HomeWildlife SpecialWorld Lion Day 2021: ગીરના એશિયાટીક સિંહ ( Asiatic Lion ) ભારતનું...

World Lion Day 2021: ગીરના એશિયાટીક સિંહ ( Asiatic Lion ) ભારતનું ગૌરવ

એક સમયે લુપ્ત થતી એશિયાટીક સિંહોની પ્રજાતિ આજે 600 કરતા પણ વધુ છે.

એશિયાટિક લાયન ભારત દેશની પહેચાન છે. એક સમયે નોર્થ આફ્રિકા યુરોપ અને એશિયામાં જોવા મળતા એશિયાટિક લાયન હવે માત્ર ભારતના ગુજરાતમાં આવેલા સાસણ ગીર માં જ બચ્યા છે. એકસમયે લુપ્તથવાના આરે આવેલ એશિયાટિક લાયનનું સંવર્ધન અને સુરક્ષાના પ્રયાસો સતત ચાલેછે.

વર્ષ 1911 બાદ ગીરમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થયો છે 1911 પહેલા ગીરમાં સિંહનો શિકાર સામાન્ય વાત હતી આવી પરિસ્થિતિમાં સિંહોની સંતતિ સંકટગ્રસ્ત બની ગઈ હતી ત્યારે જૂનાગઢ નવાબ મહોબતખાન ત્રીજાના સહકારથી સિંહોને ગીરમાં ફરી નવજીવન મળ્યું છે, ત્યારે ગીરમાં શિકાર જેવી તમામ ગતિવિધિઓ પર અંકુશ આવે તે માટે વન વિભાગ આધુનિક ટેકનોલોજી અને હથિયારના સહારે તેમજ જંગલમાં પગપાળા પેટ્રોલિંગ કરીને પણ સંભવિત શિકાર કે ગેરકાયદેસર સિંહ દર્શનની તમામ ગતિવિધિઓ પર અંકુશ મેળવવામાં સફળતા મળી છે. વર્ષ 2018માં આ જ પ્રકારના ગુનામાં શામેલ કેટલાક આરોપીને જેલની સજા પણ કરાવવામાં વન વિભાગ સફળ રહ્યું હતું.

WSON Team

એશિયાટિક લાયન ભારતનું ગર્વ છે વિશ્વમાં માત્ર બે જ જગ્યાએ સિંહનો વસવાટ જોવા મળે છે કે આફ્રિકાના જંગલોમાં અને બીજું ભારતના ગીરના જંગલોમાં. એશિયાટિક લાયનને લુપ્ત પ્રજાતિની નોંધ રાખતી રેડ ડેટા બુકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે 2010થી ગીર અભ્યારણમાં સિંહોના સંવર્ધન અને સંરક્ષણ પર ભારત સરકાર દ્વારા ધ્યાન કેન્દ્રિત કરી જરૂરી પગલા લેવાતા સિંહોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થતો રહ્યો છે. એક સમયે 225 જ સિંહો હતા જે આજે 2015માં 525 થયા છે. અને હજુ આવતા 2020 માં આ સંખ્યા 650 ને પાર કરશે જે ખરેખર ખુશીની વાત છે..

સાસણ ગીરમાં જોવા મળતી વિવિધતાસભર પ્રાણીઓ :

ગીર અભયારણ્ય માત્ર સોન્હો જ નહી પરંતુ સિંહો સિવાય 2375 પ્રાણી પ્રજાતિ ધરાવતી ગીર પ્રાણીસૃષ્ટીમાં 39 પ્રકારના સસ્તન પ્રાણિઓ, 300 કરતા વધુ પ્રકારના પક્ષીઓ, 37 સરીસૃપો અને 2000થી વધુ કીટકોનો સમાવેશ થાય છે આમ સાસણ ગીર વિવિધતાથી ભરેલુ છે. માંસાહારીમાં મુખ્યત્વે એશિયાઈ સિંહ, દીપડો, જંગલી બિલાડી, શિયાળ અને કાંટાળી-ટીપકાળી બિલાડીનું અસ્તિત્વ છે પણ ભાગ્યેજ દેખાય છે. આ ઉપરાંત શાકાહારીમાં મુખ્યત્વે ચિત્તળ, રોઝ અથવા નીલગાય, સાબર, ચોસિંગા, ચિંકારા અને જંગલી ડુક્કર છે. આસપાસના ક્ષેત્રોના કાળિયાર ક્યારેક અભયારણ્યમાં દેખાય છે.

WSON Team

નાનાં સસ્તન પ્રાણીઓમાં, શાહુડી અને સસલાં સામાન્ય છે અને કીડીખાઉ વિરલ છે. સરીસૃપોમાં પ્રમુખ છે મગર (જેની અહીં ભારતના કોઈપણ સંરક્ષીત જંગલ કરતાં વધુ વસતિ છે), ભારતીય તારક કાચબા અને ઘો જળ સ્રોતની આજુબાજુ જોવા મળે છે. જંગલો અને છોડવાઓમાં સાપ મળી આવે છે. ઝરણાને કિનારે અજગર જોવા મળે છે.

ગુજરાત રાજ્ય જંગલ વિભાગ જેણે 1977માં ભારતીય મગર સંવર્ધન યોજનામાં ભાગ લીધો હતો, તેમણે ગુજરાતના ગીર સંવર્ધન ક્ષેત્રમાં ઉછેરેલા 1000 મગરને કમલેશ્વર તળાવ અને અન્ય તળાવોમાં છોડ્યાં હતા.ખેચર સૃષ્ટિમાં લગભગ 300 પ્રજાતિના પક્ષીઓ છે, તેમાંના મોટાં ભગના ઘણાં અહીંના સ્થાનિક પક્ષીઓ છે. મૃતભક્ષી પક્ષીઓમાં અહીં ગીધની 6 પ્રજાતિ જોવા મળે છે.

વર્ષો પહેલા ગીધોની સંખ્યા લાખોમાં હતી ત્યારબાદ હજારો માં થઇ આને આજે માત્ર ગની શકાય એટલા જ ગીધો રહ્યા છે જે ખરેખરન ચિંતાનો વિષય છે. સાસણ ગીરમાં ગિધ ઉપરાંત પક્ષીઓની અમુક સામાન્ય પ્રજાતિઓ છે, દા.ત. ચોટલીયો સાપમાર, નામશેષ બોનેલ્લીનું ગરુડ, મોર તેમજ બાજ મચ્છીમાર ઘુવડ, મોટું ઘુવડ, લાવરી, નાનો લક્કડખોદ, કાળામાથું પીલક, કલગી ટ્રીસ્વીફ્ટ અને નવરંગ જેની સંખ્યા ઘણી છે જો કે પક્ષીઓની જાત પણ લુપ્ત થવાની આરે છે જેમ કે 2001ની વસતિ ગણતરીમાં ચિલોત્રા નહોતા દેખાયાં.વિવિધ વન્યજીવો અને પક્ષીઓથી સમૃદ્ધ સાસણ ગીર એક અભયારણ્ય ની સાથે પર્યાવરણ ની સમતુલા નું અભિન્ન અંગ બની ગયું છે.

સિંહોની સંખ્યમાં ઉતરોતર થઇ રહ્યો છે વધારો : વન વિભાગ દ્વારા સંવર્ધન અને સંરક્ષણ ના કારણે મળી રહી છે સફળતા

WSON Team

ગીર સાસણ આમ તો સિંહોનું નિવાસ સ્થાન સદીઓથી રહ્યું છે પરંતુ એક સમય એવો પણ હતો કે સિંહોની સંખ્યા માત્ર 15 જેટલી જ રહી હતી .. જી હા ઈ.સ.1900 માં સિંહોની સંખ્યા માત્ર 19 જ થઇ જતા જુનાગઢના નવાબે ગીર સાસણ ને આરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરી સિંહોના શિકાર પર પ્રતિબંધ મુક્યો હતો .

આશરે 1412 કિ.મી વિસ્તાર માં ફેલાયેલા ગીર જંગલ માં ત્યાર પછી સિંહોની સંખ્યામાં સતત વધારો નોંધાતો આવ્યો છે. આઝાદ ભારતમાં વન્ય જીવોની સુરક્ષાને ધ્યાને લઇ ગીર સાસણને 1965 અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો. જે આજે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય તરીકે જાણીતો છે.

કહેવાય છે કે જુનાગઢના નવાબ સિંહોના શિકાર પર પ્રતિબંધ મુકનાર પ્રથમ નવાબ હતા. જેણે કોઈ વન્યજીવને સુરક્ષાને પ્રોત્સાહન આપ્યું હોય. નવાબ શિકારના ભારે શોખીન હતા આમ છતાં સિંહોની ઘટી સંખ્યા એ તેમને ચિંતિત કરી દેતા ગીરને પૂરી સુરક્ષા આપી સિંહોના રક્ષણ માટે આરક્ષિત વિસ્તાર જાહેર કર્યો હતો.

જેનું અંગ્રેજો એ પણ પાલન કરવું પડ્યું હતું ત્યારબાદ આઝાદ ભારતમાં ઇ સ 1975 માં સાસણ ગીર વિસ્તારને એશિયાટિક લાયનનું એક માત્ર નિવાસસ્થાન હોવાથી આરક્ષિત જાહેર કરી નેશનલ પાર્ક તરીકે ઘોષિત કરવામાં આવ્યો અને ખાસ ફોરેસ્ટ વિભાગની દેખરેખ નીચે આશરે 1412 કિમિ નો વિસ્તાર સોંપવામાં આવ્યો.

WSON Team

ત્યારબાદ દર પાંચ વર્ષે હાથ ધરાતી સિંહોની વસ્તી ગણતરીમાં સતત વધારો નોંધાયો છે જે સારી નિશાની છે .વર્ષ 2005 ની ગણતરી મુજબ 359 સિંહો સંખ્યા નોંધાયેલ હતા જે 2001ની સરખામણીમાં 3૨ નો વધારો સૂચવે છે 2010 ની ગણતરી દરમિયાન 411 સિંહો નોંધાયેલ હતા જે 2005 ની તુલનામાં 52 નો વધારો દર્શાવતા હતા 2015 માં આ સંખ્યામાં 112 ના વધારા સાથે 523 નોંધવામાં આવ્યા. આમ ક્રમશઃ સિંહોની વસ્તી ઝડપથી વધતી જાય છે. વન વિભાગ દ્વારા ‘સિંહ પ્રજનન કાર્યક્રમ’ હેઠળ ઉદ્યાન અને આસપાસના પ્રદેશ માં , બંધિયાર અવસ્થા માં અત્યારસુધી સિંહોની 180 નસલ ને રક્ષણ આપવામાં આવ્યું છે.સિંહોની પ્રજાતિ ને જાળવી રાખવાનો પ્રયાસ ખરેખર પ્રશસનીય છે.

સિંહોની વસ્તી ગણતરી ની પ્રક્રિયા રસપ્રદ અને આધુનિક બની રહી છે:

WSON Team

સિંહોની વસ્તી ગણતરી ની જયારે શરૂઆત થઇ ત્યારે સિંહોના વિસ્તારમાં ગણતરી માટે ખાસ શિકાર ગોઠવવામાં આવતો અને તેમના પગના છાપ પરથી તેમની ગણતરી થતી જેના માટે સેંકડો માણસો રોકવામાં આવતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સિંહો ની વસ્તી ગણતરી માં માનવશક્તિની સાથે સાથે આધુનિક ટેકનોલોજી નો પણ ઉપયોગ થાય છે.

જેમ કે 2015 માં છેલ્લી વસ્તી ગણતરી સમયે ખાસ ટ્રેપ કેમેરા, GPS,GIS, રેન્જ ફાઇન્ડર, બાયનોક્યુલર, હાઈ રિસોલ્યુએશન ડિજિટલ કેમેરા, વિડીયો કેમેરા જેવા સાધનો નો ઉપયોગ કરવામાં આવયો હતો જેના કારણે ગણતરી ઝડપી અને વાસ્તવિક બની અને સિંહોને માટે ખાસ શિકાર મુકવી જરૂર ન પડી અને તેમછતાં દરેક સિંહને ઓળખી ગણતરી થઇ શકી.
સિંહો ની ગણતરી માં વધારો દર્શાવતું ટેબલ

જેમાં સાસણ ગીરમાં સમવેશ કરાયેલા જીલ્લાઓ જુનાગઢ , અમરેલી , ભાવનગર , ગીર સોમનાથ માં સિંહોની સંખ્યા છેલ્લી ગણતરી નીચેહ મુજબ હતી.

1 Junagadh       268
2 Amreli            174
3 Bhavnagar      037
4 Gir Somnath   044

TOTAL               523

નોંધ : તમામ આંકડાકીય માહિતી વન વિભાગ દ્વારા પ્રકાશીત થાય છે,

WSON Team

2015 માં કરવામાં આવેલ સિંહોની વસ્તી ગણતરી મુજબ અને એ પહેલા ની સિંહોની વિગત નીચે મુજબ છે જે દર્શાવે છે કે સમયાન્તરે સિંહોન ની સંખ્યામાં વધારો થતો જાય છે.

સિંહ પ્રજનન કાર્યક્રમ અને સિંહોની વસ્તી ગણતરી

વર્ષ     સંખ્યા        નર:માદા:બચ્ચાં    વધારો/ઘટાડો
1968   177                –                          –
1974   180                –                        +3
1979   205          76:100:85                +25
1984   239          88:100:64                +14
1990   284          82:100:67                +45
1995   304          94:100:71                +20
2000   327                –                        +43
2005   359                –                        +23
2010   411          97:162:152              +52
2015   523         109:201:213             +112
2020   674         (કોરોના મહામારીને કારણે વર્ષ 2020માં કરેલ કામ ચલાવ ગણતરીના આધારે)

સિંહ પ્રજનન કાર્યક્રમ અંતર્ગત સિંહોના પ્રજનન અને પ્રજનન કેંદ્રોના દેખભાળ કરવાનું કાર્ય કરવામાં આવે છે. અશિયાઈ સિંહોની વર્તણૂકનો અભ્યાસ અને કૃત્રીમ વીર્યસચન જેવા કાર્યો પણ આ કાર્યક્રમ અંતર્ગત હાથ ધરાય છે. આવું એક કેન્દ્ર જુનાગઢ સક્કરબાગ પ્રાણીબાગમાં આવેલું છે. જેણે લગભગ 180 જેટલા સિંહોનું સફળતાપૂર્વક સંવર્ધન કરાવ્યું છે. આ કેંદ્ર દ્વારા ભારતના અને વિશ્વના સમગ્ર પ્રાણીબાગોમાં 126 શુદ્ધ અશિયાઈ સિંહો મોકલાવ્યાં છે.

WSON Team

રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સાસણ ની અહંમ ભૂમિકા :

એશીયાઇ સિંહોનો મુખ્ય આવાસ અને વસવાટ ખુલ્લો વગડો અને ઝાડી ઝાંખરા વાળો વનપ્રદેશ છે. આ સિંહો એક સમયે ઉત્તર આફ્રિકા, નૈઋત્ય (દક્ષિણ-પશ્ચિમ) એશિયા અને ઉત્તરીય ગ્રીસમાં પણ જોવા મળતા હતા. હાલમાં અહીંયા 523 જેટલા એશિયાઇ સિંહો જ જંગલમાં બચ્યા છે, જે ફક્ત ગીરના જંગલ અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે.

આમ તો જોકે ગીરનું જંગલ સારી રીતે રક્ષીત છે, છતાં ક્યારેક સિંહોના શિકારની ઘટનાઓ જાણવા મળે છે. તે ઉપરાંત પાલતુ પશુઓ પરનાં હુમલાના કારણે વીજળી શોક આપવાની ઘટનાઓ પણ બને છે. ક્યારેક અકસ્માત , જળપ્રલય, આગ, મહામારીઓ કે અન્ય કુદરતી આપદાઓ પણ તેમને નુકશાન પહોંચાડે છે. આમ છતાં ગીર ઉદ્યાન તો પણ સિંહોને માટે લાંબા સમય સુધી અસ્તીત્વ ટકાવી રાખવા માટેનું શ્રેષ્ઠ સ્થળ બનેલું છે.

WSON Team

જંગલોનો કટાઈ ના કારણે હાલમાં ઘણી વખત સિંહો માનવ વસ્તિ સુધી પહીંચી જાય છે અને માનવભક્ષી પણ બની ગયા છે. જેથી વન વિભાગ હવે માનવભક્ષી સિંહોને પાંજરે પૂરી રહ્યું છે જો કે આ પાછળ સિંહો કરતા માનવ વધુ જવાબદાર છે કારણકે માનવ પોતાના ભૌતિક જીવન માટે આવાસો , હોટેલ અને રિસોર્ટ બનાવવા જંગલો કાપી રહ્યું છે. ખનન દ્વારા હવાનું અને ધ્વનિનું પ્રદુષણ ફેલાવી રહ્યું છે.

જે વન્યજીવોના જીવન માટે ખતરારૂપ છે. એક તરફ સિંહો અને અન્ય પ્રજાતિઓના સંવર્ધન માટે સતત પ્રયાસો હાથ ધરી રહ્યાછે. તો બીજી તરફ માનવ તેમના જીવન માં ખલેલ પહોંચાડી રહ્યા છે. સિંહોના ગેરકાયદેસર લાયન શો પણ સિંહોના જીવન માટે જોખમી સાબિત થયા છે જીવ બચાવવા જંગલનો રાજા દોડતો હોય ત્યારે લાચાર લાગે છે. આવા ગેરકાયદેસર લાયન શો અને સિંહ ને હેરાન કરતા લોકોને રોકવા કડક કાયદાના અમલની જરૂર છે જેથી ભવિષ્યમાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોઈ શકાય.

જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરનારાઓની સંખ્યામાં ઘટાડો

સમય બદલવાની સાથે વન વિભાગ આધુનિક ટેકનોલોજી અને માનવ બળે સિંહના શિકાર અને તેની પજવણીની ઘટનાઓ પર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો છે. વન વિભાગના કર્મચારી અને અધિકારીઓને સિંહોની સુરક્ષા માટે હથિયાર સહિત આધુનિક કહી શકાય તેવાત વાયરલેસ ટેકનોલોજી સભર વાહનો, સિંહોને રેડિયો કોલર, CCTV કેમેરા અને 24 કલાક સતત જંગલના એક એક રસ્તા પર નજર રાખતા વન વિભાગના કાર્યનિષ્ઠ કર્મચારીઓને કારણે 2008 બાદ સિંહોના શિકારની એક પણ ઘટના કે ગતિવિધિ સામે આવી નથી. આગામી દિવસોમાં વન વિભાગ ટેકનોલોજીના સહારે સિંહોની સુરક્ષાને લઇને વધુ કેટલાક પગલાં ઉઠાવવા જઈ રહી છે, જેને કારણે જંગલના રાજા સિંહની સુરક્ષા વધુ ચોક્કસ બની શકશે. સાસણ નજીક પણ સિંહોની સુરક્ષા અને તેની ગતિવિધિ પર 24 કલાક નજર રહી શકે તેમજ જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર થતા પ્રવેશને રોકી શકાય તે માટે કંટ્રોલ યુનિટની પણ સ્થાપના કરવામાં આવી છે. જેના થકી જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનાર વ્યક્તિઓની સંખ્યામાં પણ ખુબજ ઘટાડો જોવા મળી રહ્યો છે.

ગિરના જંગલમાં એક સમયે જંગલના રાજા સિંહનું અસ્તિત્વ સંકટમાં જોવા મળતું હતું. વર્ષ 1910 અને 1911ના વર્ષમાં ગીર વિસ્તારમાં 2 આંકડામાં કહી શકાય તેટલા જ સિંહો જોવા મળતા હતા, તેને ધ્યાને રાખીને જૂનાગઢના નવાબે સિંહોના શિકાર પર પ્રતિબંધ ફરમાવીને શિકાર જેવી ગતિવિધિઓમાં શામેલ થનાર પ્રત્યેક વ્યક્તિને મરણતુલ્ય સજા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી, ત્યારથી સિંહોની સુરક્ષા ગીરમાં વધતી જોવા મળી અને વર્ષ 1911માં સિંહોને સુરક્ષિત કરવાના પ્રોજેક્ટની સૌપ્રથમ વખત શરૂઆત કરનાર જૂનાગઢના નવાબ હતા. આ બાદ સિંહોની સંતતિને સતત વધારવા માટે રાજ્યનો વનવિભાગ સતર્ક બન્યો અને દિવસેને દિવસે સિંહોની સુરક્ષા અને જંગલ વિસ્તારને નુકસાન જેવી ઘટનાઓ ખુબ જ ઓછી બનવા પામી છે. આજે ગીરમાં સિંહોની સંખ્યા અત્યાર સુધીની સૌથી સર્વોચ્ચ જોવા મળી રહી છે.

- Advertisment -