વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ મગરોનું ઘર કહેવાય છે..શહેરની વસ્તી સાથે વન્યપ્રાણી જીવો રહેતા હોય તેવુ જવલ્લે જ જોવા મળતું હોય છે.મગરોની કુલ ૨૨ પ્રજાતિઓ છે જેમાની શહેરમાં અને માનવ વસતી સાથે રહેતી પ્રજાતિના મગરની સંખ્યા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતના વડોદરા શહેરમાં માર્શ પ્રજાતિના મગરોનું સંખ્યા સૌથી વધુ છે.
મળતી માહિતી પ્રમાણે વડોદરાનાં દુમાડ ગામમાં 10 ફૂટ લાંબો મગર અચાનક લોકોની નજરે ચડ્યો હતો. જ્યારે વાત કરવામાં આવે તો અચાનક આ મગર સામે આવતા ગામના લોકોમાં ફફટાડ મચી જવા પામ્યો હતો. જોકે આ માહિતી એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટ ઓફ ફોરેસ્ટ વિભાગના સટાફને સમય પર આ ઘટનાની જાણ કરી બોલાવી લેવામાં આવ્યા હતા. રસ્તા પર આવેલ મગરને ભારે જહેમત બાદ પકડમાં લઇ કાબુમાં લેવાયો હતો.
આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં મગર જોવા મળે છે. વડોદરાની નજીકની જ જો વાત કરવામાં આવે તો આણંદ અને ખેડા જિલ્લામાં પણ મગર જોવા મળી આવે છે. થોડા દિવસો પહેલાં જ એક મગરના બચ્ચાને પણ વડોદરામાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઘણી વાર ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદી માંથી મગર બહાર આવી જાય છે. તો બીજી તરફ શહેરના રાજમહેલ કમ્પાઉન્ડ માંથી પણ 6 ફુટ મગરને વનવિભાગ દ્વારા પકડવામાં આવ્યો હતો.