HomeWild Life Newsઅહિંયા સફેદ વાઘણે 2 બચ્ચાને આપ્યો જન્મ, બાળકોને 40 દિવસ સુધી હોમ...

અહિંયા સફેદ વાઘણે 2 બચ્ચાને આપ્યો જન્મ, બાળકોને 40 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રખાશે

ગાંધી પ્રાણી ઉદ્યાનમાં સફેદ વાઘણ મીરાંએ 2 બચ્ચાને જન્મ આપ્યો છે. આ સાથે જ તેમની ફેમિલી 8ની થઈ ગઈ છે. 2 બચ્ચામાંથી એક બચ્ચું સફેદ અને બીજું પીળા રંગનું જોવા મળી રહ્યું છે. મીરાં અને નર લવના માધ્યમથી જન્મેલા આ બંને બાળકો સંપૂર્ણરીતે સ્વસ્થ છે. ઝૂ મેનેજમેન્ટ આ બંને નાના બચ્ચાની વિશેષ રીતે દેખરેખ રાખી રહ્યા છે. તેમને 40 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રાખવામાં આવશે.

આ પહેલા વર્ષ 2018માં મીરાંએ 3 બચ્ચાને જન્મ આપ્યો હતો, જેનાથી હવે ગાંધી પ્રાણી ઉદ્યાનમાં વાઘની ફેમિલી  સતત વધી રહી છે, જે પ્રવાસીઓને આકર્ષિત કરી રહી છે. ઝૂના ડોક્ટર્સ અનુસાર, અત્યારે માદા મીરાંને હલ્કું ભોજન જેવું કે, ચીકન સૂપ, દૂધ, બાફેલા ઈંડા આપવામાં આવી રહ્યા છે.

ગ્વાલિયરના ઝૂમાં વર્ષ 2010માં નવી દિલ્હીના નેશનલ ઝૂલોજિકલ પાર્કથી વ્હાઈટ ફિમેલ ટાઈગર યમુના ગ્વાલિયર લાવવામાં આવી હતી. ત્યારબાદથી સંરક્ષિત અન્ય વન્ય જીવ વાઘના સમુહ સતત વધારી રહ્યા છે. અત્યાર સુધી ત્રણ મેલ અને ત્રણ ફિમેલ ટાઈગર સહિત 2 બચ્ચા ઝૂની શોભા વધારી રહ્યા છે. ઝૂ મેનેજમેન્ટ બંને નાના બચ્ચાઓના આરોગ્ય પર વિશેષ દેખરેખ કરી રહ્યું છે.

- Advertisment -