HomeWild Life Newsવડોદરા: દુર્લભ મનાતા ડયુમેરીલ્સ બ્લેકહેડેડ સાપ દેખાતા કુતુહલ

વડોદરા: દુર્લભ મનાતા ડયુમેરીલ્સ બ્લેકહેડેડ સાપ દેખાતા કુતુહલ

સાપની મહત્તમ લંબાઈ માત્ર 18 ઈંચ આશરે 1.5થી લઈને 2 ફૂટ જેટલી જ હોય છે.

વડોદરા શહેર નજીક પાદરારોડ પર આવેલા ગ્રામ્ય વિસ્તારના એક મકાનમાં દુલર્ભ મનાતા માત્ર દોઢ ફુટની મહત્તમ લંબાઈ ધરાવતો શ્યામ શિર( Dumeril’s black-headed Snake ) સાપ આવી જતા જીવદયા સંસ્થાના કાર્યકરોએ સાપને પકડીને વનવિભાગના હવાલે કર્યો હતો.

પાદરારોડ પર લક્ષ્મીપુરા ગામમાં એક સાપ ઘુસ્યો હતો. આ અંગેની માહિતી વડોદરા શહેરની વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ સંસ્થામાં જાણ કરતા સંસ્થાના કાર્યકરોએ તુરંત ગામમાં પહોંચીને સાપ પકડી પાડયો હતો. ઘરમાંથી પકડાયેલો સાપ જેને અંગ્રેજીમાં ડયુમેરિલ્સ બ્લેકહેડેડ સ્નેક અને ગુજરાતીમાં શ્યામ શિર સાપ તરીકે ઓળખાય છે તે હોવાની વિગતો સપાટી પર આવી હતી.

ભાગ્યે જ જોવા મળતા અને દુર્લભ મનાતા શ્યામ શિર( Dumeril’s black-headed Snake ) સાપને દેખાતા કુતુહલ ફેલાયું હતું. સામાન્ય રીતે ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં જ શ્યામ શિર સાપ જોવા મળે છે. અને તે બિનઝેરી હોય છે. આ જાતિનો સાપ ફેબુ્રઆરીથી જુન અને ઓગસ્ટથી ડિસેમ્બરના સમયગાળામાં જોવા મળે છે. આ સાપ પાંચથી વધુ ઈંડા મુકે છે.

શ્યામ શિર( Dumeril’s black-headed Snake ) સાપ ખોરાકમાં નાની ગરોળીઓ,દેડકાના બચ્ચા અને અન્ય જીવજંતુઓનો શિકાર કરે છે. આ સાપની વિશેષતા એ છે તેની મહત્તમ લંબાઈ માત્ર 18 ઈંચ આશરે દોઢથી બે ફૂટ જેટલી જ હોય છે. આ સાપ પાણીવાળા તેમજ ઉકરડા અને ઘાસ હોય તેવા વિસ્તારમાં જોવા મળે છે.

- Advertisment -