વિશ્વમાં હાલ માત્ર 4000 થી પણ ઓછા જંગલી વાઘ બચ્યા છે.
વિશ્વભરમાં 29 જુલાઈનાં દિવસે ઈન્ટરનેશનલ ટાઈગર ડે વાઘ( Tiger )દિવસ મનાવવામાં આવે છે. વાઘ ફેલિડે (બિલાડી, જંગલી બિલાડી અથવા પેન્થેરા ટાઈગ્રીસ વગેરે)નાં પરિવારનો એક સભ્ય છે. તે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. વિશ્વમાં વાઘ( Tiger )ની લગભગ 70 ટકા વસતી ભારતમાં રહે છે. વાધોની ઘટતી સંખ્યા તેમજ તેના સંરક્ષણ માટેની જાગૃતતા ફેલાવાનાં હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે.
સમયની સાથે વિલુપ્ત થતા વન્ય જીવોમાં રાષ્ટ્રીય પ્રાણી વાઘને બચાવવા જરૂરી

આ દિવસ ઉજવવાનો નિર્ણય વર્ષ 2010માં સેન્ટ પીટર્સ બર્ગ ટાઈગર સમ્મિટ માં કરવામાં આવ્યો હતો. વિશ્વમાં દિવસે દિવસે ઘટતા જતા વાઘો( Tiger )નું રક્ષણ કરવું આવશ્યક હતું, આ બાબતે કશું ન કરવામાં આવે તો વાઘ( Tiger ) ધીમે ધીમે અલિપ્ત થવાને આરે હતા માટે આ સંમેલનમાં વાઘ( Tiger )ની આબાદી ધરાવતા 10 દેશોએ એવું કહ્યું કે વર્ષ 2022 સુધી તેઓ વાઘની આબાદી બમણી કરશે.
સૌથી મોટી વાઘની પેટા જાત સાઇબેરીયન વાઘ( Tiger ) છે. કોઇ પણ પરિસ્થિતિમાં રહેવા ટેવાયેલા આ વાઘની શ્રેણી સાઇબેરીયન તાઇગા,ખુલ્લી ઘાસ આચ્છાદિત જમીન થી લઇને ઉષ્ણકટીબંધીય વૃક્ષ વિસ્તારમાં જળબંબાકારમાં પણ રહી શકે છે. તેઓ અમુક પ્રદેશમાં રહે છે અને સામાન્ય રીતે એકલું રહેનાર પ્રાણી છે.
ભારતમાં બાંધવગઢ નેશનલ પાર્ક(મધ્યપ્રદેશ), પેંચ ટાઈગર રીઝર્વ(મધ્યપ્રદેશ), રણથંભોર નેશનલ પાર્ક(રાજસ્થાન), જીમ કોર્બેટ નેશનલ પાર્ક(ઉતરાખંડ) ચાર રાષ્ટ્રીય ઉદ્યાનોમાં જ વાઘ જોવા મળે છે. સમયની સાથે વિલુપ્ત થતા વન્ય જીવોમાં વાઘ પણ એવુ પ્રાણી છે જેની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં હાલ માત્ર 4000થી પણ ઓછા જંગલી વાઘ( Tiger )બચ્યા છે.
અહીં કેટલાક રસપ્રદ તથ્યો જણાવ્યા છે, જે તમને વાઘ વિશે વધુ માહિતી પૂરી પાડશે

– હાલની ઈકોસિસ્ટમમાં રહેલી ફૂડ ચેનમાં વાઘ અગત્યની ભૂમિકા ભજવે છે. વાઘ એ ફૂડ ચેનમાં સંતુલન જાળવીને વાતાવરણને સ્વસ્થ રાખે છે.
– સૌથી મહત્વની વાત તો એ છે કે, જો પૃથ્વી પર પૂરતા વાઘ નહીં હોય તો શાકાહારી પ્રાણીઓ જમીન પર વધુ પ્રમાણમાં ચરશે, જે નુકસાન પહોંચાડે છે. જેના કારણે સ્થાનિક વાતાવરણનું સંતુલન ખોરવાશે.
– વાઘ એ જંગલનો સૌથી વધુ ગુપ્ત શિકારી પૈકી એક છે. મોટા વાઘ પાસે નરમ પંજા હોય છે, જે તેમના નિવાસસ્થાનની આસપાસ શાંતિથી ચાલવામાં મદદ કરે છે. WWFના જણાવ્યા અનુસાર, એક વાઘ તેના દૈનિક રાત્રી શિકાર દરમિયાન લગભગ 9થી 19 કિલોમીટરનો પ્રવાસ કરે છે.
– યુનાઇટેડ સ્ટેટ્સમાં વાઘને જંગલને રાખવાના બદલે મોટાભાગના વાઘને કેદમાં રાખવામાં આવે છે.
– સામાન્ય રીતે વાઘ હરણનો શિકાર કરે છે. એક વિશાળ હરણ કરીને વાઘ એક અઠવાડિયા સુધીની પોતાની ભૂખ સંતોષી શકે છે.