રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ રેલવે ટ્રેકપર 3 એશિયાટીક સિંહના થયેલા મોતને લઈ દુ:ખ વ્યકત કર્યુ છે. અને આ ઘટનાની ગંભીરતા જાણી સોશિયલ મીડિયામાં ટ્વીટ પણ કર્યું હતું. ટ્વીટ પર સાંસદ પરિમલ નથવાણીએ પોસ્ટ કરતા જણાવ્યું છે કે ભારતમાં વન્યજીવોના રક્ષણ માટે યોગ્ય પ્રયાસો કરવામાં આવતા નથી.
કેટલાક દેશોમાં પ્રાણીકોરિડોર સાથે વન્યજીવોનું રક્ષણ કરે છે. જોકે ભારતમાં સિંહોના બચાવ માટે આવા કોઈ પ્રયાસો થતા નથી. ત્રણ સિંહોના મોતની ઘટના દુ:ખદ છે. બોરાળા ગામ નજીક બોટાદથી પીપાવાવ જતી માલવાહક ટ્રેન પસાર થઈ રહી હતી. ત્યારે એ જ રેલ ટ્રેક પરથી પસાર થતા 6 સિંહોના સમુહ માંથી3 સિંહો ટ્રેનની અડફેટે આવી જતા એક માદા અને બે નર સિંહના મોત નિપજ્યા હતા. જોકે રાત્રીના સમયે આ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનની સ્પીડ 30 KMPH સુધી મર્યાદિત હોવી જોઈએ.
એશિયાટીક સિંહોનામોતને લઈને અગાઉ પણ અવાર નવાર પરિમલ નથવાણીએ સરકારમાં રજુઆતો કરી ચિંતા વ્યકત કરી છે.છેલ્લા કેટલાક સમયગાળાથી સિંહ અંગેની કેટલીક બાબતો પ્રકાશમાં આવી છે. ત્યારે તાજેતરમાંથયેલા 3 સિંહબાળના થયેલા મોત મામલે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ એક ટ્વીટ કરી હતી.અને આ ઘટનાને દુ:ખદ ગણાવી હતી.