ગુજરાતના સાસણ ગીર એશીયાટીક લાયન માટે જગ વિખ્યાત છે. ત્યારે જંગલની કુતુહલ પમાડે તેવી વન્યજીવોની તસ્વિરો અનેક સામે આવતી રહે છે. ગીરના જંગલ વિસ્તારમાં આવેલ એક કાચા મકાનમાં બનાવેલ એક મંદિરની બહાર જાણે નર સિંહ દર્શનની આતુરતાથી રાહ જોઈ બેઠો હોય એવું લાગી રહ્યું છે. ગીરના ઘોકડવાના જંગલોમાં એક મંદિરની બહાર સિંહ બેઠો હોય તેવી તસ્વિર વાઈરલ થતા લોકોમાં કુતુહલ જોવા મળ્યું છે. ઘોકડવાના જંગલ વિસ્તારમાં ચિતલ કુબા નેસમાં ખોડિયાર માતાનું મંદિર આવેલું છે. મંદિરના દરવાજા બહાર એક સિંહ જાણે કે મંદિરના દ્વાર ખુલવાની રાહ જોતો હોય તેમ તસ્વિરમાં કેદ થયો હતો. જોકે વન્યપ્રાણીઓની આવી તસ્વિરો ભાગ્યે જ કેમેરામાં કેદ થતી હોય છે. જયારે આવી તસ્વિરો કેમેરા કેદ થાય છે. ત્યારે જોનારની ઉત્સુકતામાં વધારો થતો હોય છે. તેમાની આ એક તસ્વિર પણ હાલ લોકોમાં કુતુહલ જગાવી રહી છે.
સિંહે લટાર મારતા સમયે માંના મંદિરે બેસીને કર્યો વિશ્રામ
Previous article
RELATED ARTICLES
ગુજરાતમાં 25 વર્ષ બાદ વાઘની વાપસી: NTCAએ રતનમહાલ અભયારણ્યમાં હાજરીને કરી પુષ્ટિ
NTCAના પ્રાથમિક રિપોર્ટમાં રતનમહાલમાં વાઘની હાજરીની પુષ્ટિ, વન મંત્રી અર્જુન મોઢવાડિયાનું મોટું નિવેદન
ગીરના એશિયાટિક સિંહ માટે વિશ્વભરમાં ઓળખાતા ગુજરાત...
માં તે માં ! રણથંભોર નેશનલ પાર્કમાં વાઘણ અને તેના બચ્ચા સાથે મસ્તી કરતો વીડિયો થયો વાઈરલ..
એક માતા અને બચ્ચાઓ વચ્ચેનો અદ્ભૂત નજારો વીડિયોમાં જોવા મળ્યો
આજના સોશિયલ મીડિયાના જમાનામાં અવારનવાર કુતુહલ જગાવતા વિડીયો વાઈરલ થતાં...
ગુજરાત સરકાર 7 વન રેન્જમાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનો સર્વે કરી આ વિસ્તારને અભ્યારણ તરીકે જાહેર કરાશે
સર્વેક્ષણમાં ઉમરપાડા, વડપાડા, માંડવી ઉત્તર અને દક્ષિણ, ખેરવાડા, તાપ્તી અને વાજપુરના જંગલ વિસ્તારોને આવરી લેવામાં આવશે.
ગુજરાત વન વિભાગ સુરતના...
- Advertisment -
