Home Wild Life News દીપડીના મોત બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું આ ચોંકાવનારૂ કારણ, જાણો વધુ

દીપડીના મોત બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું આ ચોંકાવનારૂ કારણ, જાણો વધુ

0
દીપડીના મોત બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું આ ચોંકાવનારૂ કારણ, જાણો વધુ
WSON Team

દીપડીનું મોત ડીહાઈડ્રેશનના કારણે થયું હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું

વાલિયા તાલુકાના મેરા ગામ નજીકથી એક દીપડીનો મૃતદેહ મળી આવ્યો હતો. રહસ્યમય સંજોગોમાં મળેલા મૃતદેહ બાદ કેટલાકે શંકા વ્યક્ત કરતા વન વિભાગ દ્વારા તેનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. જેમાં આ દીપડીનું મોત ડીહાઈડ્રેશનના કારણે થયું હોવાનું બહાર આવ્યું છે.

મળતી માહિતી મુજબ વાલિયા તાલુકાના મેરા ગામ નજીકથી થોડા દિવસો અગાઉ એક દીપડીનો મૃતદેહ મળી આવ્યો હતો. રહસ્યમય સંજોગોમાં મળેલા મૃતદેહ બાદ કેટલાકે શંકા વ્યક્ત કરતા વન વિભાગ દ્વારા તેનું પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું હતું. આ દીપડીનું મોત કોઈએ ઝેરી દવા આપી દીધી હોવાથી થયું હોવાના પણ આક્ષેપ થયા હતા. જોકે, પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં દીપડીનું મોત ડીહાઈડ્રેશન ના કારણે થયું હોવાનું બહાર આવ્યું છે.

આ અંગે વન વિભાગના અધકારીએ જણાવ્યું હતું કે, દીપડીના મોત અંગે સવાલો ઉઠતા વન વિભાગ દ્વારા પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં કોઈ પણ ઝેરી પદાર્થના સેવનના કારણે મોત થયું હોય તેવું સામે આવ્યું નથી. આ અંગેનો અહેવાલ ઉચ્ચ કક્ષાએ મોકલી આપવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here