સાસણ ગીરના જંગલ વિસ્તારમાં એશિયાટીક સિંહો(Asiatic Lion) અને અન્ય હિંસક શિકારી દિપડા(Leopard)ઓનો ખોરાક કહી શકાય એવા સાસણ ગીર જંગલમાં વસતા તૃણાહારી(Herbivorous)પ્રાણીઓની આગામી તા.12મી મેથી વસ્તી ગણતરી શરુ થશે આ માટે વન વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તૃણાહારી(Herbivorous)પ્રાણીઓની ગણતરી માટેના પોઇન્ટ ઉભા કરી વન વિભાગ સહિતનો ગણતરી સ્ટાફની ગોઠવણ પણ કરી લેવામાં આવી છે.
કેટલાક જંતુઓ તથા પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિનો ઉપયોગ કરે છે. વનસ્પતિનો આહાર તરીકે ઉપયોગ કરતા પ્રાણીઓને તૃણાહારી(Herbivorous) પ્રાણીઓ કહે છે. ગાય,ભેસં, હરણ, વગેરે પ્રાણીઓનો સમાવેશ થાય છે.સાસણગીરના જંગલોમાં વસતા તૃણાહારી(Herbivorous) પ્રાણીઓ સિંહ તથા દીપડાનો મુખ્ય ખોરાક ગણાય છે. અને આવા તૃણાહારી(Herbivorous)પ્રાણીઓનું મારણ કરી સિંહ, દીપડા પોતાની ભુખ સંતોષતા હોય છે. તૃણાહારી(Herbivorous)પ્રાણીઓ એટલે કે ઘાસ સહિતની લીલોટરીનો ખોરાક તરીકે ઉપયોગ કરતા પ્રાણીઓ ગીરના જંગલમાં વિપુલ પ્રમાણમાં નિવાસ કરી રહ્યા છે. આ પ્રાણીઓનો સમૂહની દિવસમાં ચોક્કસ સ્થળે એક સમયે હમેશા એકઠો થતો હોય છે. ખાસ કરીને પાણી પીવાની જગ્યા પર એક સાથે જોવા મળે છે.
જો કે આ સમયની એશિયાટીક સિંહો(Asiatic Lion) અને દીપડા(Leopard)ઓ શિકારની રાહ જોઇને બેઠા હોય છે કારણ કે આ સમુદાય છૂટો પડ્યા બાદ પોતપોતાના વિસ્તારોમાં જતા હોય છે. ત્યારે સાવજ અને દીપડા એકલા પ્રાણીઓ ઉપર હુમલો કરી તેનું મારણ કરતા હોય છે. દર ત્રણ વર્ષે સાસણ ગીર જંગલ વિસ્તારમાં તૃણાહારી(Herbivorous) પ્રાણીઓની વસ્તી ગણતરી થતી હોવાથી વન વિભાગમાં ફરજની સાથે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
સાસણ ગીરના જંગલમાં દર ત્રણ વર્ષે તૃણાહારી(Herbivorous)પ્રાણીઓની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે જે અનુસંધાને આગામી તારીખ તા. 12મી મે થી સાસણ ગીરના જંગલ વિસ્તારમાં તૃણાહારી(Herbivorous)પ્રાણીઓની વસ્તી ગણતરી કરવામાં આવશે.