજીક ખામ્ભા વિસ્તારમાં રેવન્યુ ના એરિયામાં એક જાળ બિછાવેલ હતી જેમાં એક સિંહ બાળ ફસાયું અને ચીસો પાડવા લાગ્યું. સિંહણ નજીક જ હતી દોડીને આવી અને નજીકમાં જ ઉભેલ શિકારી પર હુમલો કર્યો. શિકારી જાણ બચાવી હોસ્પિટલમાં પહોંચ્યો ને કહ્યું “મારા પર દીપડાએ હુમલો કર્યો છે” ડોકટર પણ સમજી ગયા કે આ ઘટના કાંઈક જુદી જ છે.
અને તેણે તરતજ પોલીસ અને વન વિભાગ ને જાણ કરી. શિકારી હબીબ ત્યાંથી નાસી ને જૂનાગઢ તરફ રવાના થયો. વન વિભાગ એ સીસીટીવી આ આધારે પોલીસ ની મદદ લઇ 3 આરોપીઓને જુનાગઢ નજીક વડાલ પાસે થી પકડી પાડ્યા. અને પછી આખી શિકારી ટોળી પકડાઈ જેમાં કુલ 38 લોકો સામેલ છે. વન વિભાગ માટે આ ચેતવનિરૂપ ઘટના છે. સિંહોની સુરક્ષાને લઈ અનેક સવાલો વન વિભાગ તરફ ઉઠી રહ્યા છે.
કરોડોના ખર્ચ છતાં એશિયાટીક સિંહ હંમેશા ખતરા માં ? સતત પેટ્રોલીંગ ના દાવા લાગી રહ્યા છે પોકળ
આ અંગે નોર્મલ રેન્જ સીસીએફ ડૉ.કે રમેશ એ કહ્યું હતું કે પ્રાચી નજીક સિંહબાળને ફાસલામાં ફસાવવાની ઘટનામાં ૩૮ લોકોની અટકાયત કરવામાં આવી છે અને મોટાભાગના આરોપીઓ સુરેન્દ્રનગર ના થાન વિસ્તારના છે જુનાગઢ ના ડુંગરપુર ગામના બે શખ્સો ના નામો સામે આવ્યા છે વનવિભાગે સમગ્ર સૌરાષ્ટ્રમાં આપેલ રેડ એલર્ટ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં 17 ફાસલા ઓ મૂકવામાં આવ્યા હતા તે મળી આવ્યા છે.
આરોપીઓ પાસેથી છરી માસ લોખંડના પાઇપ સાંકળ હાડકાં સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે તમામ આરોપીઓ પ્રાથમિક તપાસ દરમિયાન દવા તેલ અને સારવાર માટે ઔષધી બનાવવા માટે નાના વન્ય પ્રાણીઓ જેવાકે શિયાળ સસલા નો શિકાર કરવાનો ઇરાદો હોય તેવું સામે આવ્યું છે આરોપીઓને સિંહોના શિકાર કરવાનો કે તેની તસ્કરી કરવાનો કોઈ ઈરાદો હોય તેવા પુરાવાઓ હજુ સુધી વન વિભાગને મળ્યા નથી અને પરપ્રાંતીય લોકોની હજુ સુધી સંડોવણી ખુલી નથી સમગ્ર ઓપરેશન દરમિયાન 500 જેટલા વનવિભાગના અધિકારી કર્મચારીઓ અને પોલીસ તપાસમાં કામે લાગ્યા હતા.
પકડાયેલા આરોપીઓ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં ફાસલાઓ મૂકી વન્ય પ્રાણીઓનો શિકાર કરવાની ફિરાકમાં હતા જેમાં ભાવનગર જિલ્લામાં સિહોર બગદાણા પાલીતાણા સહિતના વિસ્તારોમાં ફાસલાઓ મળી આવ્યા છે સિહોર વિસ્તારમાંથી 25, 5 ભાવનગર શહેરમાંથી, બગદાણા નજીકથી ચાર ઇસમોને અટક કરવામાં આવી છે.
આ ઘટના કેટલાક સવાલો જરૂર ઉભા કરે છે જેમ કે..
સિંહણ એ શિકારી પર હુમલો ન કર્યો હોત તો સિંહબાળ સુરક્ષિત રહેત ખરું?
જો નાના પ્રાણીઓ માટે જાળ પાથરવામાં આવી હતી તો સિંહ બાળ કેમ ફસાઈ ગયુ?
કરોડોના ખર્ચ છતાં સિંહની સુરક્ષા માટે વન વિભાગ કેમ સતર્ક નથી?
જેવા સવાલો વન પ્રેમીઓ કરી રહ્યા છે અને વન વિભાગ પાસે હાલ આ પ્રશ્નોના જવાબ નથી. પરંતુ હવે વન વિભાગ સતર્ક રહે અને સિંહોની સુરક્ષા માટે કટિબદ્ધ રહે એ જરૂરી છે.