HomeWild Life Newsઅમરેલી: ગુડસ ટ્રેનની અડફેટે ૩ એશિયાટીક સિંહના મોત

અમરેલી: ગુડસ ટ્રેનની અડફેટે ૩ એશિયાટીક સિંહના મોત

અમરેલી સાવરકુંડલાના બોરાળા ગામ નજીક 3 સિંહના મોત નીપજતા વન્યપ્રેમીઓ રોષ જોવા મળી રહ્યો છે. જોકે આ ઘટના મધ્યરાત્રીએ ઘટી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં ટ્રેનની અડફેટે આવી જતા મોત નિપજ્યા છે.

મળતી માહિતી મુજબ બોરાળા ગામ નજીક બોટાદથી પીપાવાવ જતી માલવાહક ટ્રેન પસાર થઈ રહી હતી. ત્યારે એ જ રેલ ટ્રેક પરથી પસીર થતા 6 સિંહોના સમુહ માંથી 3 સિંહો ટ્રેનની અડફેટે આવી જતા એક માદા અને બે નર સિંહના મોત નિપજ્યા છે.તમામ મૃતક સિંહોની ઉંમર 1થી 2 વર્ષ હોવાનું સામે આવ્યું છે. વનવિભાગની ટીમે સિંહોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે.
ઉલ્લેખનીય છે કે અમરેલી સાવરકુંડલાનો વિસ્તાર સિંહોના વસવાટનો વિસ્તાર છે.

વારંવાર ફરતા-ફરતા સિંહો રેલવે ટ્રેકની આસપાસ આવી જતાં હોય છે. ઘણી વાર રાત્રીના સમયે સિંહોનું ટોળું રસ્તા પર તેમજ ગામમાં જોવા મળે છે. ભુતકાળમાં પણ ટ્રેનની અડફેટે સિંહના મોત નિપજ્યાં હોય તેવું જોવા મળ્યું છે. તેમ છતાં તંત્ર દ્વારા આ અંગે કોઇ ત્વરિત પગલા લેવામાં આવતા નથી અને સિંહો અકુદરતી રીતે મોતને ભેટે છે.

અમરેલી તેમજ આસપાસના ગામમાં સિંહો વારંવાર ગામ આવી ચડતાં જોવા મળે છે. આમ, સિંહોના મોત બાદ પણ વન વિભાગના કર્મચારીઓ પૂરતી તકેદારી લેતા નથી. સિંહોની સુરક્ષાને લઈ ફરી એક વખત સવાલોની વણઝાર શરૂ થઈ છે.

જોકે આ સમગ્ર મામલે વન વિભાગના મુખ્ય વન વર્તુળ અધિકારી ડૉ. ડી.ટી વસાવડાએ જણાવ્યું હતું કે સિંહોના મોતની ઘટનામાં જવાબદાર ટ્રેકરો અને વનકર્મીઓ સામે તપાસ શરૂ કરવામાં આવી છે. કારણ કે સિંહોને રેલ ટ્રેક થી દુર રાખવાની અને અકસ્માતથી બચાવવાની જવાબદારી ટ્રેકરોની છે. અને સાથે સાથે પસાર થતી ટ્રેનની નિયત કરેલ કરતા સ્પીડ વધુ હતી કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે આ સમગ્ર મામલે જે કોઈ જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું..

ટ્રેન અકસ્માતમાં સિંહોના મોતની સંખ્યા પર નજર

વર્ષ            સ્થળ           સિંહના મોતની સંખ્યા
2014       રાજુલા                   ૦3
2015       રાજુલા                   ૦4
વર્ષ 2015-2018માં થયેલ સિંહોના મોત પર એક નજર
વર્ષ          સિંહના મોતની સંખ્યા
2016                 104
2017                 080
વર્ષ 2015-2018માં અકુદરતી રીતે થયેલ સિંહોના મોત પર એક નજર
વર્ષ         સિંહના મોતની સંખ્યા
2016                012
2017                020
વર્ષ 2015-2018માં 253 એશિયાટીક સિંહોના મોત

- Advertisment -