HomeWild Life Newsગુજરાતના આ પક્ષી અભ્યારણ્યમાં હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ મહેમાન બને છે

ગુજરાતના આ પક્ષી અભ્યારણ્યમાં હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ મહેમાન બને છે

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું ગાયકવાડી થોળ તળાવ આજે દેશ-વિદેશના વિવિધ પ્રજાતિના 60 હજાર કરતાં વધુ પક્ષીઓ માટે પ્રાકૃતિક સ્વર્ગ સાબિત થઈ રહ્યું છે. દર શિયાળામાં હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ થોળ પક્ષી અભ્યારણ્યમાં ત્રણ-ચાર મહિના માટે મહેમાન બને છે. ત્યારબાદ ઉનાળો શરૂ થતાં જ પોતાના દેશ પરત ફરતાં હોય છે. ઉપરોક્ત સ્થળે આજે હજારોની સંખ્યામાં હેમાનગતિ માણી રહેલા વિદેશી પક્ષીઓને નિહાળવા સેંકડો મુલાકાતિઓ થોળ પક્ષી અભ્યારણ્ય પહોંચી રહ્યાં છે.

થોળ તળાવ પ્રવાસી પક્ષીઓ માટે આદર્શ સ્થળ હોવાથી આ વિસ્તારને સાઈલેન્ટ ઝોન પણ જાહેર કરાયો છે. થોળ પક્ષી અભ્યારણ્યમાં વન વિભાગ તરફથી બે વર્ષે એકવાર પક્ષીઓની ગણતરી તેમજ આવાગમનના અવલોકન માટે પક્ષીવિદોની મદદ લેવાય છે. આ કાર્ય માટે વિશાળ તળાવને 8 ઝોનમાં વિભાજીત કરવામાં આવે છે. છેલ્લી ગણતરી મુજબ થોળ પક્ષી અભ્યારણ્યમાં 87 પ્રજાતિઓના 60 હજારથી વધુ પક્ષીઓ મહેમાન બન્યા હતાં.

WSON Team

થોળ ગામની સીમમાં આવેલ થોળ પક્ષી અભ્યારણ્ય અત્યારે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વન વિભાગના હસ્તક આ પક્ષી અભ્યારણ્યમાં શિયાળાની શરૂઆત થતાં જ દેશ-વિદેશોમાંથી સેંકડો કિલોમીટરની સફર ખેડી પેલીકન, ફલેમિંગો, કોમનક્રેન તેમજ સારસ પ્રજાતિના પક્ષીઓ પહોંચે છે. જે ત્રણ-ચાર મહિના સુધી વિસામો લેતાં હોય છે. આ વિદેશી પક્ષીઓ નિહાળવા તેમજ પ્રકૃતિની મજા માણવા પ્રવાસીઓ દુરદુરથી શિયાળામાં અહીં મોટી સંખ્યામાં પહોંચે છે.

થોળ ગામની સીમમાં ગાયકવાડી શાસન દરમ્યાન સિંચાઈ માટે નિર્માણ કરાયેલા વિશાળ તળાવ આજે દેશ-વિદેશના પક્ષીઓ માટે આદર્શ સ્થાન બની ચૂક્યું છે. પરિણામે, આ તળાવને પાછળથી થોળ પક્ષી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લામાં આવેલ થોળ પક્ષી અભ્યારણ્યની વિશેષતા એ છે કે, શિયાળાની શરૂઆત થતાં જ હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ વિસામો લેવા અહીં આવતાં હોય છે. વિશાળ વિસ્તારમાં ફેલાયેલા થોળ તળાવમાં છિછરું પાણી, વાતાવરણ તેમજ જંગલ વિસ્તાર વિદેશી પક્ષીઓને વધુ અનુકુળ હોવાથી અહીં આવવા આકર્ષાય છે.

- Advertisment -