HomeWild Life Newsસાસણ ગીરમાં 12 સિંહના મોત મામલો: CM રૂપાણીએ કહ્યું,જવાબદાર સામે લેવાશે પગલાં

સાસણ ગીરમાં 12 સિંહના મોત મામલો: CM રૂપાણીએ કહ્યું,જવાબદાર સામે લેવાશે પગલાં

ગીરના જંગલોમાં થયેલા સિંહોના મોતના મામલે મુખ્યપ્રઘાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. કે, સિંહોના મોતના મામલે તપાસ કરવામાં આવશે. વનવિભાગ દ્વારા સિંહોના સ્વાસ્થ્ય પરીક્ષણની પણ તપાસ કરવામાં આવશે. આ સાથે જ સિંહના પોસ્ટમોર્ટમના રિપોર્ટની તપાસમાં કોઈ બેદરકારી સામે આવશે તો જવાબદાર અધિકારીઓ સામે પગલા પણ લેવામાં આવશે.

WSON Team

ગીરના જંગલમાંથી દલખાણિયા રેન્જમાં તાજેતરમાં 11 સિંહના મોત થયા બાદ વનવિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ જૂનાગઢમાં પહોંચી છે. વનવિભાગની ટીમ દ્વારા સિંહના મોત અંગે તપાસ કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે, સિંહોના મોતના રિપોર્ટ બાદ સરકારે ગંભીરતા દાખવી છે. આ સાથે વન વિભાગ પણ સફાળું જાગૃત થયું છે. અને 11 સિંહના મોત મામલે તપાસ હાથ ધરી છે.

WSON Team

તો આ સમગ્ર આ મામલે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ દુ:ખ વ્યક્ત કર્યુ હતું અને સિંહોના અકુદરતી મૃત્યુને રોકવામાં આવે અને ગનેહગારોને પકડીને સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી જાહેર માધ્યમો સાથે કરેલ વાતચીતમાં જણાવ્યું હતું કે, વન વિભાગ દ્વારા સિંહોના સ્વાસ્થ્ય અંગેનું પરીક્ષણ કરવામાં આવશે તેમજ આ મામલે જો કોઇ અધિકારીની ભૂલ છતી થશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

WSON Team

જોકે જંગલનો રાજા તેના જ ઘરમાં સુરક્ષિત રહ્યો નથી. ગીરના જંગલમાં છેલ્લા 11 દિવસમાં 11 સિંહોના મોતથી સમગ્ર રાજ્યમાં હાહાકાર મચ્યો છે. ત્યારે હવે 11 સિંહના મૃત્યુ પર વન વિભાગ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં 11 સિંહોનું મોત કુદરતી રીતે થયું હોવાનું જણાવાયું છે.

WSON Team

ગીરનો રાજા જંગલમાં જ સુરક્ષિત રહ્યો નથી. ગીરના જંગલમાં છેલ્લા 11 દિવસમાં 11 સિંહોના મોતથી સમગ્ર રાજ્યમાં હાહાકાર મચ્યો છે. આ ઘટનાને પગલે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે હવે 11 સિંહના મૃત્યુ પર વન વિભાગ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં 11 સિંહોનું મોત કુદરતી રીતે થયું હોવાનું જણાવાયું છે.

કુદરતી રીતે થયા 11 સિંહોના મોત,

WSON Team

રિપોર્ટમાં જણાવાયું છે કે, 11 મોતમાં 6 બાળ સિંહ, 3 સિંહણ અને 2 નર સિંહનો સમાવેશ થાય છે. જે પૈકી 6 બાળ સિંહ અને 2 નર સિંહના મૃત્યુ ક્ષેત્ર અધિકારમાં હુમલો કરવાને કારણે થયા છે. આમ, કુલ 11 પૈકી 8 બનાવમાં ઈનફાઈટથી સિંહોના મોત થયા છે. જેમાં ૩ બનાવોમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાનો હજુ બાકી છે.
ઉલ્લેખનીય છે કે, આ તમામ સિંહના પેનલ પીએમ કરવામાં આવ્યા હતા. તેમના ટીસ્યુના નમૂના જુનાગઢ, દાંતીવાડા અને બરેલી વેટરનરી લેબમાં મોકલવામાં આવ્યા હતા.

WSON Team

રાજ્યમા 2015માં કરાયેલી સિંહોની ગણતરી પ્રમાણે કુલ 523 સિંહ હતા. જેમાં 109 નર, 201 માંદા અને 73 પાઠડા તથા 140 બાળ સિંહ હતા. વાર્ષિક અંદાજીત 210 બાળ સિંહોનો જન્મ થાય છે, જેમાંથી 140 જેટલા મૃત્યુ પામે છે અને 70 પુખ્ત ઉંમર સુધી પહોંચે છે. 2016-17માં કુલ 99 સિંહોના મોત થયા હતા, જેમાં 80 કુદરતી રીતે તથા, 19 અકુદરતી રીતે થયા હતા.

WSON Team

મળતી માહિતી મુજબ હાલતો વનવિભાગ દ્વારા સિંહોનું મોનેટરિંગ કરાવામાં આવી રહ્યું છે. વનવિભાગની આ કામગીરીમાં રેન્જ વિસ્તારમાં સિંહો સલામત હોવાનું જણાવા મળી રહ્યું છે. વનવિભાગની આ કામગીરીમાં અંદાજે 50 જેટલા સિંહો સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે. સિંહોના મોતને પગલે વનવિભાગ સફાળું જાગી સિંહોને બચાવવા માટે તેને સુરક્ષા આપવા માટે કમર કસી છે.

- Advertisment -