HomeWild Life Newsરાજયના આ વિસ્તારમાં વિદેશી પક્ષીઓ સાથે રાજ્ય પક્ષી સુરખાબ મહેમાન બન્યા

રાજયના આ વિસ્તારમાં વિદેશી પક્ષીઓ સાથે રાજ્ય પક્ષી સુરખાબ મહેમાન બન્યા

આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદ બાદ રણમાં પુષ્કળ પાણી આવતા રણ મીની સમુદ્રમાં ફેરવાઇ ગયું છે. ત્યારે વેરાન રણમાં હજારો કિમી દુર સાયબેરિયાથી વિવિધ પ્રકારના કુંજ, ફલેમિંગો સહિતના પક્ષીઓએ પડાવ નાખ્યો છે. માનવીય ખલેલ પરથી એવા સુરક્ષિત સ્થળ એવું વેરાન રણ વિદેશી પક્ષીઓ માટે સ્વર્ગ બન્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં શિયાળો ગાળવાઆ વિદેશી પક્ષીઓના ઝુંડે નાના રણમાં ધામા નાખતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે.

ઉત્તર ગુજરાતની બનાસ રૃપેણ અને સરસ્વતી ત્રણેય કુવારી નદીઓ જ્યાં સમાઇ જાય છે. એવું વિશાળ રણ કે જ્યાં ધરતી અને અંબરનો છેડો દેખાતો નથી એવું સ્થળ એટલે કે પાટણથી ૯૦ કિલો મીટરના અંતરે અને સમીના છેવાડે આવેલ ૬ હજાર હેકટરમાં ફેલાયેલ કચ્છનું નાનું રણ અને આ જ રણમાં એશિયામાં ફકત એક જ સ્થળ પર જોવા મળતું વન્ય પ્રાણી ઘુડખરનું અભ્યારણ છે અને ત્યાજ આવેલું છે. વાડીલાલ તળાવ કે જ્યાં દર વર્ષે શિયાળાની ઋતુમાં દુર દેશથી હજારો વિદેશી પક્ષીઓના ઝુંડ વિહરવા માટે આવતા હોય છે.

ત્યારે આ વર્ષે પણ શિયાળની ઋતુમાં રાજ્ય પક્ષી સુરખાબ ૩૫૦૦થી ૪૦૦૦ જેટલા આવી પહોંચ્યા છે. જ્યારે સાયબેરિયાથી વિદેશી પક્ષી કુંજ અને ફલેમિંગો સહિતના અન્ય પક્ષીઓએ પણ ધામા નાખ્યા છે. સમીના કોડધા ગામથી કચ્છના નાના રણમાં આઠેક કિ.મી.ના અંતરે વન વિભાગ દ્વારા તળાવ સહિત સુંદર ટુરસ્ટિ પોઇન્ટનો વિકાસ કરાયો છે. અહીં શિયાળાના પ્રારંભથી યાયાવર પક્ષીઓનું આગમન શરૃ થઇ જ્યા છે. એટલે શિયાળાની ઋતુમાં આ જગ્યાનું વાતાવરણ કુરદરતના ખોળે બેઠા હોઇ તેવી આહલાદક અનુભુતી કરાવી જાય છે. નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં હજારો માઇલ દુરથી ઉડીને આવતા વિદેશી પક્ષિઓથી આ તળાવકાંઠો શોભી ઉઠે છે. જે પ્રકૃતિ પ્રેમીઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

પાટણ જિલ્લામાં ક્યાં ક્યાં પક્ષીઓ મહેમાન બને છે

પાટણ જિલ્લામાં ખાસ કરીને વિદેશમાંથી નેપાળી જુમ્મસ, ફલેમિંગો, સુરખાબ, કુંજ નાના હંસ, મોટા હંસ, યાયાવર સહિત મોટી સંખ્યામાં પક્ષીઓ દેખાઇ રહ્યા છે.

વાડીલાલ ડેમમાં નોંધાયેલ પક્ષીઓની સંખ્યા

સમીના કોડધા પાસે આવેલ વાડીલાલ ડેમમાં ફલેમિંગો૧૦, ચમચો ૨૦, કેચીપુંછ વાવગલી ૩, ભગતડે ૨૦૦થી વધુ, ગજપાઉ ૧૦, નાની તુતવારી ૫, વચેટ કાજીયો ૧૦, મોટો કાજિયો ૧૫, નાનો કાજિયો ૧૦, ક્રેન ૨, સિંગપર ૭, લુહાર ૧૦, પીપાસણ ૩ જેટલા પક્ષીઓ નોંધાયા હતા.

પાટણ જિલ્લાના કયા વિસ્તારોમાં યાયાવર પક્ષીઓ આવે છે?

સમી તાલુકાના કોડધા ખાતે જંગલ વિસ્તારમાં ૨૦થી ૨૨ હેકટર વિસ્તારમાં આવેલા વાડીલાલ તળાવ તેમજ તારાનગર, અનવરપુરા, અમરાપુર અને સાંતલપુર તાલુકાના કોરડા, સીધાડા, છાણસરા, પીપરાળા, ગરામડી જ્યાં મોટા વિશાળ તળાવ આવેલા છે. ત્યાં આ વિદેશી પક્ષીઓ આવે છે.

આનંદનો અતિરેક પક્ષીઓને ભયમાં મુકે છે

કોડધા પાસેનું કચ્છનું નાનુ રણ માનવ વસ્તીથી દુર હોવાથી પક્ષીઓના રહેઠાણ માટે અનુકુળ જગ્યા છે. વળી રાજ્ય સરકાર દ્વારાઆ વિસ્તારને રક્ષિત જાહેર કરવામાં આવ્યો હોવાથી પક્ષીઓ નિર્ભિક રીતે હરે ફરે છે. યાયાવર, સુરખાબ, ફલેમિંગો પક્ષિઓને નિહાળવા માટે સ્થાનિક પ્રવાસીઓની ચહલ-પહલ વધી છે. ત્યારે આનંદના અતિરેકમાં સહેલાણીઓ દ્વારા ફોટા પાડવા માટે પક્ષીની નજીક જવાનો પ્રયત્ન કરાય છે. જેથી ભયના કારણે બધા પક્ષીઓ એક સાથે ઉડી જાય છે. જેથી પક્ષીઓને અમુક જાતના અવાજ અને પ્રવૃત્તિઓથી ખલેલ પહોંચે છે.

શિકારી પ્રવૃત્તિ સામે તકેદારી આવશ્યક છે

કચ્છના નાના રણમાં યાયાવર, સોાયબેરીયન ક્રેન, સુરખાબ, ફલેમિંગો સહિતન પક્ષીઓની સુરક્ષા અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા રાત-દિવસ પેટ્રોલિંગ કરી પક્ષીઓને કોઇ પણ જાત નું નુકસાન ન થાય તે માટે હંમેશા સ્ટેન્ડબાય રહે છે. જેથી દર વર્ષે પક્ષીઓ મોટા પ્રમાણમાં અહીં આવી રહ્યા છે.

બનાસકાંઠાના નડાબેટ પાસે ૨૦૦થી વધુ પક્ષીઓના ધામા

આ અંગે બનાસકાંઠા ફોરેસ્ટ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે નડાબેટ પાસેના જીરા પોઇન્ટ પર પેલીકન, સુરખાબ સહિતના ૨૦૦થી વધુ પક્ષીઓ રાજ્ય તેમજ વિદેશમાંથી આવ્યા છે. જેને લઇ જીરો પોઇન્ટ પર પક્ષીઓના કલરવને લઇ નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે.

- Advertisment -