બગસરા તાલુકાનાં નવી હળીયાદ ગામે સતત બીજા દિવસે દિપડાએ આતંક ફેલાવ્યો હતો. વહેલી સવારે ખેતરમાં સુતેલા ખેડૂત પર હુમલો કરી નાસી જઈ ઈજા પહોંચાડી હતી. ઉપરા છાપરી હુમલાથી સીમમાં કામ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
મળતી માહિતી મુજબ બગસરા તાલુકાનાં નવી હળીયાદ ગામે રવિવારના રોજ વહેલી સવારે રાજસ્થાની આદીવાસી પર હુમલો કરી શહેરનાં ભાગે ઈજા પહોંચાનાર દિપડાને કાબુ કરવામાં વન તંત્ર હજુ પ્રયાસ કરે છે. ત્યાંરે સતત બીજા દિવસે નવી હળીયાદ ગામનાં જ ખેડૂત પોતાનાં ખેતરમાં સુતા હતા ત્યારે વહેલી સવારે દિપડો ત્રાટકયો હતો. અને પગનાં ભાગે ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
ઉપરા છાપરી સતત બીજા દિવસે દિપડા દ્વારા હુમલો થતા સમગ્ર વિસ્તારનાં ખેડૂતોમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે. આ આતંક મચાવનાર દિપડો અન્ય કોઈનો ભોગ લે તે પૂર્વે વનતંત્ર દ્વારા પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.