HomeWildlife Specialજંગલના ખુલ્લા કુવાઓ વન્યજીવો માટે બની રહ્યા છે મોતના કુવા 

જંગલના ખુલ્લા કુવાઓ વન્યજીવો માટે બની રહ્યા છે મોતના કુવા 

છેલ્લા પંદર દીવસમાં ચાર સ્થળો એ દીપડાઓ ખુલ્લા કુવામાં ખાબકયા જેમાંથી બે દીપડા મોત ને ભેટયા જયારે બે દીપડા ને બચાવી લેવાયા.

 

ગીર સાસણ અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા ખુલ્લા કૂવાઓ વન્ય જીવો માટે મોતના કુવા બની ગયા છે .શિકાર ની શોધ માં નીકળેલ સિંહ , દીપડા જેવા વન્ય જીવો આ ખુલ્લા કુવા માં પડી જાય છે અને મોતને ભેટે છે.વન્ય પ્રાણીઓ ના અકુદરતી મોતને લઇ વન્યપ્રેમીઓ માં રોષ ભભુકયો છે અને સરકાર પાસે માંગ  કરી રહ્યા છે. કે જો સરકાર ખુલ્લા કુવાઓ બાબતે ગંભીરતા નહીં લેવામાં આવેતો આંદોલન કરવામાં આવશે.

wildstreakofnature.com

વેરાવળ તાલુકા ના ઉકડીયા ગામે ખૂલ્લા કુવા માંથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યાં  ગુરૂવાર ના સુત્રાપાડન ના લાટી ગામે ખુલ્લા કુવામાં દીપડાનો મૃતદેહ હોવાની વન વિભાગ ને જાણ થતાં વન વિભાગની રેસ્કયુ ટીમ ઘટના સ્થળે પહોંચી મૃત દીપડાને બહાર કાઢી અમરાપુર એનીમલ સેન્ટર ખાતે પી.એમ અર્થે મોકલી ઘોરણેસર ની કાર્યવાહી હાથ ઘરી હતી.

લાટી ગામના સ્થાનીકો ના કહેવા મુજબ આ વિસ્તાર મા ખુલ્લા કુવાઓ ની પાળ બાઘવાનું કામ મંજુર થઇ ગયેલ  છે પરંતુ એક વર્ષ વીતી જવા છતાં કોન્ટ્રાકટર દ્વારા જંગલ વિસ્તાર ના આ જોખમી કુવાઓની પાળ બાંઘવામાં માં આવતી નથી અને અન્ય લાગવગ વાળી જગ્યાઓમાં કામ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે જેના કારણે વન્ય પ્રાણીઓ મોતને ભેટી રહ્યા છે.

ગીર સોમનાથ જીલ્લા ના દરીયાઇ કાંઠા ના જંગલ વિસ્તાર ઉપર અનામત જંગલ વિસ્તાર માં આવેલ ખુલ્લા કુવા વન્ય જીવો માટે મોત ના કુવા સાબીત થઇ રહયા છે છેલ્લા પંદર દીવસ માં દીપડા ના ખુલ્લા કુવામાં પડવાની ચાર ઘટનાઅો સામે આવી છે જેમાં બે દીપડાના મોત નીપજયા છે તો બે દીપડા ને વન વિભાગ બચાવવા માં સફળ રહેલ છે.

wildstreakofnature.com

તારીખવાર ઘટના જોઈએ તો.

 ૧૬ માર્ચ ૨૦૧૮ : સુત્રાપાડા તાલુકાનું બેસન ગામ કે જ્યાં એક દીપડો ઊંડા કુંવ માં પડીજતા ગામવાળાઓ એ તાત્કલિક વન વીભાગન ની ટીમ ને બોલાવી , વન વિભાગે રેસ્ક્યુ ઓપરેશન કરી દીપડાને જીવતો બચાવ્યો અને સાસણ એનિમલ કેર સેન્ટર મોકલી દેવામાં આવ્યો હતો.

૧૮ માર્ચ ૨૦૧૮ : વેરાવળ તાલુકાનું લુંભા ગામ જય એક ખુલ્લા કુવામાં દીપડો પડી જતા આસ પાસન અલોકો માં દહેશત ફેલાઈ વન વિભાગે 3-૪ કલાક ના રેસ્ક્યુ પછી દીપાદના બહાર કાઢ્યો જો કે જીવિત હોવાથી તાત્કાલિક એનિમલ કેર સેન્ટર મોકલી આપવામાં આવ્યો હતો.

wildstreakofnature.com

૨૮ માર્ચ ૨૦૧૮ : ઉકડિયા ગામ જંગલો માં આવેલ એક ઊંડા ખુલ્લા કુવામાં મોદી રાત્રે એક દીપડો પડ્યો હતો. સવારે ગામ લોકોને ખબર પડી અને વન વિભાનને જાણ કરવામાં આવી હતી. વન વિભાગ આવે અને દીપડાને બહાર કાઢે એ દરમિયાન ખુબ મોડું થઇ ગયું હતું દીપડો મોત ને ભેટી ચુક્યો હતો. વન વિભાગના અધિકારીઓએ કુવામાં ઉતરી દિપડાના  મૃતદેહને બહાર કાઢ્યો હતો.

૨૯ માર્ચ ૨૦૧૮ : ગામ લાટી ખેડૂતો ખેતરમાં કામ કરતા હતા અને અચાનક ધબાક કરતો અવાજ આવ્યો જોયું તો દીપડો કુંવામાં પડી ગયો હતો. એક તો કુવો પાણીથી ભરેલ હતો અને ખુબ ઊંડો હતો આથી દીપડાનું મોત નીપજ્યું વન વિભાગને દીપડાની મૃતદેહ કાઢવામાં પણ ખુબ મહેનત કરવી પડી હતી.

આમ ૧૫ દિવસમાં ચાર દીપડા ખુલ્લાકુવામાં પડી ગયા  જંગલી પ્રાણીઓ અવારનવાર શિકારની શોધ ગામ તરફ આવી ચડે છે અને પછી અજાણ્યી જગ્યાઓમાં આવેલ આવા ખુલ્લા કુવામાં ખાબકે છે. વેરાવળ અને સુત્રાપાડા તાલુકામાં સેંકડો ખુલ્લા કુવા વન્ય પ્રાણીઓ માટે જોખમી બની ગયા છે.

જોકે  ખુદ વનવિભાગના અઘિકારી આરએફઓ એ ડી ખુમાણ કહી રહ્યા છે કે આ વિસ્તારમાં ૨૫૦ જેટલા ખૂલ્લા કુવાઓ છે જેના ફરતે પાળ બાંઘવા ઉચ્ચ કક્ષાએથી મંજુરી અને ગ્રાન્ટ આવે ત્યારે કાર્યવાહી હાથ ઘરાશે. તો બીજી તરફ વન્ય જીવો ના ઉપરા છાપરી મોત અને જોખમ ને પગલે વન્યજીવ પ્રેમીઓમાં રોષ ભભુકયો છે.

wildstreakofnature.com

વન્ય પ્રેમી દિનેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે વન્ય પ્રાણીઓના સામે જોખમી બનેલ મોત ના કુવાઓ બાબતે જો સરકાર સત્વરે યોગ્ય કાર્યવાહી નહીં કરે તો ગાંઘી ચીંઘ્ચા માર્ગે આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે. સિંહ દીપડા જેવા વન્ય પ્રાણીઓ ના સરંક્ષણ અને સંવર્ઘન પાછળ સરકાર કરોડોની ગ્રાન્ટ વન વિભાગ ને ફાળવે છે પરંતુ કયાંક ને કયાંક જવાબદાર તંત્રની બેદરકારી વન્ય જીવોના ભોગ લઇ રહી છે. ત્યારે આ બાબતની ગંભીરતા દાખાવી સરકાર અને વન વિભાગે સત્વરે ઘટતી કાર્યવાહી હાથ ઘરવી અનિવાર્ય બની રહી છે.

 

- Advertisment -