HomeWild Life Newsદેશના વાઈલ્ડલાઈફ પ્રોટેકશન એકટ વિષે જાણો

દેશના વાઈલ્ડલાઈફ પ્રોટેકશન એકટ વિષે જાણો

કયા પ્રાણીઓના શિકાર પર છે પ્રતિબંધ અને સજાની જોગવાઈ,

ભારત સરકારે વર્ષ 1972માં ભારતીય વન્યજીવ સંરક્ષણ એક્ટ(વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ) પસાર કર્યો છે. જેનો ઉદેશ્ય વન્યજીવોનો ગેરકાયદે શિકાર તેમજ માંસ અને ચામડાના વેપાર પર રોક લગાવવાનો હતો. વર્ષ 2003માં આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો. ત્યારે આ કાયદાનું નામ વન્યજીવ સંરક્ષણ (સુધારો) એક્ટ 2002 રાખવામાં આવ્યું હતું. આ અંતર્ગત દંડ અને સજાને વધારે કડક બનાવવામાં આવી હતી.

આ કાયદો ફક્ત જંગલી પ્રાણીઓને જ નહીં પરંતુ યાદીમાં હોય તેવા તમામ પક્ષીઓ અને વૃક્ષોને પણ રક્ષણ આપે છે. જોકે, આ કાયદો જમ્મુ અને કાશ્મીરમાં લાગુ નથી પડતો. ત્યાં તેમનો પોતાનો ફોરેસ્ટ કાયદો છે.

શું જોગવાઈ છે?

wildstreakofnature.com

આ એક્ટમાં કુલ છ અલગ અલગ અનુસૂચિ છે. જે અલગ અલગ વન્યપ્રાણીઓને સુરક્ષા પૂરી પાડે છે.

અનુસૂચી-1 અને અનુસૂચી-2: આનો બીજો ભાગ વન્યજીવોને સુરક્ષા પૂરી પાડે છે. આ અંતર્ગત ગુના માટે કડક દંડની જોગવાઈ છે.

અનુસૂચી-3 અને અનુસૂચી-4: આ અંતર્ગત વન્યજીવોને રક્ષણ પૂરું પાડવામાં આવે છે, પરંતુ આ યાદીમાં આવતા પ્રાણીઓ અને પક્ષીઓના શિકાર પર સામાન્ય દંડની જોગવાઈ છે.

અનુસૂચી-5: આ યાદીમાં એવા પ્રાણીઓને સામેલ કરવામાં આવ્યા છે જેનો શિકાર થઈ શકે છે.

અનુસૂચી- 6: આ યાદીમાં દુર્લભ છોડ અને વૃક્ષોની ખેતી અને તેનું વાવેતર કરવા પર મનાઇ કરવામાં આવી છે.

કેટલા દંડની છે જોગવાઈ?

wildstreakofnature.com

સૂચિ એક અને સૂચિ બેમાં આવનારા વન્યજીવોનો શિકાર કરવામાં આવે તો ઓછામાં ઓછી ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે. જોકે, આ સજાને સાત વર્ષ સુધી વધારી શકાય છે. આ ઉપરાંત ઓછામાં ઓછો 10 હજારનો દંડ થઈ શકે છે.

ઓછામાં ઓછી સજા- ત્રણ વર્ષ,  મહત્તમ સજા – સાત વર્ષ, ઓછામાં ઓછો દંડ – 10 હજાર, મહત્તમ દંડની રકમ – 25 હજાર

બીજી વખત ગુનો કરવાના કેસમાં આટલી જ સજાની જોગવાઈ, પરંતુ ઓછામાં ઓછો દંડ રૂ. 25 હજાર થઈ શકે છે.

પશુઓનું ચામડું કે પછી તેના ગલીચા એકઠા કરવા ગુનો છે. આ માટે એક લાખથી રૂ. 25 લાખ સુધીનો દંડ થઈ શકે છે.

દંડ અંગે નવો પ્રસ્તાવ

wildstreakofnature.com

જંગલી જાનવરોના શિકારને લઈને પર્યાવરણ મંત્રાલયે નવો પ્રસ્તાવ રાખ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે દેશમાં 60 ટકા વાઘ રહે છે, જેમાંથી વર્ષ 2015માં 78 વાઘનો શિકાર થઈ ગયો છે. હજુ સુધી શિકાર કરવા પર રૂ. 25 હજારનો દંડ હતો,
પરંતુ હવે તે રૂ. 50 લાખ સુધી હોઈ શકે છે.

અનુસૂચી એકમાં કુલ 43 વન્ય જીવ સામેલ છે. જેમાં જંગલી ભૂંડથી લઈને અનેક પ્રકારના હરણ, વાંદરા, રીંછ, ચિંકારા, લંગૂર, ડોલફિન, જંગલી બિલાડી, બારાસિંગા, મોટી ખિસકોલી, પેંગોલિન, ગેંડો જેવા પ્રાણીઓ સામેલ છે. અનુસૂચી એકના બીજા ભાગમાં અનેક પાણીમાં રહેતા જીવો તેમજ સરીસૃપ સામેલ છે. આ અનુસૂચિના ચાર ભાગ છે.

- Advertisment -