હરણને જંગલના સૌથી સુંદર જાનવર તરીકે જોવામાં આવે છે. જે સ્તનધારી જીવની શ્રેણીમાં આવનારૂ પ્રાણી છે. જે ખાસ કરીને ઘાંસના મેદાનમાં મળી આવે છે. હરણ સ્વભાવે અત્યંત ચંચળ હોવાની સાથે દેખાવમાં પણ ખૂબ જ આકર્ષક લાગે છે. પણ હાલ અમેરિકામાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. અત્યંત સુંદર દેખાતા આ હરણની આંખોમાં અજીબ પ્રકારની બિમારી જોવા મળી છે. આ બિમારીના કારણે હરણની આંખોમાં વાળ ઉગી નિકળ્યા છે. જેને જોઈને ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકો પણ હૈરાન થઈ ગયા છે.
એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ટેનેસીમાં એક હરણ જોવા મળ્યુ છે. જેની બંને આંખોમાં વાળ ઉગી નિકળ્યા છે. જેને કારણે તે જોઈ પણ શકતુ નથી. હરણની આંખોમાં આઈબોલ્સ વાળ ઉગી નિકળ્યા છે. આ વાળ તેની ચામડી પર ઉગતા વાળ જેવા છે. તેનાથી તેની કોર્નિયા, આઈરિશ અને પ્યૂપિલ ત્રણેય જગ્યાએ વાળનું સંક્રમણ ફેલાઈ રહ્યુ છે. આ જ કારણે કેટલાય લોકોને નવાઈ લાગે છે કે, આખરે આ થયુ કેવી રીતે.
આ બિમારીને વન્યજીવ નિષ્ણાંતો ડરમોયડ કહે છે. ખાસી કરીને આવું જ એક બૈનાઈન ટ્યૂમર કારણે પણ થતું હોય છે. કારણ કે, સામાન્ય રીતે આ એક ટ્યૂમર શરીરમાં અન્ય ભાગોમાં જોવા મળે છે. પણ હરણની આંખોમાં આ પ્રકારનું ટ્યૂમર નવાઈ પમાડે તેવુ છે. જે હરણની આંખોમાં સ્કિન ટિશ્યૂ બની ગયુ છે. જેના કારણે તેને આઈબોલ્સની ઉપર વાળ ઉગી નિકળ્યા છે.
વાઈલ્ડલાઈફ રિસોર્સ એજન્સી બાયોલોજિસ્ટ સ્ટર્લિંગ ડૈનિયલ્સ જણાવે છે કે, હવે સમસ્યાના કારણે હરણ ભલે રાત-દિવસમાં ભેદ કરી શકે, પણ તે જોઈ શકતુ નથી. જેના કારણે તે કઈ દિશામાં જઈ રહ્યુ છે, તેનો પણ ખ્યાલ આવતો નથી. તમામ એક્સપર્ટ એ નથી જાણી શક્યા કે, આખરે તેની આંખોમાં વાળ કઈ રીતે ઉગ્યા. જો કે, હાલમાં હરણની તપાસ થઈ રહી છે અને તેની સારવાર ચાલુ છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે આ બિમારીનો કોઈ ઈલાજ નથી, તેથી હરણને વધારે તકલીફ થઈ રહી છે.