ભારતમાં સર્પદંશની ઘટનાઓ અંગે વાત કરીએ તો વિશ્વમાં સાપ કરડવાના અને તેને લીધે થતાનું મૃત્યુનું સૌથી વધારે પ્રમાણ ભારતમાં છે. ખેડૂતો, શ્રમિકો, પશુપાલકો, સાપથી બચાવનારા લોકો, આદિવાસી તથા દુર્ગમ કે અંતરિયાળ વિસ્તારોમાં વસવાટ કરતાં લોકો સૌથી વધારે ભોગ બને છે.
મુંબઈ સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર રિસર્ચ ઈન રિપ્રોડક્ટિવ હેલ્થની માહિતી પ્રમાણે ભારતમાં વર્ષ 2000થી 2019 વચ્ચેના ગાળામાં એટલે કે 20 વર્ષના ગાળામાં ભારતમાં સાપ કરડવાને લીધે આશરે 12 લાખ લોકોના મોત થયા હતા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ દેશમાં સર્પદંશને હાઈ-પ્રાયોરિટી નેગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિસિસ તરીકે ગણાવ્યો છે. વર્ષ 2020માં ભારતમાં વર્ષ 2000થી 2019 દરમિયાન સર્પદંશથી થતા મૃત્યુ અંગેના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ભારતમાં સર્પદંશના જે 28 લાખ કેસ સામે આવ્યા હતા તે પૈકી 12 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જુલાઈ,2020ની માહિતી પ્રમાણે છેલ્લા એક વર્ષમાં સર્પદંશને લીધે થયેલા કુલ મૃત્યુ પૈકી 94 ટકા મૃત્યુ ગ્રામીણ ભારતમાં થયા હતા. સૌથી આઘાતજનક બાબત એ હતી કે કુલ મૃત્યુ પૈકી 70 ટકા મૃત્યુ દેશના આઠ રાજ્ય-બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ,, ઓડિશા, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં થયા હતા.
સર્પદંશની સારવાર માટે એન્ટી સ્નેક વેનમ સીરમ નો ઉપયોગ કરવામાં આવે છે.એન્ટી વેનમ સાપના ઝેરમાં ભળીને તેને નિષ્ક્રિય કરી દે છે,જેને લીધે સાપના ઝેરને લીધે શરીરમાં જે નુકસાન થઈ રહ્યું હોય છે તેને અટકાવી શકાય છે. https://wildstreakofnature.com/gu/learn-about-the-green-mamba-snake-as-the-name-implies/અલબત ઝેરને લીધે અગાઉ શરીરમાં જે નુકસાન થઈ ચુક્યું હોય છે તેને સુધારી શકાતું નથી. જેથી સાપ કરડવાના સંજાેગોમાં દર્દીને શક્ય એટલા જલ્દીથી સારવાર મળે તે ખૂબ જ જરૂરી હોય છે. દેશમાં સર્પદંશની કુલ ઘટના બને છે તે પૈકી મોટાભાગની ઘટના દક્ષિણ-પૂર્વ ચોમાસાની સિઝનમાં એટલે કે જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના દરમિયાન બને છે, આ સમયગાળા દરમિયાન વિવિધ પ્રકારના સાપ અને માનવીનો ઘરે તથા બાહ્ય ભાગોમાં વધારે પ્રમાણમાં એકબીજાના સંપર્કમાં આવી જતા હોય છે. આ સમયગાળામાં વધારે પ્રમાણમાં વિવિધ પ્રકારના સાપ દરમાંથી બહાર આવતા હોય છે.
ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે આશરે 8,700 લોકોના મોત થયા હતા, જ્યારે આંધ્ર પ્રદેશમાં આશરે 5,200 અને બિહારમાં આશરે 4,500 લોકોએ સર્પદંશને લીધે જીવ ગુમાવ્યા હતા. પ્રત્યેક વર્ષે સમગ્ર વિશ્વમાં 54 લાખ લોકો એટલે કે 5.4 મિલિયન લોકોને સર્પદંશની એટલે કે સાપ કરડવાની ઘટના બનતી હોય છે, આ પૈકી 18 લાખથી 27 લાખ કિસ્સામાં ઝેરની જીવલેણ અસર થાય છે. જેમાંથી આશરે 81000થી 1.37 લાખ જેટલા કિસ્સામાં મૃત્યુ થાય છે. આ ઉપરાંત સાપ કરડ્યાં બાદ કોઈ વ્યક્તિ બચી જાય છે તો તેવા સંજાેગોમાં તેના આરોગ્ય પર આજીવન કેટલીક વિઘાતક અસરો રહે છે. જેમ કે શરીરનો અસરગ્રસ્ત ભાગ કાપવો પડે, ઝેરની અસર ધરાવતા ભાગમાં વિકાર સર્જાય, નેત્રહીનતા, કિડની સંબંધિત સમસ્યા તથા મગજ પર આડઅસર સર્જાય છે. આ એક એવી જીવલેણ ઘટના છે કે જેનો ભોગ ખાસ કરીને ગરીબ, શ્રમિકો કે આર્થિક રીતે નબળા લોકો તથા પ્રવાસી લોકો બનતા હોય છે.