સાસણ ગીરમાં સિંહના મોત થતાં અનેક સવાલો ઉભા થયા છે. અમરેલી, ધારી અને ગીરના પૂર્વ વિસ્તારમાં 10 દિવસમાં 12 સિંહનાં મોત થયા હતા. જેના કારણે વનવિભાગ અને સરકારની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. આ મામલે કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે.
મળતી માહિતી મુજબ કેન્દ્રની 2 અધિકારીઓની ટીમ ગુજરાત આવી પહોંચી હતી. જોઇન્ટ ડાયરેક્ટર વાઇલ્ડલાઇફ પણ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા. નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીના AIG ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા હતા. બે દિવસ દરમિયાન સિંહોના વસવાટના સ્થળોની મુલાકાત લેશે. સિંહોના સંરક્ષણ અને વધી રહેલી વસ્તી અંગે માહિતી મેળવશે. સિંહો માટે લાંબા ગાળાના આયોજન માટે સલાહ સુચન કરશે.
એશિયાટિક સિંહોના એક માત્ર અસ્તિત્વને ટકાવી રાખનાર ગીર સાસણમાં હવે સિંહો નું જીવન ખતરારૂપ બનતું જઈ રહ્યું છે. થોડા સમય પહેલા સિંહોને રંજાડતા વિડિયો વાયરલ થયા ત્યારે સિંહોની દુર્દશા જોઈ સૌ કોઈ કહી રહ્યં હતું શું આ છે જંગલના રાજાની હાલત ? હજુ એ સમય ને સુધારી નથી શક્યા ત્યાં હાલમાં જ અમરેલી જિલ્લામાં ધારી વિસ્તારમાં દલખણીયા રેન્જમાં એક સાથે 12 સિંહોના મોત થતા ખળભળાંટ મચી ગયો છે.
તારીખ વાર સિંહના મોત ક્યારે અને ક્યાં કારણે થયા મોત ?
– 13 સપ્ટેમ્બર 1 સિંહણ નું મોત બીમારીના કારણે
– 15 સપ્ટેમ્બર 3 સિંહના બચ્ચા ઇનફાઇટ માં મોત
– 16 સપ્ટેમ્બર 3 સિંહ ના બચ્ચા બીમારીના કારણે
– 17 સપ્ટેમ્બર 1 સિંહ નું મોટ બીમારીના કારણે
– 18 સપ્ટેમ્બર 1 સિંહ નું બીમારીના કારણે
– 18 સપ્ટેમ્બર 2 સિંહણ નું બીએમરીના કારણે
– 19 સપ્ટેમ્બર 1 સિંહ નું બીમારીના કારણે
સિંહના મોતની સંભાવનાના કારણો
દસ દિવસ ને 12 સિંહોના મોત થતા વન્યપ્રેમીઓ રોષે ભરાયા અને વેન વિભાગ પાસે જવાબ માંગી રહ્યા છે। . વન્ય પ્રેમી પ્રવીણ વઘાસીયા ખુદ સિંહો પાર સંશોધન કરી રહ્યા છેના અને અવારનવાર દલખાણીયા રેન્જમાં જતા હોય છે તેમને કહ્યું હતું કે “કુલ 12 મોત નિપજ્યા જેમાંથી 3 ઇનફાઇટમાં થયા છે જયારે અન્ય બીમારી ને કારણે અને એક જ દિવસમાં 16 સ્પટેમ્બરે ત્રણ મોત થયા છતાં વન વિભાગ ઘેરી નીંદમાં ઊંઘતું રહ્યું. આ કોઈ સામાન્ય બીમારી ન હોઈ શકે એની તપાસ થવી જોઈતી હતી પરંતુ વન વિભાગ સામાન્ય બીમારીના કારણે મોત થયા હોવાની વાત કરી રહ્યું હતું.
” જો કે 12 સિંહોના મૃતદેહોનાં પોસ્ટમોર્ટમ કર્યા બાદ એ સ્પષ્ટ થયુ છે કે 9 સિંહોના મોત કોઈ ગમ્ભીર બીમારિના કારણે થયા હોય શકે છે કદાચ આ વાયરસ પણ હોઈ શકે। ફેલાઇન લ્યુકેમિયા નામના આ વાયરસ ની સંભાવના નકારી શકાય નહીં.
ફેલાઇન લ્યુકેમિયા શું છે ?
ડૉ. ભુવા એક વેટર્નીટી ડોક્ટર છે અને છેલ્લા ઘણા વર્ષોથી સિંહોના જીવન પાર દેખરેખ રાખી રહ્યા છે તેમના મતે સિંહોના બીમારીની તપાસ થવી ખુબ જરૂરી છે કારણકે જો કોઈ વાયરસ હોય તો તેની ગમ્ભીર અસર એ શકે છે। તેમના મતે લ્યુકેમિયા લક્ષણો કેવો હોય શકે છે.
ફેલાઇન લ્યુકેમિયા એક ગંભીર વાયરસ છે જે ચેપી અને જીવલેણ પણ સાબિત થઇ શકે છે.સિંહના મોઢામાંથી સતત લાળ ટપટકતી રહે છે. નાકમાંથી લોહી અને પાણી ટપકવું, ટેમ્પરેચર રેવું, ભૂખ ના લગતા શિકાર ન કરવો, એક જગ્યા એ પડ્યા રહેવું જેવા લક્ષણો હોય છે.
શું આ સિંહોના મૃત્યુ પાછળ કોઈ વાયરસ જવાબદાર છે કે કેમ ?
દલખાણીયા રેન્જમાં 12 સિંહોના મોતથી વન્યપ્રેમીઓ એવો સવાલ કરી રહ્યા છેકે શા માટે અત્યાર સુધી વન વિભાગે સિંહોના મૃત્યુ પાછળનું અકરણ જાણવાની કોશિશ ન કરી ? શું કોઈ વરસ કે બીમારી ફેલાઈ ગઈ છે જે અન્ય માટે પણ ખતરારૂપ બની શકે છે ?
ત્યારે વન વિભાગે હવે સર્તક રહીને મૃત પામેલ સિંહોના શરીરના મુખ ભાગો જેવા કે ફેફસા, કિડની અન્ય અંગો ખાસ તપાસ માટે જૂનાગઢ ને દાંતીવાડા લેબોરેટરીમાં મોકલ્યા છે. જ્યાં કોઈ બીમારી ગંભીર ફેલાઈ છે કે કેમ એ અંગે તપાસ થઈ રહી છે. આ લેબોરેટરીના રિપોર્ટ આવયા બાદ જ સાચું કારણ જાણી શકાશે.
કેવી રીતે થયા 12 સિંહોની મોત ? શું હોઈ શકે કારણો। ? કોણ છે જવાબદાર ?
એશિયાટિક લાયન નું આયુષ્ય આમ તો 14 થી 16 વર્ષનું હોય છે. અને સિંહોના જીવન અને તેમની વર્તુણક પર વન વિભાગ સતત મોનીટરીંગ કરી રહ્યું હોય છે. સાસણ ગીર વિસ્તરમાં ગાર્ડ અને વનકર્મીની ફરજ આ જ હોય છે. ધારીના પૂર્વ અને પશ્ચિમ રેન્જમાં વીડી તરીકે ઓળખતો આ વિસ્તાર સિંહોનો મનપસંદ વિસ્તાર છે. કારણેક અહીં ગાઢ જંગલ છે શિકાર આસાનીથી મળી રહે છે. તેથી જ અહીં સૌથી વધુ સિંહોની સંખ્યા અહીં જ જોવા મળે છે.
હવે જોઈએ આ વિસ્તારની વન વિભાગ કેવી અને કેટલી રખેવાળી કરી રહ્યું છે ?
1) દલખાણિયા રેન્જ ધારી વિસ્તારમાં આવે છે અને ગીરની પૂર્વ અને પશ્ચિમ રેન્જ તરીકે ઓળખાતી આ રેન્જમાં સિંહી વધુ સંખ્યા હોવા છતાં અહીં છેલ્લા પાંચ વર્ષથી કાયમી ધોરણે મુખ્ય અધિકારી રૂપે આરએફઓ જ નથી.
2) અહીં ફોરેસ્ટર અને ગાર્ડને સિંહોની પણ નજર રાખવાની હોય છે. તેમના લોકેશન તેમજ તેની વર્તુણક પર ખાસ નજર રાખવાની હોય હોય છે. અને દરરોજતેની નોંધ કરવાની હોય છે જો કોઈ બીમાર જણાય તો તરત જ ધારી એનિમલ કેર સેન્ટર માં જાણ કરવાની હોય છે. પરંતુ અહીં જોતા લાગે છે કે જો આટલી ચોક્કસાઈ હોય તો દસ દિવસમાં 12 સિંહોના મોત થાય જ ન હોત. અહીં માત્ર કાગળ પર જ નોંધ રાખવામાં આવા રહી છે તેમ લાગી રહ્યું છે. કારણકે સિંહોના બીમાર હોવાના બદલે કોહવાઈ ગયેલ મૃતદેહની જાણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ થાય છે. જેની પરથી પોસ્ટમોર્ટમ કરવું પણ અઘરું થઇ જાય છે. આ કેટલી બેદરકારી છે એ સમજી શકાય છે.
3) અહીં બાબરીયા રેન્જ અને ધારી રેન્જમાં અવારનવાર લાયન શો કરી સિંહોને રંજાડવાના કિસ્સા બહાર આવતા હોય છે. તેમ છતાં કોઈ અધિકારી સામે કે ગાર્ડ સામે કાયદેસરના પગલાં લેવામાં આવેલ નથી.
4) સિંહોના મોત ના મામલે પણ વન વિભાગ જે તે જવાબદાર અધિકારી સામે કોઈ આકરું વલણ અપનાવેલ નથી. બધું એકબીજાનું મીઠી નજર તળે ચાલતું હોય તેવા હાલ છે.
5) સિંહોના સંરક્ષણ માટે કરોડોનો ખર્ચ થવા છતાં સિંહો કૂતરાની જેમ મરે અને વન વિભાગ ને તેની જાણ દિવસો બાદ થાય એ પણ શંકા ઉપજાવે છે.
વન વિભાગ હાલ શું કરી રહ્યું છે ?
વન વિભાગ સતર્ક બની હવે જીવતા સિંહોના લોહીના નમૂના લઇ તેની જાંચ કરી રહ્યું છે કે તેને કોઈ રોગ તો નથી લાગ્યો ને કોઈ વાયરસ તો ફેલાયો નથી ને ? મૃત સિંહોના ફેલેયેલો વાયરસ હજુ અન્ય પ્રાણીઓમાં છે કે કેમ ? દલખણીયા રેન્જના સિંહોને એ વિસ્તારની બહાર જતા અને અન્યોના સંપર્કમાં આવતા રોકવા પણ જરૂરી બન્યા છે. હાલ તો વન વિભાગ આ વિષે કશું કહેવા તૈયાર નથી. પરંતુ ટૂંક સમયમાં શું છે એ સત્ય જરૂર બહાર આવશે. કારણેક દલખાણીયા રેન્જમાં સિંહોની હાલત પર વન્યપ્રેમીઓ અને વન વિભાગ નજર રાખીને બેઠું છે.
ગુજરાત સરકારે આ અંગે કોઈ બયાન આપવાનું હજુ સુધી મુનાસીબ માન્યું નથી અને જ્યાં સુધી વન વિભાગ કોઈ સ્પષ્ટ જવાબ ન આપે ત્યાં સુધી 12 સિંહોના મૃતનું કારણ અકબંધ છે. સિંહોના મૃત્યુ પાછળનું કારણ જે હોય તે પરંતુ હવે ગુજરાત સરકાર અને વન વિભાગ સતર્ક થાય તે જરૂરી છે. કારણકે લુપ્ત થતી પ્રજાતિમાં સિંહો નું અસ્તિત્વ ટકાવવું ખુબ જરૂરી છે.