છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર તાલુકાના ઝરી ગામે રાત્રીના સમય દરમિયાન એક વર્ષના બાળકને ફાડી ખાનાર આદમખોર દિપડા( Leapord )ને જંગલ વિભાગના કર્મચારીઓ રેસ્ક્યુ કરી માનવભક્ષી આદમખોર દીપડા( Leapord )ને ઝડપી પાડી પાંજરે પૂર્યો છે.
મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જંગલ વિસ્તાર હોવાથી આ વિસ્તારમાં રીંછ તેમજ આદમખોર દીપડા( Leapord )ઓના હુમલાઓ વારંવાર થતા હોય છે ત્યારે વધુ એક દીપડા( Leapord )ના હુમલાથી સ્થાનિકોમાં ફફળાટ વ્યાપી જવા પામ્યો હતો. પાવીજેતપુર તાલુકાના ઝરી ગામે માતા સાથે ખુલ્લામાં સુતા એક વર્ષના બાળકને આદમખોર દીપડા( Leapord )એ ફાડી ખાઈને મોત ને ધાટ ઉતારી દેવામાં આવતા પાવીજેતપુર વન વિભાગના કર્મચારીઓ આ દીપડા( Leapord )ને પકડવા માટે પાંજરા મુકી રાત્રીના સમય દરમિયાન જાળ બિછાવી સત્વરે આ દીપડો( Leapord ) પાંજરે પુરાય તેવી ગતિવિધિ હાથ ધરી હતી.
જોકે અન્ય કોઈ વ્યક્તિ પર કે જાનવર પર હુમલો ના કરે તે માટે ફોરેસ્ટ વિભાગએ સતર્કતા રાખી આ માનવભક્ષી આદમખોર દીપડાને પકડવામાં વન વિભાગના કર્મચારીઓને મોટી સફળતા મેળવી હતી. દીપડાને પાંજરે પુર્યા બાદ જંગલ વિસ્તારની આસપાસ રહેતા લોકોને એક હાશકારો થયો હતો.