ગળતેશ્વર તાલુકાના પડાલ ગામની સીમમાં મધરાત્રીએ મગર આવી ચડ્યો હતો. મગરને જોવા રાત્રિના 11 વાગે લોકોના ટોળા જામ્યા હતા. 11 ફૂટનો મગર જોઇ લોકોમાં કુતુહલ સાથે ગભરાટ જોવા મળ્યો હતો.
રાત્રિના 11 વાગ્યાની આસપાસ ગામની સીમમાં 350 કિલોનો 11 ફૂટ લાંબો મગર જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ ગામ લોકો દ્વારા જીવદયા પ્રેમી સંસ્થા ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. તથા ગળતેશ્વર તાલુકાના પ્રમુખ રામસિંહભાઈને જાણ થતા NGOના જિલ્લા પ્રમુખ પ્રહલાદસિંહને જાણ કરતા તેમને ગળતેશ્વર વનવિભાગના RFO વિજયભાઈ પટેલને જાણ કરી હતી.
રેસ્ક્યુમાં ફ્રેંડ્સ ઓફ એનિમલ્સની પુરી ટીમ હાજર રહી બે કલાકની જહેમત બાદ મગરને સહીસલામત રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. તથા રેસ્ક્યુ બાદ તેની પ્રાથમિક ચકાસણી કરી વનવિભાગ દ્વારા માનવ વસવાટથી દૂર નિર્જન સ્થળે છોડી મુકવામાં આવ્યો હતો.