પોરબંદર આજે વિશ્વ વિખ્યાત બની છે. પોરબંદર બર્ડ સીટી તરીકે પણ ઓળખાય છે. પોરબંદરમાં શિયાળીની સિઝનમાં હજારો પક્ષીઓ પોરબંદરના મહેમાન બને છે.
હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે ત્યારે પોરબંદરના ર૧ જળપલ્લવીત વિસ્તારોમાં પક્ષીઓનું આગમન થઇ ગયું છે. પોરબંદર હાલ ઉદ્યોગ વિહોણું હોવાથી રોજગારી માટે પ્રજા અન્ય જિલ્લામાં જવા મજબૂર બન્યા છે. પરંતુ પોરબંદરને પર્યાવરણિય વિકાસ થકી નવી રોજગારી ઉભી થઇ શકે તેમ છે. આ ઉપરાંત પોરબંદરના અન્ય જળ પલ્લવીત વિસ્તારોમાં હજારોની સંખ્યામાં પક્ષીઓ શિયાળાની ઋતુ દરમિયાન મહેમાન બની રહ્યાં છે. ત્યારે બર્ડ સીટી પોરબંદરને પર્યાવરણિય પ્રવાસન ક્ષેત્રે વિકાસ થશે તો નવી રોજગારી પણ ઉભી થઇ શકે છે.

શિયાળાની ઋતુ દરમિયાન વિદેશી પક્ષીઓ હજારોની સંખ્યામાં પોરબંદરના મહેમાન બને છે. હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે વિદેશી પક્ષીઓ જળ પલ્લવીત વિસ્તારમાં ખોરાક આરોગી રહ્યાં છે. પ્રવાસી પક્ષીઓના ખાસ રૂટ એટલે માયગ્રેટરી રૂટમાં પોરબંદર આવતું હોવાથી આ શિયાળાની સિઝનમાં પક્ષીઓ હજારોની સંખ્યામાં પોરબંદરના મહેમાન બને છે. શિયાળાની સિઝનમાં બીજા દેશોમાં ઠંડીનું પ્રમાણ વધી જાય છે ત્યારે પક્ષીઓ ખોરાક માટે તેમજ તેમના બચ્ચાઓના ઉછેર માટે પોરબંદર આવે છે.
પોરબંદર શહેરમાં પક્ષીઓ માટે 21 જળ પલ્લવીત વિસ્તારો આવેલા છે. પોરબંદરના વાતાવરણમાં ખાસ જોઇએ તો અહીં દરિયાને લીધે સમતાપી વાતાવરણ પક્ષીઓ માટે જોવા મળે છે. પોરબંદર પાસે જળ પલ્લવીત વિસ્તાર, રેતાળ, ખુલ્લા મેદાનો તેમજ ડુંગળિયાળ વિસ્તાર હોવાથી પક્ષીઓ આવા વિસ્તારમાં વધુ વસવાટ કરે છે. ખોરાકની દ્રષ્ટિએ પોરબંદરમાં જોઇએ તો જળ પલ્લવીત વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં સાઝ, છૈયા નામનું ફળ પક્ષી ખોરાક તરીકે આરોગે છે. ઉપરાંત મીઠું અને ખારૂ પાણી જ્યા ભેગુ જાય ત્યાં સૌથી વધુ પ્રમાણમાં માછલીઓ પ્રજનન કરે. પક્ષીઓને વિપુલ પ્રમાણમાં તે ખોરાક તરીકે મળી રહે છે. આ ઉપરાંત હાલની સિઝનમાં માંડવીના વાવેતરને લીધે કુંજ જેવા પક્ષીઓ માટે ખોરાકરૂપે તે પણ મળી શકે.


